________________
૪૩૭
...પપર
ઉદાયનરાજા રવયં વિચારવા લાગ્યા તેમને ચંડપ્રદ્યોતનરાજા પ્રત્યે મનમાં રોષ (અણગમો) ઉત્પન્ન થયો. ઉદાયનકુમાર અને વાસવદત્તા બન્ને ભદ્રાવતી હાથિણી પર બેઠા. (તેઓ પોતાના આવાસે આવ્યા) ચંડપ્રદ્યોતનરાજાએ ગર્વિષ્ઠ બની ઉદાયનરાજા પ્રત્યે રોષ રાખ્યો.
..૫૪૮ ચંડપ્રદ્યોતનરાજાએ પોતાની પુત્રી અને ઉદાયનરાજામાં પતિ-પત્ની જેવો પરસ્પર પ્રેમ જોયો. તે જોઈ તેમણે વિચાર્યું કે, “મેં કાંણી અને કોઢિયાનું જેનાટક કર્યું હતું તે સર્વ નિષ્ફળ ગયું છે.' ..૫૪૯
ઉદાયનરાજાએ ઘેર્યતાપૂર્વક વિચાર્યું , “મારે હવે આ રાજા પાસે રહેવું નથી. તેઓ પોતાના રાજ્ય (કૌશાંબી નગરી) માં જવા તૈયાર થયા. તેમણે તરત જ ઘોડાની પીઠ ઉપર જીનનું પાલણ બાંધ્યું....૫૫૦
ત્યાં ઘણાં ચોકીદારો ચોકી કરતાં હતાં તેથી ઉદાયનરાજા ત્યાંથી કોઈ રીતે જઈ શકે એમ ન હતા. ઉદાયનરાજાનું મુખ્ય ચિંતાગ્રસ્ત બન્યું. તે જોઈને વાસવદત્તાએ તેનું કારણ પૂછ્યું. ...પપ૧
હે કૌશાંબી નરેશ! તમને શું ચિંતા છે? તમે શા માટે નિસ્તેજ બન્યા છો?) સ્વામીનાથ ! મેં તમને મારો જમણો હાથ આપ્યો છે. (હું આપની અર્ધાગિની છું) રખે! આપ મારી ઉપેક્ષા કરી મને છોડીને ન ચાલ્યા જશો. મેં મારું સમગ્ર જીવન તમારા હાથમાં સોંપ્યું છે.'
વાસવદત્તાની વાત સાંભળી ઉદાયનરાજા મનમાં હરખાયા. એક દિવસ પતિ-પત્ની બન્ને મહેલના ઝરૂખામાં બેઠા હતા ત્યારે માર્ગમાં એક બ્રાહ્મણ નાચતો કૂદતો ક્યારેક રડતો ગીત ગાતો હતો. પતિ - પત્ની બન્ને તે બ્રાહ્મણની સમક્ષ જોવા લાગ્યા.
...પપ૩ વાસવદત્તાએ આ વિચિત્ર દ્રશ્ય જોયું ત્યારે ઉદાયનરાજાને જણાવ્યું. ઉદાયન રાજાએ બ્રાહ્મણને જોઈ કહ્યું, “આ પુરુષ મારો જ એક પ્રધાનમંત્રી હોવો જોઈએ.”
..૫૫૪ રાજાએ તેને પ્રધાનમંત્રી સમજી અનુરાગવશ (સેવકો દ્વારા) ત્યાં બોલાવ્યો. તે બ્રાહ્મણ ઉદાયનરાજા પાસે આવ્યો. રાજાએ તેને આળખી લીધો. એ પોતાનો જ એક પ્રધાન હતો. ઉદાયનરાજા પ્રધાનમંત્રીને ભેટી પડયા તેમજ ઘણું સન્માન આપ્યું.
...૫૫૫ ઉદાયનરાજાએ કૌશાંબી નગરીની ક્ષેમકુળતાના સમાચાર પ્રધાનમંત્રીને પૂછયા. તેમણે મંત્રીને પૂછયું, “મંત્રીશ્વર! રાજ્યમાં બધું જ બરાબર છે તો તમારું અહીં આવવાનું શું પ્રયોજન છે?” મંત્રીએ ધીમેથી કાનમાં કહ્યું, “મહારાજ ! આપણાં નગરમાં પાછાં ચાલો.
..પપ૬ મહારાજા! હું જ્યારે અહીં આવતો હતો ત્યારે માર્ગમાં ભીલ લોકોની વસ્તી જોઈ. ત્યાં મેં એક સિદ્ધ પુરુષને જોયા. તેમની મેં ભક્તિ કરી. તેમણે મને ખુશ થઈને તમારા નામથી એક ગુટિકા આપી. હે રાજનું!તમે જલ્દીથી અવંતી નગરીમાંથી પાછા જવા પ્રયાણ કરો.
...૫૫૭ આ ગુટિકાના પ્રભાવને જુઓ. મને પણ અહીં કોઈ ઓળખતું નથી. હું પાગલ બની આ નગરમાં ફરીશ. મહારાજ!તમે મારી સાથે ચાલો. હું તમને જરૂર કૌશાંબી નગરીમાં લઈ જઈશ.” ...૫૫૮
ત્યારે ઉદાયનરાજાએ કહ્યું, “હે મંત્રીશ્વર! આ રીતે છેતરીને તમારી સાથે જતાં મારું કંઈ સન્માન નહીં રહે. વળી મારી પત્ની વાસવદત્તા પણ સાથે છે. ચંડપ્રદ્યોતનરાજા પાસે જઈ તેમની સમક્ષ પ્રગટપણે કહેવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org