________________
૩૩૯
આગ જરૂર ચાંપી પરંતુ ચલણા માતાને બચાવી લીધા.
તેમના જીવનમાં કરુણાનો સ્ત્રોત વહેતો હતો. મેતાર્ય મુનિની હત્યા કરનારા સોનીએ જ્યારે સાધુનો વેશ ધારણ કર્યો ત્યારે તેમણે પિતાને તેને દંડ આપવાનો ઈન્કાર કર્યો. તેમણે પાપને ધિક્કાર્યા છે, વ્યક્તિને નહી. સાચો વિરાગી આત્મા સ્વઆત્માના અનંત દોષોનું દર્શન કરી તેનું ઉમૂલન કરે છે પરંતુ પારકાના દોષો પ્રત્યે મૂંગો, બહેરો અને આંધળો બને છે.
પ્રસ્તુત કૃતિમાં કુલદીપક અભયકુમારની બુદ્ધિના ચમત્કાર દેખાય છે.
કથાનક : • ચો.૧ઃ માતા સુનંદાને સ્વમાનભેર પિતા સુધી પહોંચાડી મહારાણી બનાવ્યા. પોતે પણ પ્રખર બુદ્ધિથી મહામંત્રી બન્યા. • ચો.૨ ઃ ચંડપ્રદ્યોતન રાજાને કુનેહ બુદ્ધિથી યુદ્ધ કરતાં અટકાવી અવંતી નગરીમાં પાછા મોકલ્યા • ચો.૩ : વેરની આગથી દાઝી ઉઠેલા ચંડપ્રદ્યોતનરાજાએ ધર્મછલથી અભયકુમારને કેદી બનાવ્યા. આ પ્રસંગમાં અભયકુમારની સાધર્મિકો પ્રત્યેની અનન્ય ભક્તિ અને વાત્સલ્યનાં દર્શન થાય છે. • ચો.૪ થી ૧૪ : અભયકુમારે મેઘાવી બુદ્ધિથી મેળવેલા ચાર વરદાન', ભરબજારમાંથી ચંડપ્રદ્યોતન રાજાને પકડી રાજગૃહી નગરીમાં લાવી અભયકુમારે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. • દુ.૩૭ કૃષ્ણ મહારાજાએ હરિણગમેલી દેવ દ્વારા માતા દેવકીના મનોરથ પૂર્ણ કર્યા તેમ અભયકુમારે મિત્રદેવની સહાયથી અકાળે પંચવર્ણ મેઘની વિકર્ણ કરી ધારિણી માતાની ઈચ્છા પૂર્ણ કરી. • ઢા.ર૭ : મદનસેનાની કથા કહીને માતંગ ચોરને પકડયો. • ચો.૧૬ઃ અદશ્ય બની ભોજન કરનારા રૂપખરા ચોરને પકડયો. • ચો.૧૭ : દિવ્યબોકડા દ્વારા નગરીને ફરતો સુરક્ષા માટે સુવર્ણ કિલ્લો બનાવ્યો. • ઢા.૨૮ ચેલ્લણા રાણીનો દિવ્યહાર પાછો મેળવ્યો. • ચો.૧૮: અપતગંધા નામની રબારીની કન્યા સાથે વિવાહ કરાવ્યા. • ઢા.૨૯ થી ૩૦ કયવનાકુમારને પરિવારજનો સાથે સુભગ મેળાપ કરાવ્યો. • ઢા.૩૧થી ૩૨ રૌહિણેય ચોરને ધર્મ તરફ વાળ્યો. • ચો.૧૯ : સાચા શેઠને સાચા શ્રાવક બનાવ્યા. • ઢા.૩૫ : અભયકુમારની સર્વવિરતિના પંથે પ્રયાણ કરવાની ભાવના પૂર્ણ થઈ.
કાવ્ય ઉન્મેશ : કવિએ સંગીતના વિવિધ રાગો સાથે ઢાળોમાં પ્રચલિત દેશીઓનો પ્રયોગ કર્યો છે. તેમણે વિષય વિભાજન માટે ચોપાઈનો પ્રયોગ કર્યો છે. તેમના કાવ્યમાં ઉપમા, રૂપક, ઉભેક્ષા તેમજ અર્થાત્તર અને વ્યંજનાન્તર અલંકારો વિખરાયેલાં મોતી સમાન છૂટાછવાયા જોવા મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org