________________
૩૮૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ'
થઈ જરૂર કુળનું ગૌરવ વધારશે.”
...૨૪૧ માતાએ પુત્રને કહ્યું, “વત્સ! મેં પિયરમાં મહામુશ્કેલીથી કિંમતી કંગન બનાવ્યું છે. તે કંગન રત્નજડિત છે. તે હું કઈ રીતે ભાંગું? પુત્ર! ભીલયુવકને તું અખંડ કંગન આપજે, જેથી તે મણિધર સર્પને છોડી
ઉદાયનકુમારે માતાએ આપેલું કંગન લઈ ભીલયુવકને આપ્યું. રત્નજડિત કંગન જોઈ ભલયુવક અતિ આનંદિત થયો. તેણે મણિધર સર્ષને છોડી મૂક્યો. ઉદાયનકુમાર પણ ત્યાર પછી ત્યાંથી દોડીને જંગલમાં જતો રહ્યો.
. ૨૪૩ દેવલોકનો કોઈ દેવ સર્પનું રૂપ ધારણ કરીને આવ્યો હતો. તેણે ઉદાયનકુમારને “મિત્ર' કહી બોલાવ્યો. દેવે કહ્યું, “મિત્ર! હું તારી જીવદયાની પરીક્ષા કરવા માટે આવ્યો હતો. આ લોકમાં કે પરલોકમાં તારા જેવો અહિંસાપ્રેમી અહીં કોઈ નથી.
..૨૪૪ મિત્ર! હું તારો પૂર્વભવનો મિત્ર છું. તારી પ્રાણીઓ પ્રત્યેની અનુકંપા જોઈ હું તારા ઉપર પ્રસન્ન થયો છું. મારી કૃપાથી તને રાજ્ય મળશે. ભવિષ્યમાં નાના મોટા રાજાઓ- મહારાજાઓ તારા ચરણોમાં નમસ્કાર કરશે
...૨૪૫ તે કિન્નર દેવ પાતાળ લોકમાં રહેતો હતો. તે ઉદાયનકુમારને પાતાળ લોકમાં લઈ ગયો. દેવે (મોટો ધ્વની કરતી) ઘોષવતી વીણા તેમને આપી તેમજ તેમને સમસ્ત સંગીત કળા શીખવી. ...૨૪૬
થોડા સમય સુધી દેવે ઉદાયનકુમારને પોતાને ત્યાં પાતાળ લોકમાં રાખ્યા. સંગીત કળા શીખી લીધા પછી દેવે પુનઃ ઉદાયનકુમારને પોતાના સ્થાને પાછા મૂક્યા. દેવ ત્યાં આવી મૃગાવતી રાણીના ચરણે નમ્યો તેમજ રાણીને નમસ્કાર કરી ખમાવ્યા (ક્ષમા માંગી).
...૨૪૭ દેવે મૃગાવતી રાણીને કહ્યું, “માતા! પાંચ વર્ષ પછી શતાનીકરાજા સાથે તમારું મિલન થશે. ઉદાયનકુમારની યશ-પ્રતિષ્ઠા અને કીર્તિ ખૂબ વધશે. તમારી પ્રભુ મહાવીર સ્વામીના હસ્તે દીક્ષા થશે. તમને મુક્તિપુરીનું રાજ્ય મળશે.
...૨૪૮ માતા! તમને જ્યારે પણ મારું કાર્ય પડે ત્યારે મારું સ્મરણ કરજો.” એ પ્રમાણે કહી સુરરાય ત્યાંથી પાછા વળી પાતાળ લોકમાં ચાલ્યા ગયા. દેવના કથન અનુસાર પાંચ વર્ષ પછી શતાનીકરાજાનો રાણી સાથે મિલાપ થયો. તેની કથા કવિ ઋષભદાસ હવે કહે છે.
.૨૪૯ દુહા : ૧૪ ઉદયન વન ક્રીડા કરે, ભીલ પહંતોઠામ; કંકણ દીધું કામિની, કર પહિરેવા કામ
... ૨૫૦ કંકણ કણ ઢીલો પડવ્ય, મુક્યું નિજ ઘરિમાંહિ; વરસ પાંચ ગયાં પછે, બોલી નારી તાંતિ
• ૨૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org