________________
૨૩૮
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
મહારાજાએ તપાસ કરાવી.) મહામંત્રી અભયકુમાર મહામુનિ બન્યા છે, તેવું સાંભળીને મહારાજા શ્રેણિકને અપાર ચિંતા થઈ ગઈ.
... ૧૨૮૪ મહારાજા શ્રેણિકે દુઃખી હૃદયે નિસાસો નાખતાં કહ્યું, “મારા રાજમહેલમાંથી બુદ્ધિરૂપી અમૂલ્ય રત્ન આજે ચાલ્યું ગયું! તેની બુદ્ધિ વડે નિર્વિનપણે રાજ્ય ચાલતું હતું. દેશ-વિદેશના રાજા-મહારાજાઓ, મહર્ષિઓ અને વર્ગના દેવો પણ જેમની બુદ્ધિ ચાતુર્યની પ્રશંસા કરતા હતા.'
..... ૧૨૮૫ મહારાજા શ્રેણિકે પોતાના બુદ્ધિનિધાન પુત્રનાં કાર્યોનું સ્મરણ કરતાં કહ્યું, “હે વત્સ! નાનપણમાં તું તીવ્ર બુદ્ધિશાળી હતો. તે અનેક કાર્યો કર્યા છે. પ્રથમ તે કૂવામાંથી રાજાની વીંટી કાઢી પહેરી લીધી. ચંડપ્રદ્યોતનરાજાને યુક્તિપૂર્વક લજ્જિત કર્યો અને તેને જાતે પકડી લાવ્યો.
... ૧૨૮૬ તે યુક્તિપૂર્વક ચેડારાજાની દીકરીનાં મારી સાથે વિવાહ કરાવ્યા. તેં ધારિણી રાણીનો વિષમ દોહદ પૂર્ણ કર્યો. તે દેવને પ્રસન્ન કરી અકાળે મેઘ વર્ષા કરી. પુત્ર! સેચનક હસ્તિને પૌષધશાળાના દ્વારે બાંધી તેને વિનમ્ર બનાવ્યો.
... ૧૨૮૭ તે ચેલણારાણીનો ચોરાયેલો દિવ્યહાર પાછો મેળવ્યો. કયવનાકુમારની આશા પૂર્ણ કરી. મેતાર્ય કુમારને તારી બુદ્ધિથી સમજાવ્યો. હે પુત્ર!તેંતારી કુશળ બુદ્ધિ વડે ઘણાં કાર્યો કર્યા છે. .. ૧૨૮૮
- વત્સ! રાયકા (રબારી)ની કન્યાને મારી સાથે પરણાવી. આંબાના ફળની ચોરી કરનાર ચોરને પકડયો. હે બુદ્ધિસાગર! તું ક્યાં ગયો? ચાતક પક્ષી અને મયુર જેમ મેઘની આતુરતાથી રાહ જુએ છે તેમ હું તારી પાછા આવવાની પ્રતીક્ષા કરી રહ્યો છું.
... ૧૨૮૯ હે વત્સ! તે રોહણિયા ચોરને પકડયો. તે નગરજનોને મુનિની નિંદા કરતા રોક્યા. મેં રૂપખરા નામના શ્રેષ્ઠી પાસેથી ન્યાય કરી રત્નો પાછાં મેળવ્યાં.
હે પુત્ર! જેમ પ્રાણ વિના દેહ નિરર્થક છે તેમ તારા વિના આ રાજ્ય નિરર્થક છે. જેમ મનુષ્ય આંખ વિના શોભતો નથી, તેમ પુત્ર! આ રાજમહેલ તારા વિના શોભતો નથી.
... ૧૨૯૧ હે વત્સ! હું આવેશમાં આવી જેમ તેમ નિરર્થક બોલી ગયો. જેમ પતિવ્રતા સ્ત્રી પતિના શબ્દોનું અવળું લેતી નથી તેમ તું પણ એ શબ્દોને હૃદયે ન ધરજે.” મહારાજા શ્રેણિક ખૂબ પશ્ચાતાપ કરવા લાગ્યા. મહારાજા શ્રેણિકનું હૃદય દુઃખથી ભારી બન્યું.
.. ૧ર૯૨ મહારાજા શ્રેણિક શોકાતુર બન્યા. સુનંદા રાણીને પોતાના પુત્ર અભયકુમારની દીક્ષાની વાતની જાણ થઈ. રાણી વિલાપ કરતાં બોલ્યાં, “મારો પુત્ર મને કહ્યા વિના જ જતો રહ્યો!” પુત્રનો વિરહ સહન ન થતાં રાણી ધરતી પર ઢળી પડયાં. તેઓ મૂર્છાગત થયા.
... ૧૨૯૩ શીતળ નીરના છંટકારથી સુનંદા રાણીને શુદ્ધિ વળી. સુનંદા રાણીએ મહારાજાને કહ્યું, “સ્વામી! હું તો સંસારી છું. તેથી મને પુત્રનો મોહ છે પરંતુ મારા બુદ્ધિશાળી પુત્રએ માતા-પિતા આદિ પરિવારના અંતે મોહ છોડી જ દીધો. હું પણ આ સુવિચારને અમલમાં કેમ ન મૂકું?”
... ૧૨૯૪ અભયકુમારની માતા સુનંદાએ પણ પુત્રના પંથનું અનુસરણ કર્યું. તેમણે સંયમ સ્વીકાર કર્યો. તેમણે
..૧૨૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org