________________
૪૦૭
લાર્જિ અભિમાને નવિ કહે, જ્ઞાન મર્દિ મનમાંહા શલ રહે; આલોઈ ન સકેં ગુરુ કનેં, ચોગતિના દુખ હોઈ તુનઈ તિણ્ણ કારણિ સૂસલ મ મરો, ૨૫રાયની આણો કરો; કોનો સુતનેં કોહની નારિ, ધરમ સમો નહી કો સંસારિ મૃગાવતી એમ સીખ્યા દીઈ, સાવધાન શતાનીક હોઈ; આરાધના નવકારહ શરણ, કરતા પામ્યો રાજા મરણ અર્થઃ - ઉજ્જયિની નરેશ ચંડપ્રદ્યોતનરાજા આ પ્રમાણે વિચાર કરતા હતા ત્યારે તેમણે આ કાર્ય માટે લોહજંઘ દૂતને બોલાવ્યો. તેમણે ચતુર મૃગાવતીરાણી દ્વારા મહાકાય દૂતને કહ્યું, “તું કૌશાંબી નગરીમાં જઈ શતાનીક રાજાને સંદેશો આપી કહેજે કે, અમારા રાજા તમારી રાણી મૃગાવતીને માંગે છે.
૩૮૪
...૩૬૬
આ સ્ત્રી રત્ન અમારા રાજાના ભાગ્યનું છે. તે તમારા ભાગ્યમાં કયાંથી આવશે ? આટલા દિવસ સુધી તમે તમારા અંતઃપુરમાં આ સ્ત્રીરત્નને રાખીને ઘણી મોટી ભૂલ કરી છે.
...૩૬૭
હે રાજન્ ! હવે તમે તેમને તેમના પોતાના ઘરે વિદાય કરો, અથવા હું (ચંડપ્રદ્યોતનરાજા) તમારા રાજ્ય ઉપર ચઢાઈ કરી તમારી સાથે યુદ્ધ કરીશ તો તમારી કોઈ આબરૂ નહીં રહે. તમે સ્ત્રીની સાથે સાથે રાજપાટ સર્વસ્વ ગુમાવશો.’’
... ૩૮૨
૩૮૩
...૩૬૮
ચંડપ્રદ્યોતનરાજાના વચનો સાંભળી લોહજંઘ દૂત સંદેશો લઈ ચાલ્યો. તે યમદૂતની જેમ સાંઢણી ઉપર બેસી તીવ્ર વેગથી ઉછળતો કૌશાંબી નગરીમાંઆવ્યો. તેણે શતાનિકરાજાને જઈને સાંભળેલી સર્વ વાત કહી. તેણે કહ્યું, ‘“અમારા રાજા ચંડપ્રદ્યોતન તમારી પાસે રહેલ મૃગાવતીરાણી માંગે છે.’’ ...૩૬૯
શતાનીકરાજાએ દૂતના શબ્દો સાંભળી ઉશ્કેરાઈને દૂતને અપમાનિત કરતાં કહ્યું, ‘“અધમ દૂત ! તને ઘિક્કાર છે. તારા રાજાના દિવસો શું ફરી ગયા છે ? તેઓ પરસ્ત્રીને પોતાની કરવા ઈચ્છે છે ? એનું પરિણામ સારું નહીં આવે. તેઓ લંકાપતિ રાવણની જેમ બાણોથી વીંધાશે.
હે દૂત ! તારા આ ચાકરપણાને પણ ધિક્કાર છે, જે મૂઢ બની અધમ કૃત્ય કરવા તૈયાર થાય છે.’’ શતાનીક૨ાજાએ ઉજ્જયિની નગરીથી આવેલા દૂતનો નિર્ભયપણે તિરસ્કાર કરી, તેને ધકેલી મૂક્યો. શતાનીકરાજાના કલંકિત, કડવાં વચનો સાંભળી દૂતે મનમાં કકળાટ કર્યો.
Jain Education International
062***
...૩૭૧
દૂતે અવંતી (ઉજ્જયિની) નગરીમાં આવી ચંડપ્રદ્યોતનરાજાને કહ્યું, ‘“મહારાજ ! શતાનીકરાજા એ મને દુષ્ટ કહ્યો અને તમને ‘દાસીપતિનું' બિરુદ આપ્યું છે.’' આ કથન સાંભળી ચંડપ્રદ્યોતનરાજા સળગી ઉઠયા. જેમ જખમ પડતાં ભળતરા થાય તેમ ચંડપ્રદ્યોતનરાજા ઉકળી ઉઠયા
...૩૭૨
(૧) ગંધાર નામના શ્રાવક યાત્રાએ ગયા. તેઓ માંદા પડયા ત્યારે વીતભય નગરીની દેવદત્તા નાની કુબડી દાસીએ તેમની સેવા કરી. શ્રાવકે ખુશ થઈ પોતાની પાસે ચમત્કારિક ગોળીઓ દાસીને આપી. ગોળી ખાવાથી દાસી સ્વરૂપવાન બની. કોઈએ તેને કહ્યું કે, ‘તારા રૂપને યોગ્ય ઉજ્જયિની નરેશ છે.' તેણે આ સમાચાર રાજાને પહોંચાડયા. અનગિરિ હાથી ઉપર બેસાડી રાજા તેને લઈ ગયા. તેથી કૌશાંબી નરેશ અને ઉજ્જયિની નરેશ વચ્ચે યુદ્ધ થયું. ઉજ્જયિની નરેશ ચંડપ્રદ્યોતન હારી ગયા. શતાનીક રાજાએ તેમના મસ્તકે ‘મારી દાસીનો પતિ’ એવા અક્ષરો ડામથી પડાવ્યા. (ભરહેસરની કથાઓ –પૃ.૯૫ ૯૬)
For Personal & Private Use Only
www.jainelibrary.org