________________
૪૩
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ'
.. પ૧૫
એ છત્રીસેંરાગણી, પટ રાગ કરીનારિ; વાસવદત્તા સીખતી, કરતી ભૂપ મનોહરિ.
... પ૧૪ ત્રિણ ગ્રામને સાત સુર, મુરજના ભેદ એકવીસ; તાન માંન સીખઈ સહી, ઉંગણ પચાસ કહીસ. છપન કોડી ભેદ જ સહી, તાલ તણાવલિ હોય; વિવિધ કલા બીજી ઘણી, સીખી પુત્રી સોય.
...૫૧૬ અર્થ - અશાવરી રાગ અત્યંત રળિયામળો છે. રાજકુંવરી વાસવદત્તા આ સુંદર રાગ શીખી રહ્યા હતા. વળી છ મૂળ રાગ છે. તેનો પણ અભ્યાસ કરતા હતા.
...૫૦૬ પ્રથમ શ્રીરાગ, બીજો પંચમ રાગ, ત્રીજો નટ, ચોથો મેધ, પાંચમો વસંત અને છઠ્ઠો ભૈરવ આવાં છ રાગ રાજકુમારી વાસવદત્તા શીખી.
...૫૦૭ ગોડી, માલકોશ વળી કોલાહલી પૂરવી, કેદાર, મધુ, માધવી આ શ્રીરાગની સ્ત્રીઓ જાણવી...૫૦૮
રાગ હુસેની, કામરૂ, મધુરકરી, દોષસંભારિ, મારૂ, ધન્યા, ધોરણી, પંચમ, રિષભ....૫૦૯
મોટિકા, તોડી, સિંધુ, તુંબિકા, ગાંઘરી અને મલ્હાર આ નટ રાગનાં ભરતાર છે, એમ કવિ ઋષભદાસ કહે છે.
..૫૧૦ હવે મેધરાગની નારી કહે છે. આશાવરી, શામેરી, કલ્યાણી, દીપક, ખંભાયતી વળી વેરાડી એ છે નારી છે.
...૫૧૧ ગુંડગિરિ, પટમંજરી, રામગિરિ, હિંડોલ, દેશાણી, અને કૌશિકી આ છ વસંતરાગ સાથે કલ્લોલ કરે છે.
...૫૧ર પરભાતી, વેલાઉલી, કરણાટી, જલલીન (રાજહંસી) જયંતસિરી, ગુજરી આ ભૈરવ રાગમાં ચિત્ત વસીઉં છે.
...૫૧૩ આ રીતે ૬૪૬૪૩૬ (છત્રીસઇરાગ ૨ રાગિની) પ્રકારે વાસવદત્તા શીખે છે. ઉદાયન રાજા પણ મનોહર એવી તેણીને હૃદયમાં ધારણ કરે છે.
...૫૧૪ ગ્રામ ત્રણ છે. રવર સાત છે. મુરજનાં એકવીસ ભેદ છે. તાનના ઓગણપચાસ ભેદ છે. આવાં ભેદને રાજકુમારી વાસવદત્તા શીખે છે.
...૫૧૫ છપ્પન ક્રોડ ભેદ વળી તાલનાં બતાવ્યાં છે. આ રીતે બીજી પણ ઘણી જુદી જુદી કળાઓ ચંડપ્રદ્યોતનરાજાની પુત્રી રાજકુમારી વાસવદત્તા શીખે છે.
..૫૧૬ ઢાળઃ ૨૦ ઉદાયન અને વાસવદત્તાનો પ્રત્યક્ષ પરિચય ગજરાજને જાણજ્યો અવધિ નાણી એ દેશી. રાગ : દેશાખ. સીખંઈ પુત્રીઅહરખતી મનહમાંહિ, ભણાર્વે નૃપ ઉદયન ભેદતાંહિ; ચૂંકે ભણતીકુમરી અબુધિ પાખું, ચૂકતી કાંણીઅ કુમર ભાખે.
••• ૫૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org