________________
૪૦૧
અંતઃપુરનો નજીકનો પ્રદેશ ભાગમાં આવ્યો, તેમણે પાંચ રંગના વિવિધ ચિત્રો પ્રગટ કર્યા. ચિત્રકારોએ સુંદર ભીંતચિત્રો દોર્યા.
...૩૨૭ તેમણે હબસી, અને યુગલોનાં ચિત્ર દોર્યા. તેઓ જાણે રોસે ભરાયાં હોય તેમ બેઠાં હતાં. તેમણે સ્ત્રી-પુરુષનાં સુંદર ચિત્રો આલેખ્યાં. તે ઉપરાંત કૂવાના કાંઠે પાણી ભરતી પનિહારીઓ પણ દોરી....૩૨૮
ચિત્રકારોએ રંગશાળીની દીવાલો ઉપર હાથી, રથ, પગપાળા સૈનિકો, ધનુષ્ય-ભાથામાં તીર ભરેલાં યોદ્ધાઓ, રાજા રાણીનાં સૌદર્ય, આકાર અને સ્વરૂપનાં વિવિધ ચિત્રો ઉપરાંત કૂવા, વાવ, નદી અને ઉદ્યાન જેવાં અનેક ચિત્રો પણ આલેખ્યાં.
...૩૨૯ તેમણે વાધ, સિંહ, ચિતા, હરણ જેવા જંગલી પ્રાણીઓ તેમજ પાડા, વૃક્ષ અને નાજુક વનસ્પતિની વેલો પણ દીવાલ ઉપર દોરી. તેમણે નર અને માદાના યુગલ જોડલાં જેવાં પશુ અને પક્ષીઓનાં સુંદર ચિત્રો પણ આલેખ્યાં.
..૩૩૦ આ ચિત્રકારોમાં એક (વરદત્ત નામનો) ચિત્રકાર અનોખો હતો. જેની પાસે દેવનું આપેલું વરદાન હતું. તે મનુષ્યનું સહેજ અંગ જોઈ તેનું સંપૂર્ણ ચિત્ર બનાવી શકતો હતો. તે ચિત્રકારે મૃગાવતી રાણીનો ફક્ત (મુદ્રીકા સહિત) પગનો અંગુઠો જોઈ તેના ઉપરથી રાણીનું આબેહૂબ (યથાર્થ) ચિત્ર આલેખ્યું. ...૩૩૧
છેવટે તેમના નેત્ર આલેખતા પીંછીમાંથી શાહીનું ટીપું રાણીના સુંદર દેહની સાથળ ઉપર પડયું. ચિત્રકારે તે ટીપું ભૂસી નાખ્યું. ત્યાં બીજી વાર પુનઃસાથળ ઉપર શ્યામ રંગની શાહીનું ટીપું. પડયું (તે પણ ભૂસી નાખ્યું. એજ પ્રમાણે ત્રીજી વખત થતાં) ચિત્રકારે વિચાર્યું કે, “મૃગાવતી રાણીના શરીર ઉપર આવું લાઈન હોવું જોઈએ,’ તેવું જાણી ચિત્રકારે બિંદુ રહેવા દીધું.
..૩૩૨ એકવાર શતાનીકરાજા ચિત્રકામ ત્યાં જોવા માટે ત્યાં આવ્યા. મૃગાવતી રાણીનું ચિત્ર જોયું. રાણીના સાથળ ઉપર લાંછન જોઈ રાજાને આંચકો લાગ્યો. મૃગાવતી રાણીના શરીરના ગુપ્ત લાંછનનું આ ચિત્રમાં આલેખન કર્યું છે તેથી ચોક્કસ આ ચિત્રકાર અને રાણી વચ્ચે કોઈ ખાનગી ક્ષેત્રી હશે. ...૩૩૩
શતાનીકરાજા શંકા-કુશંકા સહીત રાણીનું સ્વરૂપવાન ચિત્ર જોવા લાગ્યા. મહારાણીના સાથળ ઉપર રહેલા ચિહ્ન (લાંછન) જોઈ શતાનીકરાજાને ચિત્રકાર ઉપર ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે આવેશમાં આવી સેવકોને આજ્ઞા કરી કે, “આ દુરાચારી ચિત્રકારને પકડી તેને મૃત્યુદંડ આપો કારણકે તેને બીજાની ગુપ્ત વાતો પ્રગટ કરવાનું સૂઝે છે.”
...૩૩૪ તે સમયે બધા ચિત્રકારોએ એકઠાં થઈ રાજાને વિનંતી કરતાં કહ્યું, “પ્રાણદાતા! આ ચિત્રકાર નિરપરાધી છે. તેના હાથમાં એક દેવનું આપેલું વરદાન છે, જેથી તે કોઈ પણ વ્યક્તિનું એક અવયવ જોઈને તેનું પૂર્ણરૂપ બનાવી શકે છે.” રાજાએ અન્ય ચિત્રકારોનું મંતવ્ય સાંભળી તે ચિત્રકારને મૃત્યુદંડમાંથી મુક્ત કર્યો. રાજાએ પોતાની પાસે બોલાવી ચિત્રકારને સત્ય જણાવવા કહ્યું.
...૩૩૫ ચિત્રકારે કહ્યું, “મહારાજ ! મેં અંગૂઠો જોઈ ચિત્ર બનાવ્યું છે. મેં ચિત્રકામ કરતાં જાળિયામાંથી મુદ્રિકા સહિત મૃગાવતી રાણીનો પગનો અંગૂઠો જોયો હતો. યક્ષ પ્રસન્ન થવાથી મેં એક અંગ જોઈને પરિપૂર્ણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org