________________
૩૧૭
ઉદાયી રાજાએ પૂર્વે કોઈ એક દેશના રાજા ઉપર ચઢાઈ કરી હતી. તે રાજાનું મૃત્યુ ઉદાયી રાજાના હાથે થયું હતું. તેના પુત્રએ પોતાના પિતાનું વેર વાળવા માટે પડહ રવીકાર્યો. તે ઉદાયી રાજાનું કાસળ કાઢવા ઉજ્જયિની નરેશ ચંડપ્રદ્યોતનને મળ્યો.
.૧૭૩૮ તે અધમ વ્યક્તિએ કહ્યું, “હે રાજનું! ઉદાયી રાજાનો શિરચ્છેદ કરી તેને અહીં લાવીશ. જેથી આપની પ્રતિજ્ઞા પૂર્ણ થશે. તમે મને મારો દેશ પાછો આપી, આપનું વચન પણ પૂર્ણ કરજો.”... ૧૭૩૯
એવું કહી તે (ઉદાયી રાજાને મારવા માટે) ઉભો થઈ ચાલવા લાગ્યો. તે ઉદાયી રાજાની પાસે આવ્યો. તેણે ઉદાયી રાજાને મારવાની અનેક યુક્તિઓ વિચારી પરંતુ તેની કોઈ કરામત સફળ ન થઈ.
... ૧૭૪૦ તે ત્યાં જ રહ્યો. તે દુષ્ટનેકોઈ ઉપાય ન મળ્યો તેથી તે રાજાને મારી ન શક્યો. (ઉદાયી રાજા ધર્મિષ્ઠ છે. તેમના આવાસમાં ગુરુભગવંતો કોઈ પણ જાતની આજ્ઞા વિના આવાગમન કરી શકે છે, એવું જાણી) તેણે અવસરનો લાભ લઈ રાજાને મારવા (દુષ્ટ ભાવના સાથે) દીક્ષા લીધી. તેણે બાર વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. આ વચગાળામાં તે ઉદાયી રાજાને કોઈ રીતે મારી ન શક્યો.
... ૧૭૪૧ શ્રમણ બન્યા છતાં અધમવૃત્તિઓ અને મનનું દુર્થાન ન છૂટયું! (વેશ પરિવર્તન થયો પરંતુ હદય પરિવર્તન ન થયું.) ધિક્કાર છે તે દષ્ટિને જે જિનપ્રભુનાં દર્શન કરીને પાવન થતી નથી! ધિક્કાર છે તે કર્ણને જે જિન વચનોનું શ્રવણ કર્યા છતાં પ્રતિબોધ પામતા નથી. જે જીવ જોવા અને સાંભળવા છતાં બોધ પામતો નથી તેને જળમાં રહેલી માછલી સમાન સમજો.
... ૧૭૪૨ જેમ જળમાં રહેવા છતાં માછલીનાં દેહની દુર્ગધ છોડતી નથી તેમ દુષ્ટ સાધુ (વિનયરન મુનિ)એ પાપબુદ્ધિ કોઈ રીતે વિરમી નહીં. સમજ્યા વિના ઔઘ સંજ્ઞાએ રટણ કરતા પોપટના પાઠ જેવું તે મુનિનું જ્ઞાન હતું. પ્રતિદિન હર સમયે ફક્ત ઉદાયી રાજાને મારવાનું જ ધ્યાન હતું.
... ૧૭૪૩ એક દિવસ સત્યઘોષ મુનિ જેઓ વિનયરન મુનિના ગુરુ હતા; તેઓ ચંપા નગરીમાં શિષ્ય પરિવાર સાથે આવ્યા. તેઓ ત્યાં ચાર્તુમાસ રહ્યા. ઉદાયી રાજા નિત્ય ગુરુ ભગવંતને વંદન કરવા જતા હતા તેમજ જિનકથાનું શ્રવણ કરતા હતા.
.. ૧૭૪૪ તેઓ અહિંસા આદિ પાંચ અણુવ્રતનું શુદ્ધપણે પાલન કરતા હતા. તેઓ કદી પણ જિન ભક્તિ ભૂલતા નહીં. તેઓ દાન આપતા, જિનપૂજા કરતા. તેઓ જિનધર્મના સિદ્ધાંતોને વિશુદ્ધ ભાવે હ્રદયમાં ધારણ કરતા હતા.
... ૧૭૪૫ તેઓ મહારાજા શ્રેણિકની જેમ દઢ સમકિતી હતા તેથી તેમણે પોતાનું કુળ દીપાવ્યું હતું. તેઓ જિનવચનોને નિઃશંકપણે હૃદયે ધારણ કરી પૂર્ણ શ્રદ્ધા કરતા હતા. એક વાર પાખી પર્વતિથિ હોવાથી ઉદાયી રાજાએ પૌષધ વ્રત કરવાની મનમાં ભાવના ભાવી. તેઓ પૌષધ વ્રત આદરવા ગયા. ... ૧૭૪૬
ઉદાયી રાજાએ રાજમહેલમાં એક પૌષધશાળા બનાવી હતી. તેઓ પર્વતિથિએ ત્યાં પૌષધવ્રત કરતા હતા. ઉદાયી રાજા પૌષધવ્રત કરવા પૌષધશાળામાં આવ્યા. તે દિવસે આચાર્ય ભગવંતે ત્યાં આવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org