________________
૩૨૭
સિદ્ધાલયનું શાશ્વત સુખ પામશે. કવિ ઋષભદાસ મહારાજા શ્રેણિક (ભાવિના ભગવાન)ના ચરણે નમસ્કાર કરે છે.
... ૧૮૦૩ દુહા : ૯૪ પાય નમું જિનવર તણઈ, જે શ્રેણિકનો જીવ; ક્ષાયક સમકિત તે રૂઅડું, જેહિં રાખીઉં સદીવ.
... ૧૮૦૪ અર્થ - કવિ કહે છે કે, મહારાજા શ્રેણિકનો આત્મા જે જિનેશ્વર થશે, તેમના ચરણોમાં હું નમસ્કાર કરું છું. સાયિક સમકિત સૌથી શ્રેષ્ઠ છે. એવું શ્રેષ્ઠ કોટિનું સમકિત તેમણે સદા પોતાની પાસે રાખ્યું છે....૧૮૦૪
ઢાળ : ૩૯ અતિશય દુર્લભ - સમ્યગ્દર્શન વિંછિત પૂરણ મનોહર એ દેશી. રાગ : રામગિરિ સુધુ સમકિત જે ધરાઈ, જિન પદવી તે નર વરઈ; સહી તરઈ શ્રેણિક નર વીરનિં પરિ એ.
... ૧૮૦૫ શ્રેણિક રાસ સુણી કરી, રહેયો સમકિત સુધ ધરી; ફરી કરી સમકિત દોહિલું પામીઈ એ.
૧૮૦૬ કરતો કષ્ટ અપારો રે, પણિ નવિ પામઈ પારો રે; સાર એ સમકિત પામિં સુખ વરઈ એ.
. ૧૮૦૭ જયમ શ્રેણિક સુખ પામસઈ, અષ્ટ કરમનિ વામસઈ; વલી હસઈ ત્રણ ભુવનનો નાયકો એ.
... ૧૮૦૮ એ શ્રેણિક નરનો રાસો, જોડતાં પોહતી આસો; વલી વાસો કમલાનો કવિ મંદિરિ એ.
... ૧૮૦૯ અર્થ:- શુદ્ધ (ક્ષાયિક) સમકિત પ્રાપ્ત કરનાર વ્યક્તિને જ તીર્થકરની પદવી પ્રાપ્ત થઈ શકે છે. તેઓ મહાવીર પ્રભુ અને મહારાજા શ્રેણિકની જેમ આ સંસાર પાર કરશે.
.. ૧૮૦૫ હે ભવ્ય જીવો! શ્રેણિક રાસ સાંભળીને પોતાનું સમકિત શુદ્ધ બનાવો. આ સંસાર અટવીમાં પરિભ્રમણ કરતાં સમકિત પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે.
.. ૧૮૦૬ આ જીવ ભલે ખૂબ કષ્ટો સહન કરે, છતાં સમકિત વિના ભવ અટવી પાર ન કરી શકે. શ્રેષ્ઠ એવું સમકિત પામવાથી જીવ શાશ્વત સુખ પ્રદાન કરે છે.
...૧૮૦૭ મહારાજા શ્રેણિક આઠે કર્મોનું વમન કરી, શાશ્વત સુખ પામશે. તેઓ ત્રણ ભુવનના નાયક એવા તીર્થકર ભગવાન થશે.
... ૧૮૦૮ આ મહારાજા શ્રેણિક જેવા ઉત્તમ મહાપુરુષનો રાસ રચતાં મારી આજે આશા પૂર્ણ થઈ છે તેમજ શ્રેણિક રાસ રચતાં મારા ગૃહે લક્ષ્મી દેવીનો વાસ પણ થયો છે. (કવિને ત્રણ લાભ થયા છે. (૧) રાસકૃતિની પૂર્ણાહુતિ (૨) આર્થિક સ્થિતિમાં પણ સુધાર (૩) આધ્યામિક ક્ષેત્રે કર્મ નિર્જરા.) ...૧૮૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org