________________
અંગારવતી રાણીની આ પુત્રી મનમોહક હતી. તે સાગરના આવાસે લક્ષ્મીદેવીની જેમ શોભતી હતી તે જ્યારે યૌવનવયમાં પ્રવેશી ત્યારે ચોસઠ કળા શીખી તેમાં કુશળ બની.
....૨૧૨
(જગતમાં પુત્રથી પણ પુત્રી વધુ વહાલી હોય છે. સુંદર અને વિનયાદિ ગુણોથી યુક્ત) વાસવદત્તાને ચંડપ્રદ્યોતનરાજા પુત્રથી પણ અધિક માનતા હતા. તે સ્ત્રીઓની ચોસઠ કળામાં પ્રવીણ બની. જ્યારે (યોગ્ય ગુરુના અભાવમાં) તેને સંગીત કળાનું જ્ઞાન આવળતું ન હતું ત્યારે તે કળા શીખવા માટે રાજાએ બહુશ્રુત એવા અભયકુમારને પૂછયું.
...૨૧૩
૩૮૧
‘જગતમાં ગાંથર્વ શિક્ષા ભણાવે એવા કોઈ (ગુરુ) વ્યક્તિને તમે જાણો છો ? જ્યારે રાજકુમારી પતિગ્રહે જશે ત્યારે તેને ગાંધર્વ શિક્ષાની જરૂર પડશે’’
...૨૧૪
મહામંત્રી અભયકુમારે કહ્યું, ‘‘ઉદાયનકુમારથી તમારું કાર્ય સિદ્ધ થશે. તેઓ ગાંધર્વકળામાં કુશળ છે. તેઓ જ્યારે ગીત ગાઈ વીણા વાદન કરે છે, ત્યારે વીણાના મધુર નાદથી આકર્ષિત થઈ (લોહચુંબકની જેમ) વનના ગજેન્દ્રો તેમની પાસે ખેંચાઈને આવે છે.
""
...૨૧૫
ઉદાયન રાજાના વીણાના સુરીલા સ્વરોથી કેટલીયે બકરીઓ(ગીતોનો સ્વાદિષ્ટ રસ પીતાં) શિકારીઓના પંજામાં પડે છે. વીરસનું વાદન થતાં શત્રુઓ બખ્તર પહેરી યુદ્ધમાં જવા તૈયાર થાય છે. કેટલાય ચતુર હાથીઓ વીણા વાદનના સ્વરથી શિકારીના પાશમાં બંધાયા છે. ઉદાયનરાજા પાસે મંત્ર મુગ્ધ કરનારી આવી અદ્ભુત કળા છે . તે ગાંધર્વ કળા તેઓ કેવી રીતે શીખ્યા તે હું કહું છું.
...૨૧૬
કૌશાંબી નરેશ શતાનીકરાજાની મૃગાવતી નામની પટરાણી હતી. મૃગાવતીરાણી જ્યારે ગર્ભવતી બન્યા ત્યારે તેમને ત્રીજા માસે એક વિચિત્ર દોહદ જાગ્યો.
...૨૧૭
મૃગાવતીરાણીનો વિચિત્ર દોહદ પૂર્ણ ન થવાથી તેઓ મનમાં ખૂબ દુઃખી થતાં દુર્બળ બન્યાં. શતાનીકરાજાએ રાણીની અવદશા જોઈ વિચાર્યું, ‘આ રાંકડી સ્ત્રી! શા કારણથી આવી દુઃખી – હતાશ દેખાય છે ?’ રાજાના પૂછવાથી રાણીએ પોતાની અભિલાષા બતાવતાં કહ્યું, ‘સ્વામીનાથ ! રુધિર (લોહી)ની વાવ ભરાવો. આ વાવમાં તમે મને પકડી ઝીલાવો'''
...૨૧૮
રાજા શતાનીનક મૃગાવતીરાણીના ગર્ભના ભાવોને વિચારવા લાગ્યા. ‘આ બાળક બળવાન અને પ્રતાપી થશે.’ રાજાએ (મંત્રી યુગંધરના પ્રપંચથી) દોહદ પૂર્તિ માટે રાતા રંગના કસુંબલથી વાવ સંપૂર્ણ ભરાવી. તેમાં મૃગાવતીરાણીએ ગીત ગાતાં આનંદપૂર્વક સ્નાન કર્યું.
...૨૧૯
મૃગાવતીરાણી જ્યારે વાવમાંથી નહાઈને બહાર આવ્યા ત્યારે તેમનું શરીર માંસાના પિંડ જેવું લાલ
(૧) મૃગાવતીની કથા : ‘કથાસારિત્સાગર’ના કથામુખ લંબકના પહેલા તરંગમાં જોવા મળે છે. રાણીના દોહદને પૂર્ણ ક૨વા અળતાના, પતંગ વગેરેના ૨સથી વાવ ભરાવી કારણકે રાજા ઘણો ધાર્મિક હતો. (જુઓ સોમદેવ ભટ્ટ કૃત કથાસારિત્સાગર ખંડ-૧-૯, પૃ. ૧, અનુ. શામજી વાલજી શાસ્ત્રી અને ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. મુંબઈ. ઈ.સ. ૧૯૦૯.) મૃગાવતી ચરિત્ર: કવિ સયમસુંદર એક અધ્યયન. પૃ૯૯ છી૧૦૨. લે. વસંતરાય બી.દવે.
નોંધ :- મૃગાવતી કથાનો ઉપયોગ સોમપ્રભાચાર્ય કૃત ‘કુમારપાળ પ્રતિબોધ’માં થયેલો છે. મૂળ કથામાં ફેરફાર છે. તેમાં શીલરક્ષા વિશે મૃગાવતીનું ઉદાહરણ છે. (શ્રી કુમારપાળ પ્રતિબોધ, પૃ. ૨૩૨,૨૩૩. અનુ. પ્ર. શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, સં. ૧૯૮૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org