________________
૩૨૮
દુહા ઃ ૯૫
લછી વસિ તસ મંદિરિ, નહી અલછિનો વાસ;
ઋષભ કહઈ તેણઈ કારણિં, સુણિ શ્રેણિકનો રાસ.
૧૮૧૦
અર્થ :- જેના ઘરે લક્ષ્મી દેવીનો વાસ છે ત્યાં આપોઆપ નિર્ધનતા દૂર થઈ જાય છે. કવિ ઋષભદાસ કહે છે,
તે માટે પણ શ્રેણિક રાસનું શ્રવણ કરો.
... ૧૮૧૦
Jain Education International
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’
ઢાળ : ૮૦ રાસ શ્રવણની મહત્તા લાલ મણી રે એ દેશી.
રાસ સુણો રે, રાસ સુણો રે, સુણતાં ગજરથ અશ્વ મલઈ; રાજ ઋધિ સુખ શાતા અંÄિ, સુણતાં સુર તરુ બારિ ફલઈ. રાસ સુણો રે, રાસ સુણો રે....આંચલી.
મુરિખ પણું જાય હોય પંડિત, વિવેક વિચાર બુધિ સકલ લહઈ; તાન માન રંગ રાગ લહંતો, ગાહા ગાથાનો અરથ કહઈ. અનેક શાસ્ત્ર સુણઈ નર બીજાં, રાસ ન સુણતો રીસ કરી; તે ચતુરાઈ કસી ન પામઈ, જિમ કુંતાર વિના જ કરી. કોકિલ કંઠ હોય તવ પરગટ, જવ આંબાનો મોર ભખઈ; સકલ ભેદ તો લહઈ સગુઢાઈ, સુણઈ રાસ વેલિ ભખઈ. કૂપ નીર પીતાં અતિ દોહલું, સરોવર પાણી સકલ પીઈ; સુગમ રાસ તે સહુ કો સમઝઈ, ૠષભ સુખી જે કાન દીઈ. અર્થ :કવિ ઋષભદાસ કહે છે, હે ભવ્યજીવો ! તમે પ્રેમથી રસપૂર્વક રાસ સાંભળો. શ્રેણિક રાસ સાંભળતાં તમને ગજ, રથ, અશ્વ જેવું પશુધન મળશે. તમારા શરીરે સુખ-શાતા (કુશળ સ્વાસ્થ્ય) થશે. તમારી રિદ્ધિસિદ્ધિ વધશે. તમારા ગૃહે કલ્પવૃક્ષ ફળશે. (સર્વ અભિલાષાઓ પૂર્ણ થશે.)
૧૮૧૫ રા૦
... ૧૮૧૧
રાસ શ્રવણથી મૂર્ખાપણું દૂર થઈ વિદ્વતા પ્રાપ્ત થશે. વિવેક, સુવિચાર અને સત્બુદ્ધિ મળશે. સર્વ સાથે સુમેળ થશે. જીવાત્માને સર્વત્ર માન અને આનંદ પ્રાપ્ત થશે. રાસમાં છંદ અને ગાથાનો અર્થ કહેલો છે.
. ૧૮૧૨
જેમ મહાવત વિનાનો નિરંકુશ હાથી જેમ તેમ ભટકે પરંતુ યોગ્ય માર્ગે ન ચાલે, તેમ કેટલાંક જીવો બીજાં ઘણાં શાસ્ત્રો શ્રવણ કરે છે પરંતુ રાસ સાંભળવાનો રોષ કરે છે. તે ચાતુર્ય પ્રાપ્ત કરી શકતાં નથી. રાસકૃતિમાં છંદ, અલંકારો ઈત્યાદિ આવે છે તેથી બુદ્ધિ પ્રતિભા ખીલે છે.
૧૮૧૩
જ્યારે કોકીલા (પક્ષી) પંચમ સ્વરે ગાય ત્યારે આંબાને(મ્હોર) મોર આવે. તે મોર કોકીલા ખાય, તેમ આ રાસરૂપી વેલીનું ભક્ષણ (મનન) તે જ માણસ કરી શકશે જેને સકલ ભેદ ગૂઢ રીતે જાણ્યાં-માણ્યાં
હોય.
... ૧૮૧૪
For Personal & Private Use Only
૧૮૧૧
૧૮૧૨ રા૦
૧૮૧૩ ૨૨૦
૧૮૧૪ રા૦
...
www.jainelibrary.org