________________
ઋષભ કહઈ રાઈ સુત તેડીઉં, પેદા કરો તુમે હારો; સાત દિવસમાંહિ હૂં લાવીશ, બોલ્યો અભયકુમાર. અર્થ :- મગધેશ્વર શ્રેણિકનરેશે રાજગૃહી નગરીમાં પહડ વગડાવ્યો. પહડ વગાડનારાઓએ કહ્યું, “જે કોઈ તૂટેલા દિવ્યહારને સાંધી આપશે તેને રાજા લાખો સુવર્ણમુદ્રાઓ આપશે.''
૧૧૫૦ હો.
... ૧૧૩૭
એક વૃદ્ધ ગરીબ મણિયારા (સોની)એ પોતાના પુત્રને બોલાવીને કહ્યું, “બેટા ! (આપણે નિર્ધન છીએ) જો હું હાર પરોવીશ તો મને લાખ સુવર્ણમુદ્રા મળશે. આપણા ઘરમાં સંપત્તિ વઘશે.આપણે શ્રીમંત થઈશું.'’
...
... ૧૧૩૮
પુત્રએ કહ્યું, ‘‘પિતાજી ! જે હાર પરોવશે તેનું અવશ્ય મૃત્યુ થશે, તેની તમને ખબર છે ?’’ પિતાએ કહ્યું, ‘‘વત્સ ! હું વૃદ્ધાસ્થાના ઉંબરે ઊભો છું. હું હવે વધુ વર્ષ સુધી જીવી શકું એવું મારું લાંબું આયુષ્ય નથી.’’ એમ કહી વૃદ્ધ સોની મહારાજા શ્રેણિક પાસે જવા તૈયાર થયો.
૨૧૩
. ૧૧૩૯
તેણે મહારાજા શ્રેણિકને કહ્યું, ‘‘રાજન્ ! તમે મને એક લાખ સુવર્ણમુદ્રાઓ આપો. હું તમને તરત જ દિવ્યહાર સાંધી આપું. તમે ૫૦,૦૦૦ સોનામહોર હમણાં રોકડી આપો. બાકીની ૫૦,૦૦૦ સોનામહોર પછી આપજો.’'
... ૧૧૪૦
(સોનીએ હાર પરોવવાના પ્રયત્ન કર્યા પરંતુ તેમાં સફળતા ન મળી. રત્નના મોતીમાં એક બાજુ છિદ્ર બરાબર હતું પરંતુ બીજી બાજુ છિદ્ર એકદમ સાંકડું હતું તેથી દોરો પરોવાતો ન હતો. વૃદ્ધ સોની અનુભવી અને બુદ્ધશાળી હતો.) સોનીએ દોરાના અગ્રભાગે મધ લગાડયું. મોતીના એક છિદ્રમાં સાકરનો કણ રાખ્યો. મોતીને લાઈનમાં ગોઠવ્યાં. થોડી વારમાં કીડીઓ ઉભરાણી. કીડીઓ મધવાળો દોરો મુખમાં લઈ રત્નના છિદ્રમાં પ્રવેશી.
૧૧૪૧
જેવો હાર પરોવાઈ ગયો તેવો સોનીએ દોરો ખેંચી લીધો. વૃદ્ધ સોનીએ જ્યાં દોરાની ગાંઠ વાળી, ત્યાં તેનું મૃત્યુ થયું. સોની ૫૦,૦૦૦ સોનામહોર લેવાની બાકી હતી, તેના ધ્યાનમાં મૃત્યુ પામી વાનર બન્યો. સોનીના પુત્રએ તે સમયે તે દિવ્યહાર લઈ લીધો.
Jain Education International
...
... ૧૧૪૨
સોનીના પુત્રએ દિવ્ય હાર જઈને મહારાજા શ્રેણિકને સોંપતા બાકીની ૫૦,૦૦૦ સોનામહોરની માંગણી કરી. (મહારાજાનું મન બદલાઈ ગયું) રાજાએ કહ્યું, “જેણે આ દિવ્ય હાર પરોવ્યો છે (તે જ ધનનો સાચો હકદાર હોવાથી) તેને જ ધન આપીશ.'' સોની પુત્ર નિરાશ થઈ ત્યાંથી ચાલ્યો ગયો.
... ૧૧૪૩
મહારાજા શ્રેણિક જેવા વૈભવશાળી રાજાના દિલમાં લોભ પ્રવેશ્યો. પ્રજાજનો રાજાનો વિશ્વાસ કઈ રીતે કરી શકે ? કવિ કહે છે કે, જે વ્યક્તિઓ ધન, સ્ત્રી આદિને જોઈ પણ ચલિત થતા નથી, તેવા સંતોષી વ્યક્તિઓને હું નમસ્કાર કરું છું.
૧૧૪૪
વૃદ્ધ સુવર્ણકાર મૃત્યુ પામી વ્યંતર (વાનર) દેવ થયો. તે ઉદ્યાનમાં પ્રવેશ્યો. તે સમયે માળીએ તેની પત્નીને કહ્યું, ‘“દેવી ! વૃદ્ધ મણિકારે રાજાનો તૂટેલો દિવ્ય હાર પરોવ્યો તેથી શું ફાયદો થયો.’’ ૧૧૪૫ વાનરે માળીના આ શબ્દો સાંભળ્યા. તેને જાતિસ્મરણજ્ઞાન પ્રગટ થયું. તે પોતાના (સોનીના) ઘરે આવ્યો. તેણે પુત્રને અક્ષર લખીને સંકેતપૂર્વક જણાવ્યું કે, ‘‘શું તને રાજાએ ૫૦,૦૦૦ સોનામહોર બાકી હતા
For Personal & Private Use Only
www.jainelibrary.org
...