________________
૨૯૯
વરણનાગ સુઘર્મિ સુર થયો, અરુણાભ વિમાન જ માંહિ રે; પુરી ચ્યાર પલ્યોપમ આઉખું, મોક્ષ જાસઈ મહાવદમાંહિ રે. .. ૧૬૪૪ કો. વરણનાગનતુ જે અણસણી, તેહની દેવિં પૂજી દેહ રે;
તેણઈ થાનકિ એક નર આવિઉં, બાલ મિત્ર ઋષભ તેહ રે. ... ૧૬૪૫ કોઇ અર્થ - વરૂણ નાગ શ્રાવક બાણ વાગવાથી ઘાયલ અને શક્તિહીન બન્યા ત્યારે તેઓ પોતાના રથને ફેરવીને રથમુશલ સંગ્રામમાંથી એક બાજુ લઈ ગયા. તેમણે દર્ભનો સંથારો પાથર્યો. તેઓ અતિશય ઉલ્લાસપૂર્વક પૂર્વ દિશા સન્મુખ મુખ કરી સંથારા ઉપર બેઠા.
.. ૧૬૩૪ તેમણે ભગવાન મહાવીર સ્વામીની નમોત્થણંથી રવાના કરી કહ્યું, “હે પ્રભુ! આપ જ્યાં છો ત્યાં રહી મારી વિનંતી સ્વીકારજો. પૂર્વે મેં બાર વ્રત તમારી પાસેથી આદર્યા હતાં, તે વ્રતોને હવે હું આસ્થાને પુનઃ ઉચ્ચારું છું.
.. ૧૬૩૫ હું આજે સર્વ પદાર્થોને વોસિરાવું છું. મેં લીધેલા વ્રતનું ઘણી રીતે ખંડન કર્યું હોય, લક્ષ્ય વિના કર્યું હોય તે સર્વનું આ સમયે આત્મસાક્ષીએ મિચ્છામિ દુક્કડં કરું છું.” (લશ્કરની છાવણીમાં, પ્રહર સમયે) છેલ્લા શ્વાસે તેમણે મસ્તક નમાવી દેહને વોસિરાવી અનશન આદર્યું.”
... ૧૬૩૬ ત્યાર પછી તેમણે હૃદયમાં વાગેલું બાણ સ્વયં પોતાના હાથે કાઢયું તેમજ આલોચના પ્રતિક્રમણ દ્વારા અંતઃકરણમાંથી માયા, નિદાન અને મિથ્યાત્વ રૂપી શલ્યોને દૂર કર્યા. તેમણે પોતાનાં સર્વ પાપોની આલોચના કરતાં કહ્યું, “આ રણસંગ્રામમાં મેં અનેક માનવોને માર્યા છે. ક્રોધના ભાવથી હાથી જેવા અનેક પશુઓને પણ હણ્યા છે.
... ૧૬૩૭ અગ્નિનો નાનો તણખલો પણ અતિશય દુઃખ પ્રદાન કરી શકે તેવી શક્તિ ધરાવે છે તેવી જ રીતે વરુણ (પવન) દેવું (કર્જ) અને કષાય આ ચારે વસ્તુઓ વધતાં ભયંકર હોનારત સર્જાય છે. તેનાથી જીવને ભયંકર નુકશાન થાય છે.
... ૧૬૩૮ અગ્નિ પ્રજવલિત થતાં મનુષ્યનું તન બાળે છે. ઉપરોક્ત ચારે ચરણ મનુષ્યને પ્રાણરહિત બનાવે છે. કર્જ(ઋણ) વધતાં દાસપણું સ્વીકારવું પડે છે. ક્રોધથી અનંતી જન્મ-મરણની શૃંખલાઓ વધે છે.... ૧૬૩૯
હે પ્રભુ! મેં રણસંગ્રામમાં અતિશય ક્રોધ કર્યો છે, તેમજ માન-માયા અને લોભ આ ચારે કષાય પણ વિપુલ પ્રમાણમાં કર્યા છે. આ ચારે કષાયોનો હું આજે (આત્મસાક્ષીએ) ત્યાગ કરું છું. હવે હું ફક્ત જિનેશ્વર ભગવંતનું શરણ ધરું છું.”(શ્રાવકના ત્રીજા મનોરથને તેમણે પૂર્ણ કર્યો.)
.. ૧૬૪૦ વરૂણ-નાગ શ્રાવક સમાધિ મરણે મૃત્યુ પામી દેવલોકમાં દેવ બન્યા. ધર્માનુરાગી દેવોએ ત્યાં મહોત્સવ કર્યો. (આ જોઈને બધાએ અનુમાન કર્યું કે, યુદ્ધભૂમિમાં શૂરવીરતાપૂર્વક મૃત્યુ પામે તે દેવલોકમાં જઈ દેવાંગનાઓને વરે છે. આ લોકવાયકા ત્યારથી જગતમાં પ્રચલિત થઈ.
... ૧૬૪૧ પ્રથમ ગણર શ્રી ગૌત્તમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછયો. શ્રી ભગવતી સૂત્રમાં વરૂણ-નાગ નgઆ શ્રાવકની કથા છે. વળી સાતમા શતકમાં તેમનો અધિકાર છે. ત્યાં નવમો ઉદ્દેશો છે (શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org