________________
૨૯૭
તેણેિ પેહલી ચોટિ રણિ મુકીંઈ, પછઈ હોંસ રહેસઈ મનમાંહિ રે; તેણેિ ખીજીનિ બાણ મેહલીઉં, વરણનાગનિ મારયો ત્યાંહિ રે. ... ૧૬૩૨ કો. વરણનાગિં ધનુષ કરિ ધરી, તેણેિ તાર્યું કરણ પ્રમાણ રે;
સાહમાં સુભટના પ્રાણ લીધા સહી, મારયું હઈડામાં બાણ રે. . ૧૬૩૩ કો. અર્થ :- ચંપાનરેશ કોણિકરાજાએ મસ્તકે સુવર્ણ જડિત મુગટ પહેર્યું હતું. તેમના કાનમાં સુંદર સુવર્ણના કુંડળો હતાં. તેમણે મસ્તકે અમૂલ્ય ચૂડામણિ રત્ન બાંધ્યું તેમજ ગળામાં રત્નનો હાર પહેર્યો. ... ૧૬રર
કોણિક રાજા મહાભડવીર, મહા શૌર્યવાન હતા. તેમની સૌધર્મેન્દ્ર અને ચમરેન્દ્ર દેવો રક્ષા કરતા હતા. કોણિકરાજાએ બે હાથે બાજુબંધ બાંધ્યા હતા. તેમણે મસ્તકે છત્ર ધારણ કર્યું હતું. તેમની કેડમાં સુવર્ણ મેખલા(ઘૂઘરીવાળો કંદોરો) શોભતી હતી. કોણિકરાજાએ સુંદર, રેશમી, શુદ્ધ વસ્ત્રો પહેર્યા હતાં... ૧૬૨૩
કોણિકરાજાએ કેડમાં બાણ રાખવાના ભાથાઓ બાંધ્યા હતા. તેમના હાથમાં લાલ કમાન શોભતી હતી. કોણિકરાજા જ્યારે બાણ દ્વારા નિશાન તાકતા ત્યારે નિશ્ચયથી ઘણા સુભટોનું મૃત્યુ થતું.... ૧૬૨૪
(કોણિકરાજા ભૂતાનંદ ગજ ઉપર બેઠા હતા) સૌધર્મેન્દ્ર દેવ કોણિકરાજાની આગળ બેઠા. (શત્રુપક્ષમાંથી આવતા હથિયારોને) દેવ પોતાના હાથમાં પકડી કવચ બની કોણિકરાજાની સુરક્ષા કરતા હતા. લોઢાનું હથિયાર લઈને કોણિકરાજાની પાછળ ચમરેન્દ્ર દેવ સુરક્ષા કરવા માટે બેઠા. ... ૧૬૨૫
યોદ્ધાઓ રણસંગ્રામમાં ઢણી બની એકબીજા સાથે અથડાવા લાગ્યા. જેમ બે દાંત એકબીજા સાથે વળગ્યા હોય તે કોઈ રીતે છૂટા ન પડે તેમ બને પક્ષના યોદ્ધાઓ એકબીજાની સાથે બાથે વળગ્યા. તેમના દેહના હજારો ટુકડા થવા છતાં તેઓ કોઈ રીતે એકબીજાથી અળગા થતા નહતા. ... ૧૬૨૬
શત્રુપક્ષના ઘણા સુભટો રણભૂમિમાં મૃત્યુ પામ્યા, ત્યારે સૌધર્મેન્દ્ર દેવ રથ લઈ રણભૂમિમાં આવ્યા. આ રથ હાંક્યા વિના દેવી કૃપાથી (પ્રચંડ વેગથી) રણભૂમિમાં ફરતો હતો. આ દેવી રથમાં અશ્વોની કોઈ જરૂર ન હતી.
... ૧૬૨૭ આ દેવી રથ ઉપર એક મૂશળ મૂકેલું હતું. રથના ફરવાથી મુશળ ઉછળીને સુભટોના મસ્તકે પ્રહાર કરતો હતો. પ્રચંડ ઘા વાગતાં અનેક હાથી, ઘોડાઓ અને મનુષ્યોનો કચ્ચરઘાણ થયો. રણભૂમિમાં લોહીનો પ્રવાહ વહેવા માંડયો.
... ૧૬૨૮ વરૂણ-નાગ નzઆ શ્રાવક ચેડારાજાના પક્ષમાં હતા. તેઓ પોતાના સ્વામી માટે યુદ્ધ કરતા હતા. વરૂણ શ્રાવકની સામે પ્રતિરથી રૂપે તેમના જેવો જ શત્રુ પક્ષનો સામંત યુદ્ધ કરવા આવ્યો. ... ૧૬૨૯
તે સામંતનું રૂપ, વય, કળા, બળ બધું જ વરૂણ શ્રાવક જેવું હતું. તેનાં રથ, આભૂષણો, વસ્ત્રો અને ધનુષ્ય બાણ પણ સમાન જ હતાં. તેનાં છત્ર, ચામર અને શસ્ત્રોમાં પણ ઘણી બધી સામ્યતા હતી. તે ચતુર સુભટ સંગ્રામ કરવા વરૂણ-નાગ શ્રાવકની સામે આવ્યો.
... ૧૬૩૦ તેણે વરૂણ-નાગ નzઆ શ્રાવકને યુદ્ધ કરવાનું આહવાન આપતાં કહ્યું કે, “તમે પ્રથમ મારા મસ્તકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org