________________
૪૧૪
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
••• ૪૧૩
. ૪૧૪
જેમ સુભટ બાણનું નિશાન ચૂકી જતાં પારાવાર પસ્તાવો કરે છે, તેમ અવંતીપતિ ચંડપ્રદ્યોતનરાજા મૃગાવતી રાણી પ્રાપ્ત ન થવાથી ખૂબ પસ્તાવો કરવા લાગ્યા. મૃગાવતી રાણી દ્વારા છેતરાયેલા ચંડપ્રદ્યોતનરાજા દેશ-પરદેશમાં ખૂબ અપમાનિત થઈ વગોવાયા. અવંતીપતિએ મનથી અભિમાનનો ત્યાગ કરી વિચાર્યું, “હું શાસ્ત્ર અને શસ્ત્રકળામાં પ્રવીણ હોવા છતાં આ સ્ત્રીએ મને મૂર્ખ બનાવ્યો. હવે આ પ્રાણની ગતિનું પણ શું?' કવિ ઋષભદાસ કહે છે કે ચંડપ્રદ્યોતનરાજા (વીલે મોઢે) કૌશાંબી નગરીના ગઢને ફરતા ઘેરો ઘાલીને પડી રહ્યા.
.. ૪૧૧ દુહા ર૧ અવંતીપતિનો પશ્ચાતાપ રાજા ગઢવીંટી રહ્યો, ધરતો શોખ અપાર; પંડીત સુર પામેં નહી, નારી ચરિત્રનો પાર
.... ૪૧૨ અત્યંતર વિષ સમ જાણીઈ, બાહિર અમૃત ઉદાર ગુંજા ફલ સમ જાણવા, સ્ત્રીના ભાવ વીકાર વાઘણિ વગડા મહિલી, જબહ મલઈ તવ ધાય; નારી વાઘણિ વશ પડયો, વસંતેં ફાડી ખાય તે અજાણ્યા માણસો, રુપઈ જે રાચંત્તિ; દિવા જ્યોતી પતંગ જિમ, સંપમાં દાઝતિ
... ૪૧૫ અર્થ:- ચંડપ્રદ્યોતનરાજાનું લશ્કર કૌશાંબી નગરીના કિલ્લાને ફરતું ગોઠવાઈને રહ્યું. (રાણીએ નગરના દ્વાર બંધ કરાવ્યા) રાજા અત્યંત શોકાતુર બન્યા. મહાન પંડિતો અને દેવલોકના દેવો પણ સ્ત્રી ચરિત્રને આજ દિવસ સુધી ઓળખી શક્યાં નથી.
•.. ૪૧ર સ્ત્રીની પ્રકૃતિ (સ્વભાવ) અને પરિવર્તન (વિકાર) પણ ચણોઠીના ફળ સમાન છે. જેનું અંતર મન ચણોઠીના ફળ સમાન વિષમય ઝેરી છે પરંતુ બાહ્ય દેખાવ અમૃત જેવો મીઠો અને ઉદાર છે. ...૪૧૩
અરણ્યમાં રહેલી વાધણ જ્યારે તેને કોઈ માનવ કે પશુ મળે ત્યારે જ તેને ખાવા માટે પાછળ દોડે છે, જ્યારે નારીરૂપી વાઘણ પ્રથમ પુરુષને વશ કરી, પછી સાથે રહી તેને જ ચીરી નાખે છે. ...૪૧૪
સ્ત્રીની કૂટનીતિથી અનભિજ્ઞ વ્યક્તિઓ તેના સૌંદર્યની પાછળ પાગલ બને છે. દિવાની જ્યોતથી જેમ પતંગિયું પોતાની પાંખો દઝાડે છે, તેમ સ્ત્રીની પાછળ પાગલ બની પોતાનું સર્વરવ ગુમાવે છે.... ૪૧૫
ચોપાઈ ૮ સતિ મૃગાવતીની પ્રવજ્યા દાધો કલકલતો કહઈ રાય, નારી ચરિત્રને નવિ સમઝાય; લાજ્યો મનમાં ચિંતા ધરઈ, મૃગાવતી ગઢ રુડો કરાઈ પૂરત સુંદર સિંહા કણિ લહી, ઉદયન રાજા થાપ્યો સહી; યુગંધરાદીક જે પરધાન, થાણા સેનાની દેઈ માન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org