________________
૩૫૭
મહારાજા પ્રસેનજિતે પોતાના મોટા પુત્ર શ્રેણિકને રાજ્યનો અધિકારી બનાવ્યો. નવાણુ પુત્રોને અલગ અલગ દેશો આપ્યા. ત્યાર પછી મહારાજાએ સંસારથી નિવૃત થઈ સર્વવિરતિ ધર્મ સ્વીકાર્યો. તેમણે સર્વવ્યાધિઓનો ત્યાગ કર્યો.
...૬૧ હવે રાજકુમાર શ્રેણિક રાજગૃહી નગરીના રાજા બન્યા. તેઓ સુંદર રીતે રાજ્ય કરવા લાગ્યા તેઓ બુદ્ધિશાળી અને ન્યાય સંપન્ન હોવાથી રાજગૃહી નગરીના શણગાર હતા. હવે તેમની પત્ની સુનંદારાણીનો અધિકાર કહું છું.
...૬૨ સુનંદારાણીએ સવા નવ માસે સુખપૂર્વક એક સુંદર બાળકને જન્મ આપ્યો. આ બાળકનું નામ અભયકુમાર રાખ્યું. અભયકુમાર સાત વરસના થયા ત્યારે તેમને ભણવા પાઠશાળામાં મોકલ્યા...૬૩
અભયકુમાર બાળવયમાં ખૂબ પરિશ્રમ કરી પાઠશાળામાં ભણ્યા તેઓ તીવ્ર બુદ્ધિશાળી હતા. તેથી અલ્પ સમયમાં ઘણી વિદ્યાઓ સંપાદન કરી. પાઠશાળામાં ઘણા તોફાની બાળકો હતા. તેમની વચ્ચે ક્યારેક ઝગડો પણ થતો.
એક દિવસ પાઠશાળાના વિદ્યાર્થીઓ વચ્ચે બહુ મોટો વિખવાદ (ઝગડો)થયો. એક તોફાની વિદ્યાર્થીએ મહેણું મારતાં કહ્યું, “અભયકુમારને મારશો નહિ. એ તો નબાપો છે! તેના પિતા નથી (તેની માતા અહીં રહે છે.) તેથી તે અહીં ભણવા આવે છે.
અભયકુમારે રડતાં રડતાં ઘરે જઈ માતાને પૂછયું, “માતા! તમે મને મારા પિતાજી કોણ છે?ક્યાં છે? તે કહો. (માતાએ ધનાવાહ શેઠ તારા પિતા છે તેમ કહ્યું, ત્યારે) બાળકે કહ્યું, “એ તો મારા નાના છે. મારા પિતાજી ક્યાં છે?' (તેઓ મને છોડીને શા માટે ચાલ્યા ગયા છે?')
પુત્રની વાત સાંભળી સુનંદારાણી ઘુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેમને પોતાના પતિની યાદ આવી. તેમના પતિ પરદેશ સંચર્યા હતા. તેઓ પોતાને અત્યંત વ્હાલા હતા.
માતાએ (મન કઠણ કરી પુત્ર ના પ્રશ્નોનું સમાઘાન કરતાં) કહ્યું, “વત્સ! તારા પિતાજી પરદેશી હતા. તેમણે મારી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન થયા બાદ થોડો સમય અહીં રહી ત્યાર પછી તેઓ ચાલ્યા ગયા. તેમણે એક પત્ર મને લખીને આપ્યો છે. પુત્ર! આ પત્ર તેમણે મને તને આપવાનું કહ્યું છે.” ...૬૮
અભયકુમારે પત્ર લઈ ખોલીને વાંચ્યો . પત્ર વાંચતાં જ બુદ્ધિશાળી અભયકુમાર બધું જ સમજી ગયા. તેમણે તરતજ માતાને કહ્યું, “માતા! ચાલો આપણે પિતાજી જ્યાં રહે છે ત્યાં જઈએ. મારા પિતાજી રાજગૃહી નગરીના રાજા છે.” માતા અને પુત્ર બન્નેએ રાજગૃહી નગરી જવાનો નિશ્ચય કર્યો. ....૬૯
તેઓ બન્ને ધનાવાહ શ્રેષ્ઠી અને તેમની પત્ની પાસે આવ્યા. માતા અને પુત્ર બન્નેએ શેઠ શેઠાણીના ચરણ સ્પર્શ કર્યા. તેઓએ રાજગૃહી નગરી તરફ જવા માટે વિદાય માંગી. ત્યારે નેહવશ શેઠાણી પોતાની પુત્રી અને દેહિત્રની વિદાઈના કારણે ગળગળાં થઈ ગયાં.
...૭૦
(૧) ચંદ્રશેખર મ.સા. રચિત “કથા પ્રબોધિકા’ ગ્રંથ માં શ્રેણિકરાજા સુનંદારાણી સાથે ફક્ત એકજ દિવસ રહ્યા હતા. તેવો ઉલ્લેખ જોવા મળે છે. જુઓ પૃ. ૧૬૩.).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org