________________
આ અપરાધને ક્ષમા કરજો
...પર૬
પિતાજીએ આપણને વચનથી કન્યા છે. તમારા દર્શન વિના મારો દિવસ નિષ્ફળ ગયો છે. હું મૂર્ખ શિરોમણી છું ! જેમ અમાવાસ્યાની અંધારી રાતે ચંદ્રમાના દર્શન ન થાય તેમ મેં નયનો હોવા છતાં પતિરૂપી ચંદ્રમાને ન જોયા.’'
...પર૭
(રાજકુમારી વાસવદત્તાની મનોવ્યથા જોઈ) ઉદાયનકુમારે કહ્યું, ‘‘તે બરાબર છે. હું પણ કહેવાના શબ્દો વિદ્યા ભણાવતાં બોલ્યો છું. તમે તો રંભા સમાન સ્વરૂપવાન સ્ત્રીરત્ન છો. તમને જોતાં જ કોઈ પણ પુરૂષ મીણની જેમ પીગળી જાય.’'
...પ૮
રાજકુમાર ઉદાયન અને રાજકુમારી વાસવદત્તાનાં નયનોથી નયનો મળ્યાં. પરસ્પર દ્રષ્ટિ મળતાં બન્ને વચ્ચે પતિ-પત્ની જેવી પ્રીત બંધાણી. અગ્નિના સંયોગથી જેમ લાખ અને મીણ પીગળી જાય છે, તેમ સ્ત્રીના સંગથી શીલ અને સદાચાર ઓગળી જાય છે. ...પ૯
રાજકુમાર અને રાજકુમારીના પ્રણયની માહિતી કંચનમાલા નામની દાસીએ જાણી. તે સમયે રાજકુમારીએ ગભરાઈને દાસીને સોગંદ આપતાં કહ્યું કે, ‘‘તું તો મારી બહેન સમાન છે. મારી ગુપ્ત વાતો કોઈને ન કહીશ. તું ઉત્તમ અને ગંભીર સ્ત્રી છે. (તેં મને હંમેશા મદદ કરી છે.)''
...૫૩૦
દુહા ઃ ૨૭ વાસવદત્તા વારતી, જોડઈ દાસી હાથ;
મુઝથી અલગી નવિ પડે, નિશ્ચે મુઝની વાત.
૫૩૧
અર્થ :રાજકુમારી વાસવદત્તાએ દાસીને વિનંતી કરી વાત ક્યાંય ન કરવા સમજાવ્યું. દાસીએ હાથ જોડી કુંવરીને ખાતરી આપતાં કહ્યું કે, , ‘‘મારા મુખેથી તમારી વાત કદી જુદી નહીં પડે . ’’
...૫૩૧
1
ચોપાઈ : ૧૦ બીજું વરદાન – અનગિરિ હસ્તિ પર નિયંત્રણ' એણિં વચનિં હરખ્યા નાર નારિ, એક દિવસ તે નગર મઝારિ; અનલગિરિ તે છૂટો તાંહિ, રંજ સબહુ કરતો પુરમાંહિ ગઢ મઢ મંદિર નગરી પોલિ, ગજ નાંખઈ વૃક્ષ મોટા ઢોલિ; પર્વત પ્રાય મુંકે સારસી, સૂર સુભટ રહંઈ પાછા ખસી. ગજ દેખી નર નાર્સે ઘણા, પ્રાણ સહુ રાખે આપણા;
૪૩૩
નૃપ ગૃપના નર ખીત્રીના પૂત, ગજથી નાસે નર રજપૂત.
કહે નૃપ ગજને ઝાલો આજ, એ ગજ કરતો વિસમા કાજ;
·
ગજઈ વધારી માહરી લાજ, ગજથી દીપઈ છે મુઝ રાજ. ગજ નર કોય ન ઝાલે જસિં, અભયકુમાર નઈ પુછયો તસઈ; ઉદયનથી એ કારજ થસે, વેણા નાદેં તે ઝાલિં જસે.
(૧) અનલિગિર હાથીની કથા- ત્રિ.શ.પુ.ચ. પર્વ-૧૦, સર્ગ૧૧, પૃ.૧૮૮/૨૦૦
Jain Education International
For Personal & Private Use Only
• ૫૩ર
૫૩૩
... ૫૩૪
. ૫૩૫
... ૫૩૬
www.jainelibrary.org