________________
૪૩૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ'
અભયકુમારને બોલાવીને તેને વશમાં કરવાનો ઉપાય પૂછયો. અભયકુમારે ઉપાય બતાવતાં કહ્યું, “ઉદાયન કુમારથી આ કાર્ય થશે. તેઓ વિણાના નાદથી હાથીને પકડશે.'
...પ૩૬ ચંડપ્રદ્યોતનરાજાએ તરત જ ઉદાયનકુમારને બોલાવ્યા. તેમણે કહ્યું, “કુમાર! તમે આ અનલગિરિ ગજરાજને પકડો. જેમ ગારુડી વિણા વગાડી સર્પને પકડે છે, તેમ તમે દિવ્ય વીણાના નાદથી ગજરાજને પકડી લાવો.”
..પ૩૭ તે સમયે ઉદાયનકુમારે કહ્યું, “હે રાજનું! હું એકલો આ મહાકાય હાથીને પકડી નહીં શકું. આ કાર્ય માટે તમારી પુત્રી વાસવદત્તા મારી સાથે આવે તો હું ગજરાજને પકડવાનો પ્રયત્ન કરીશ” ...પ૩૮
ચંડપ્રદ્યોતનરાજાની આજ્ઞા થતાં ઉદાયનકુમાર અને વાસવદત્તા ભદ્રાવતી નામના હાથી ઉપર ચઢીને નદી, સરોવર આદિ પસાર કરી તીવ્ર ગતિથી હાથીની પાછળ જંગલમાં ગયા.
...પ૩૯ ગજરાજને શોધતાં તેઓ ઘણાં દૂર નીકળી ગયાં ત્યારે તેમણે હાથીને જોયો. ઉદાયનકુમાર અને વાસવદત્તાએ તેની પાસે જઈ વીણા વગાડી. વીણાના નાદના આકર્ષણથી ગજરાજ સ્તબ્ધ (શાંત) બન્યો. તે આજ્ઞાંકિત સેવકની જેમ નમ્ર બની તેમની પાસે આવીને ઊભો રહ્યો.
..૫૪૦ ઉદાયનકુમારે ત્યારે વીણાવાદન કરતાં સ્તવન ગાયું. ગજરાજ આ ગીતના રવરો સાંભળતો પાછળ પાછળ ખસવા લાગ્યો. આ રીતે ગજરાજને પકડીને તેઓ હસ્તીશાળામાં લાવ્યા. ...૫૪૧
અનલગિરિ હાથી મહાવત વસંતકને જોવા લાગ્યો. મહાવતે કહ્યું, “હે રાજનું! આ હાથી સદા તમારા દ્વારે રહેશે. તમે મારા સ્વામી છો. મારે તમારી ખૂબ સેવા કરવી છે.”
આ સાંભળીને ચંડપ્રદ્યોતનરાજાનું મન પ્રસન્ન થયું. તેમણે અભયકુમારને કહ્યું, “તમે તમારું બોલેલું વચન પાડયું છે.” રાજાએ પોતાના હાથે પકડીને ગજરાજને આલાનથંભ ઉપર બાંધ્યો. ...૫૪૩
ઉદાયનરાજાના બળ, પરાક્રમ અને શૂરાતનને જોવા છતાં ચંડપ્રદ્યોતનરાજાએ તેમને પ્રશંસાનો એક શબ્દ પણ ન કહ્યો. ઉદાયનરાજાનું મન નિરાશ થયું. તેમને થયું કે, “ચંડપ્રદ્યોતનરાજા કરેલા ઉપકારોને યાદ રાખતા નથી.
...૫૪૪ મેં રાજકુમારીને સંગીતની કળા શીખવી પ્રવીણ બનાવી. મને સુભેટો છેતરીને ઉજ્જયિની નગરીમાં લઈ આવ્યા, છતાં મેં મનમાં રાજા પ્રત્યે જરા પણ ગુસ્સો ન રાખ્યો. ઉન્મત્ત બનેલા ગજરાજને પકડીને રાજમહેલના દ્વારે બાંધ્યો, છતાં ચંડપ્રદ્યોતનરાજાને ત્યારે કોઈ આનંદ થયો.
...૫૪૫ રાજા મારા ઉપર ખુશ તો ન થયા પરંતુ તેનાથી વિપરીત વાંકુ (શ્યામ) મોટું કર્યું હવે હું શું જોઈને તેમને હરખથી ભેટું? તેમણે હાથીને વશ કરવાના કાર્યમાં પણ મારી કળાની પ્રશંસા ન કરતાં અભયકુમારના જ વખાણ કર્યા.
...૫૪૬ હાથીની પાછળ ગયો અને મેં તેને પકડયો. આ કાર્ય મેં કર્યું, ત્યારે રાજાએ અભયકુમારને વરદાન માંગવાનું કહ્યું? શ્રેણિક મહારાજાના પુત્ર અભયકુમારે તે સમયે કહ્યું, “મહારાજ! આ વરદાન પણ તમારા ભંડારમાં હમણાં રાખો.”
..૫૪૨
...૫૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org