________________
૪૧૭
મૃગાવતી રાણીના પ્રબળ પુણ્યનો સંચય થતાં (ઘટ ઘટના ભાવો જાણનારા) ભગવાન મહાવીર સ્વામી વિહાર કરી કૌશાંબી નગરીમાં આવ્યા. પ્રભુની ગંગાના નીર સમાન મધુર અને પવિત્ર વાણી સાંભળવા બહુલ સંખ્યામાં નગરજનો ત્યાં આવ્યા. તે સમયે ચંડપ્રદ્યોતનરાજા પણ ત્યાં આવ્યા. ... ૪રર
જિનેશ્વર ભગવંત મહાવીર સ્વામીએ માલકોશ રાગમાં દેશના આપી. તેમણે કહ્યું, “હે ભવ્ય જીવો! તમે સર્વ એકબીજા સાથે શત્રુતા અને કલેશનો ત્યાગ કરો. આ વિશ્વમાં ચાર ભયંકર કષાયો છે. આ કષાયોના કારણે જીવાત્મા સંસારમાં ખૂબદુઃખ પામે છે.
... ૪ર૩ આ જીવે પાંચ ઈન્દ્રિયોના વિષયભોગોનો તેમજ સર્વ સંયોગોનો ત્યાગ કરવા યોગ્ય છે. દેવેન્દ્ર, ચક્રવર્તી, બળદેવ જેવા સામર્થ્યવાન અને શક્તિશાળી જીવો પણ વિષયભોગથી સંતુષ્ટ થયા નથી.... ૪૨૪
આ જીવાત્માએ અનેક ભવોમાં સ્ત્રીઓ સાથે વિષયભોગો ભોગવ્યા છે, છતાં તે સદા મૂઢ અને અતૃપ્ત રહે છે. સુવર્ણકારનું મન સદા સુવર્ણમાં હોય છે તેમ ભોગી અને કામી વ્યક્તિનું મન વિષય વાસનામાં જ હોય છે. વિષયભોગોના અતિરેકથી નંદકુમારનું દુઃખદ મૃત્યુ થયું.”
... ૪૨૫ મૃગાવતી રાણીના હદયના ભાવો સાંભળી ભગવાન મહાવીર સ્વામી કૌશાંબી નગરીમાં પધાર્યા ત્યારે રાણીએ કહ્યું, “હે જિનેશ્વર દેવ! મને સંયમનું દાન આપો.” પ્રભુએ કહ્યું, “હે મહાસતી! જો ચંડપ્રદ્યોતનરાજા અનુમતિ આપે તો જ આ દીક્ષા આપી શકાય.”
મૃગાવતી રાણીએ ચંડપ્રદ્યોતનરાજા પાસે વિનંતી કરતાં કહ્યું, “હે અવંતીનાથ! તમે મને દીક્ષાની અનુમતિ આપો, જેથી હું જિનેશ્વર પરમાત્માના શાસનની શિષ્યા બનું.” (ચંડપ્રદ્યોતનરાજા મૌન રહ્યા) છેવટે પ્રભુએ ચંડપ્રદ્યોતનરાજાને મૃગાવતી રાણીની દીક્ષા વિશે પૂછ્યું, ત્યારે રાજાએ શરમથી હા પાડી. મૃગાવતી રાણી આ સાંભળી ખૂબ ખુશ થયાં.
...૪૨૭ મૃગાવતી રાણીએ અવંતીનરેશ ચંડપ્રદ્યોતનરાજા પાસે જઈ ઉદાયનકુમારને તેમના ખોળામાં બેસાડયો. (રાણીએ પુત્રની તમામ જવાબદારી રાજાને સોંપી.) આ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામી મૃગાવતી રાણીનો ઉદ્ધાર કરી ત્યાંથી વિહાર કરી ગયા. તેમનો દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો..૪૨૮
અવંતી નરેશ ચંડપ્રદ્યોતનરાજાની અંગારવતી આદિ આઠ મુખ્ય રાણીઓ હતી. જેમણે ભગવાન મહાવીરસ્વામી પાસે તેમના હાથે સંયમ ધર્મ અંગીકાર કર્યો. (તેઓ ચંદના સાધ્વીજીની શિષ્યાઓ બની) હવે મહાસતી મૃગાવતીજીના ગુણોનું ચિત્તમાં ધ્યાન કરો.
...૪૨૯ મૃગાવતી સાધ્વીજી પોતાના ગુરુણી ચંદનબાળા સાધ્વીજી સાથે સદા વિચારતા હતા. તેઓ નિત્ય દિવસ અને રાત પોતાના ગુરુણીની પાસે જ રહેતા હતા. ઉદાયનકુમારને કૌશાંબી નગરીમાં યુવરાજ પદે સ્થાપિત કરી અવંતીનરેશ ચંડપ્રદ્યોતને પોતાના નગરમાં પાછા આવ્યા.
ઉદાયનરાજાએ પોતાના પરાક્રમથી રાજ્યની સીમાઓનો ખૂબ વિસ્તાર કર્યો. તેમની પાસે મોટા મોટા મહારાજાઓ કિમંતી ભેટો લાવવા લાગ્યા. તેઓ સ્વર્ગલોકના દેવેન્દ્રની જેમ સુખેથી રાજ્ય કરતા હતા. (૧) શ્રી પરિશિષ્ટ પર્વ, સર્ગ-૮, પૃ.૧૪૭,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org