________________
૪૦૫
ચંદપ્રદ્યોતન આપ વિચારે, રુપવતી નારી બહુ મારે;
મૃગાવતી આગલિ સહૂ હારે, નવી ચાલે સશિ ઢું બહુ તારઈ ... ૩૬૪ અર્થ :- કામાતુર વ્યક્તિને આબરૂની કેવી ચિંતા? ચંડપ્રદ્યોતનરાજાએ કામાંધ બની ચિત્રકારને કહ્યું, “આ રવરૂપવાન ચિત્ર કોનું છે? આચિત્ર જોઈને મને તેના પ્રત્યે ખૂબ સ્નેહ ઉત્પન્ન થાય છે.” ...૩૫૮
ચિત્રકારે મૃગાવતી રાણીની પ્રશંસા કરતાં કહ્યું, “ભૂપતિ! આ કૌશાંબી નરેશ શતાનીકરાજાની મહારાણી મૃગાવતી છે. તેઓ એટલાં સુંદર છે કે તેમનું સંપૂર્ણ રૂપ હું આ ચિત્રમાં આલેખી શક્યો નથી. તેમના સૌંદર્યના ગુણગ્રામ કરવા બ્રહ્મા બેસે તો તેઓ પોતાની હજાર જીભે) પણ ન કરી શકે” ...૩૫૯
ચંદ્ર જેવું તેમનું ગોળ મુખ છે. મૃગલી જેવા ચપળ તેમના નયનો છે. તેમના મધુર સ્વરો સાંભળી કોયલ પણ તેમની સામે હારી જાય. તેમના કપાળે સૌભાગ્યના પ્રતિક રૂપે કુમકુમનું તિલક છે. તેમના સેંથામાં સિંદુર છે. તેમની અણિયાણી બે આંખો દ્વારા ભલભલા વ્યક્તિઓ ઘાયલ થાય છે. ...૩૬૦
તેમની નાસિકા અત્યંત પાતળી અને અણિયાળી છે. તેમના પરવાળા જેવા લાલ રંગના પાતળા હોઠ છે. તેમની દંત પક્તિઓ સુરેખ, ઉજ્જવળ અને ચકચકિત છે. તેમની જીભ લાંબી, અણિદાર છે. ...૩૬૧
તેમના બે ઊંચા પયોધર (રતન) છે. તેમની ચિત્તા જેવી પાતળી કમ્મર છે. તેમને જોઈને વનના મૃગલાઓ અને પક્ષીઓ પણ મોહિત થાય છે. કમળના પુષ્પોની દાંડી જેવા તેમના બે લાંબા હાથ છે. તેમણે બાંહ્યના કાંડા ઉપર રત્નજડિત બાજુબંધ પહેર્યા છે.
...૩૬૨ તેમની સાથળ જાણે કેળના વૃક્ષના સ્તંભો! દેવલોકની સુંદરી રંભા જેવી તે સ્વરૂપવાન છે. તેમની ધીર, ગંભીર ચાલ ગજરાજને પણ શરમાવે તેવી છે. તેમનું રૂપ લાવણ્ય જોઈને મહાન તપસ્વીઓ પણ પોતાનું ધ્યાન ચૂકી જાય છે.”
..૩૬૩ ચંડપ્રદ્યોતનરાજાએ મનમાં વિચાર કર્યો કે, “મારી ઘણી રાણીઓ છે પરંતુ મૃગાવતી રાણીના સૌંદર્ય સમક્ષ બધીજ રાણીઓ પરાજિત થાય તેવી છે. સાચું જ છે, શશી સમક્ષ બહુલતારાનું તેજ કેવું?' ...૩૬૪
દુહા : ૧૮ તારા જસી મુઝ કામની, મૃગાવતી સસી સાર; તે નારીના ફરસ વિણ, આલેં ગયો અવતાર
... ૩૬૫ અર્થ - ચંડપ્રદ્યોતનરાજાએ ચિત્રમાં જોઈ કહ્યું, “ખરેખર! તારા જેવી સ્વરૂપવાન સ્ત્રી મારા અંતઃપુરમાં એક પણ નથી. મૃગાવતી રાણી ચંદ્ર સમાન સુંદર છે. આવી સુંદર નારીના સ્પર્શ વિના મારો અવતાર વ્યર્થ
છે.”
.૩૬૫
ચોપાઈ : ૭ "અવંતી નરેશનું કૌશાંબી પર આક્રમણ - શતાનીક રાજાનું મૃત્યુ
એમ ચિંતઈ ઉજેણી રાય, લોહજંથો તેડ્યો તિણે ઠાય; સતાનીક કહજ્યો જે વહી, મૃગાવતી તુઝ માંગે સહી
••• ૩૬૬ (૧) ત્રિ.શ.પુ.ચ. પર્વ-૧૦, સર્ગ-૮, પૃ. ૧૪૩ થી ૧૪૭ .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org