________________
૨૪૪
કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ'
સુગ થાય મુઝ અતિ ઘણી, એ તો મિં ન થાય.
... ૧૩૨૯ બા. મોહ ઘણો તુઝ બાપનંઇ, ઉપાડ્યો સુત તિહાંઈ; પર્મ ભરી તુઝ આંગલી, મુકતો મુખમાંહિ.
.. ૧૩૩૦ બા. તુઅ રોતો સુત તિહાં રહયો, હોઈ આંગુલી ટાઢી; પર્અ ચાટઈ તુઝ તાતજી, નવિ આંગુલી કાઢી.
૧૩૩૧ બા. અસ્યો સનેહ તુઝ ઉપરિ, એહવું તિ નવિ થાય; કુમર તાહરા તણી આંગુલી, કાંઈ તિ ન ચટાય.
૩ર બા. સનેહ ઘણો તુઝ તાતનિ, તુઝ આપત રાજ; - ધીરય ખમી નવિ તું સકયો, કરયું એહ તિ કાજ.
... ૧૩૩૩ બા. કોણી કહઈ ગુલ લાડૂઆ, મુનિ મોકલ્યા કાંઈ; બીજા કુમર ખાઈ મોદિકા, ઘાલી ખાંડ તે માંહિં.
... ૧૩૩૪ બા. ઋષભ તિહાં માય સુતનિ કહઈ, એ તો મુઝ અપરાધ; તાનિ નેહ ધરતી સદા, ખવરાવિનિ ખાધ.
.. ૧૩૩પ બા. અર્થ - કોણિકરાજા પાસે “પુત્રનો જન્મ થયો છે' એવી વધામણી લઈ દાસી જ્યારે આવી ત્યારે રાજાએ વધામણી આપવા આવેલી દાસીને હાર, વસ્ત્ર, કંકણ આદિ કિંમતી ભેટથી વિભૂષિત કરી. ... ૧૩૨૦
કોણિકરાજાએ પુત્રનો ભવ્ય રીતે જન્મ મહોત્સવ ઉજવ્યો. રાજાના હૈયે પુત્ર જન્મની ખુશાલીનો અતિ આનંદ હતો. કોણિકરાજાને પોતાના બાળક પ્રત્યે અપાર હેત હતું. રાજા આ બાળક વિના ક્ષણવાર પણ અળગા ન રહી શકતા.
... ૧૩૨૧ એક દિવસ કોણિકરાજા ભોજનકક્ષમાં ભોજન કરતા હતા. તેમના ખોળામાં (ડાબા સાથળ ઉપર)બાળક હતો. અચાનક બાળકે તે સમયે પેશાબ કર્યો. તેના છાંટા થાળીમાં ઉડયા. પુત્ર પ્રત્યેના અતિશય નેહને કારણે કોણિકરાજાએ થાળીમાંથી પેશાબ લૂછી લઈને આનંદિત મને પુનઃ ભોજન કર્યું. (મૂત્રથી આર્ટ બનેલું અન દૂર કરી તેજ થાળીમાં તેઓખાવા લાગ્યા)
... ૧૩૨૨ (કોશિકરાજા ખુશ હતા.) ચેલણા રાણીનું મન પતિના વિયોગથી ખૂબ દુઃખી હતું. કોણિકરાજાએ માતાને કહ્યું, “માતા! તમે સાંભળો. જેમ માછલીને પાણી સાથે અતિશય પ્રીત છે, તેમ મને મારા પુત્ર પ્રત્યે અતિશય સ્નેહ છે.
.. ૧૩ર૩ કવિત, કવિજન, સમુદ્રની છોળો-મોજાં, ગાયનું દૂધ, ઈશુરસ, આંબો, આંખના પલકારા, બાળકોની કાલીઘેલી ભાષા સ્વર્ગલોકમાં મળવી મુશ્કેલ છે.
.. ૧૩૨૪ તે કારણે મને મારો પુત્ર ખૂબ વહાલો છે. તેનું મૂત્ર પણ અશુચિ હોવા છતાં પ્રિયકર છે. મને મારા બાળકની કાલી ઘેલી ભાષા પ્રત્યે અનુરાગ છે. મારા જેટલો પ્રેમ કોઈ પિતાને તેના સંતાન પ્રત્યે ભાગ્યે જ હશે!”
•.. ૧૩૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org