________________
૩૬૭
...૧૩૫
...૧૩૯
વિના ઉપશમ ભાવે તેમણે જિનપૂજા કરી.
તેમણે અપવિત્ર દેહે પૂજા ન કરતાં પ્રથમ દેહને સ્નાન વડે નિર્મળ કર્યો. તેમણે જમણા હાથે દીવો કર્યો. ડાબા અંગથી ધૂપમાળા પકડી. તેઓ પ્રેમભર્યા નયને જિનદેવનું સ્વરૂપ નીહાળવા લાગી. ...૧૩૬
તેમણે જિનપૂજા પૂર્ણ કરી ત્રીજી વારની “નિસિહી' શબ્દ દ્વારા ભાવપૂજા કરી. ત્યારપછી તેઓ સાઠ હાથ પાછળ ખસી. તેમણે જિનદેવ સમક્ષ ચૈત્યવંદન કર્યું (ત્રણ નિમિહી, ત્રણ પ્રદક્ષિણા અને ત્રણ પૂજા ઇત્યાદિ દશે ત્રિકો સાચવી) તેમજ માલકોશ રાગમાં જિનસ્તવન સ્તવ્યું.
....૧૩૭ ગણિકાનો કંઠ મધુર હતો. માલકોશ રાગથી વર્ગના દેવ બ્રહ્મા પણ આનંદિત થાય છે. કિન્નરીઓ જાણે મધુર રવરે ગીત ગુંજન કરી રહી હોય તેમ ગણિકા સાથે રહેલી બન્ને સુંદરીઓ પણ ભાવપૂર્વક સ્તવનો માલકોશ રાગમાં ગાતી હતી. તે સમયે અભયકુમાર પણ જિનદેવનાં દર્શન કરવા ચૈત્યમાં આવ્યા. ...૧૩૮
- જિનમંદિરમાં પ્રવેશતાં અભયકુમારનું તે તરફ ધ્યાન ગયું. (મારા પ્રવેશવાથી આ શ્રાવિકાઓને જિનભક્તિમાં ખલેલ થશે એવું વિચારી અભયકુમાર જિનમંદિરનાં દ્વારા પાસે જ ઊભા રહ્યા. કવિ ઋષભદાસ કહે છે કે, તેઓ શ્રાવિકાઓના સુંદર સ્તવનો સાંભળવા લાગ્યા.)
દુહા : ૬ ગાન કરી જવ ઉઠતાં, આવ્યો અભયકુમાર; ઉપશમ ગુણ દેખી કરી, હરખ્યો પુરષ અપાર
.... ૧૪૦ અર્થ - ગણિકા જ્યારે સ્તવન પૂર્ણ કરી (મુક્તશુક્તિ મુદ્રાવડે પ્રણિધાન સ્તુતિ) ચૈત્યવંદના કરી બહારના રંગમંડપમાં આવી ત્યારે અભયકુમાર ત્યાં આવ્યા. શ્રાવિકાના પ્રશમ ગુણ (શાંત સ્વભાવ અને ઉચ્ચભાવના) જોઈ અભયકુમારને અપાર આનંદ થયો. (સુવણ પાત્ર તુલ્ય સાધર્મિકથી અન્ય કોઈ બંધુ નથી.) ...૧૪૦
ઢાલ : ૪ ધર્મછલ ચંદાણિની એ દેશી. રાગ કેદારો, ગોડી પૂછે કવણ દેસ કુણ ગામો, નગર નાયકા બોલી તામો; માલવ દેસ ઉજેણી વાસો, સેગુંજ જઈનંઈ પુરું આસો
... ૧૪૧ પછે અમ્યો લેય્ સંયમ ભારો, માહરા દુખતણો નદી પારો; પરલોકિં પહંતો ભરતારો, મરણ હવો પછી દોય કુમારો
૧. ૧૪૨ દેખાડી વહુરો તિહાં દોયો, નાહાંન પણે રંડાપણ હોય; ઉતરયાં અંગથી સવિ શિણગારો, દેહથી દૂરે સાત ક કારો
• ૧૪૩ અર્થ - અભયકુમારે શ્રાવિક બહેનોને પૂછયું, “(વધર્મી ભગિની !) તમે ક્યા દેશ અને કયા ગામથી આવ્યા છો?” ગણિકાએ કહ્યું, “ધર્મ બંધુ! હું માલવ દેશની ઉજ્જયિની નગરીની રહેવાસી છું. અમે (૧) ધર્મછલ : કથાઓ અને કથા પ્રસંગોઃ પૃ૧૫૧ થી ૧૬૫. (૨) ગણિકાએ કહ્યું, “લોકના ઉદરરૂપી પુરમાં, ભવભ્રમણરૂપી ચતુષ્પથમાં મનુષ્યગતિ રૂપ પોળમાં, જીવ રૂપી જ્ઞાતિની છું.'' (કથારત્ન મંજૂષા, પૃ. ૨૨૮).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org