________________
૨૨૯
•. ૧૨૩૧
કરવા) તેમણે ભગવાન મહાવીર સ્વામીને ફરી પ્રશ્ન પૂછયો, “પરમાત્મા! હમણાં જો પ્રસન્નચંદ્ર મુનિવર કાળધર્મ પામે તો કઈ ગતિમાં જાય?” ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “અનુક્રમે છઠ્ઠી, પાંચમી, ચોથી, ત્રીજી નરકે જાય.'
(ભગવાને ઉત્તર આપતાં આગળ કહ્યું કે, પ્રસન્નચંદ્ર મુનિવરનો આત્મા કાળ કરે તો અનુક્રમે યાવત્ પ્રથમ નરકમાં જાય. ત્યાર પછી અનુક્રમે બીજા, ત્રીજા, યાવતું બારમા દેવલોક અને નવગ્રેવેયકમાં ચડતો ચડતો જાય. નવગ્રેવેયકમાં રોગ કે શોક નથી.
... ૧૨૩૨ મહારાજા શ્રેણિકે થોડી થોડી વારે ફરી ફરીને ભગવાન મહાવીર સ્વામીને પ્રસન્નચંદ્ર મુનિવરની ગતિ પૂછી. ભગવાને હવે તેનો ઉત્તર ચઢતા ક્રમમાં આપ્યો. તેમણે કહ્યું, “મુનિવર હમણાં કાળ કરે તો સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં જાય. તેમને હમણાં જ કેવળજ્ઞાન થશે.” ... ૧ર૩૩
ક્ષણવારમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન થયું. દેવદુંદુભિનો નાદ સંભળાયો. ત્યાં અનેક દેવો પૃથ્વી ઉપર આવ્યા. મહારાજા શ્રેણિકે ભગવાન મહાવીર સ્વામીને કહ્યું, “દેવાધિદેવ! આવાં વિચિત્ર ભાવોની શી વિશેષતા છે, તે પ્રકાશો.”
... ૧૨૩૪ ભગવાને તેમની જિજ્ઞાસા માટે રહસ્યનું ઉદ્દઘાટન કરતાં કહ્યું, “હે રાજનું! પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પોતાના સર્વ કાર્યો સંપન્ન કરી લીધાં છે. એવા પ્રસન્નચંદ્ર મુનિવરની કથા તમે સાંભળો. મુનિવર પૂર્વે પોતાનપુર નગરના રાજા હતા. તેમણે પુત્રને રાજ્ય સોંપી સ્વયં પ્રવજ્યા અંગીકાર કરી. ... ૧ર૩૫
સુમુખ અને દુમુખ નામના રાજાના બે મંત્રીઓ હતા. બંને સગાભાઈઓ હતા. (દુમુખ મિથ્યાદૃષ્ટિ હતો.) પ્રસન્નચંદ્ર રાજાએ સંયમ અંગીકાર કર્યો ત્યારે સુમુખ નામના મંત્રીએ આ કાર્યની ખૂબ પ્રશંસા કરી. તે સ્વભાવે સારો હોવાથી કોઈને અંતરાયભૂત થવા માંગતો ન હતો.
દુમુખ સ્વભાવે દુષ્ટ હતો. પ્રસન્નચંદ્ર રાજર્ષિના આ કાર્યથી તે ખૂબ નારાજ હોવાથી મિથ્યા પ્રલાપ કરવા લાગ્યો. (તેણે રાજાને કહ્યું હતું કે, “તમારો પુત્ર હજુ નાનો છે. તેને આ રીતે એકલો મૂકીને સંયમ ન સ્વીકારો. રાજાનો વૈરાગ્ય દઢ હોવાથી તેમણે કોઈની વાત ન માની.) તેણે કહ્યું, “નાનકડા બાળકને રાજ્ય સોંપી, આ રાજા શું જોઈને અહીંધ્યાનમાં ઊભા રહ્યા છે?
... ૧૨૩૭ બાળક સમજી શત્રુસેનાએ રાજ્યને ઘેરી લીધું છે. શત્રુ રાજા હમણાં બાળકને હરાવી રાજ્ય લઈ લેશે. પ્રસનચંદ્ર રાજા! તમે આ શું કર્યું? તમે તો ક્ષત્રિયોની આબરૂ પર પાણી ફેરવી લીધું છે.”. ૧૨૩૮
પ્રસનચંદ્ર રાજર્ષિએ દુમુખ મંત્રીના મુખેથી આવાં વચનો સાંભળ્યા. તેમનું ધ્યાન ભંગ થયું. પુત્ર પ્રત્યેનો વાત્સલ્યભાવ જાગૃત થતાં તેમણે વિચાર્યું, મારા જીવતાં મારા પુત્રને કયા શત્રુએ વીંટયો છે... ૧ર૩૯
શત્રુ પ્રત્યે ક્રોધરૂપી દાવાનળ પ્રજ્વલિત થયો. તેઓ સંયમની પર્યાયથી પડિવાઈ થયા. પ્રસેનચંદ્ર રાજર્ષિએ હવે ક્રોધના ભાવથી, મનથી શત્રુ સૈન્યના સુભટો સાથે યુદ્ધ શરૂ કર્યું. તેમણે ઉગ્ર હિંસાકારી પરિણામો વડે વિવિધ પ્રકારના શસ્ત્રોથી શત્રુ સૈન્યો ઉપર ઘણાં પ્રહારો કર્યો. ... ૧૨૪૦
તે સમયે રાજર્ષિએ નરકમાં જવા યોગ્ય દલિકો એકત્રિત કર્યા. જેમ જેમ પરિણામોમાં કષાયોની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org