________________
૨૩૦
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
તીવ્રતા આવતી ગઈ તેમ તેમ રાજર્ષિ એક પછી એક નરક નીચે ઉતરતા ગયા. તેમણે મનથી શત્રુઓ ઉપર તીર, તલવારો, કટારી, તોપગોળા જેવા હથિયારો વડે ઘા કર્યા.
... ૧૨૪૧ યુદ્ધના સર્વ હથિયારો વડે યુદ્ધ કર્યા છતાં રાજર્ષિનો ક્રોધ ઉપશાંત ન થયો. છેવટે શત્રુઓને મુખ પર મારવા પોતાનું મુગટ ઉતારવા તેમણે મસ્તકે હાથ મૂક્યો.
. ૧૨૪૨ રાજર્ષિનો હાથ મસ્તકે ગયો ત્યારે તેમણે જાણ્યું કે, “માથે મુગટ નથી પરંતુ માથે મુંડન છે.” હવે રાજર્ષિ જાગૃત થયા. તેમણે વિચાર કર્યો “મેં ભગવતી દીક્ષા અંગીકાર કરી છે. મેં વ્યર્થ શત્રુઓ પ્રત્યે ભયંકર કષાય કર્યા છે. ... ૧૨૪૩
મેં સર્વસ્વનો ત્યાગ કર્યો છે. મેં રાજપાટ, નગર, સર્વ પરિવારજનોને છોડયાં છે. કોનું રાજ્ય? કોનો પુત્ર? મારે એમની સાથે શું સંબંધ? મેં તો આજે સર્વ સંબંધોનો ત્યાગ કર્યો છે.
... ૧૨૪૪ નથી મારા કોઈ શત્રુ કે નથી મારા કોઈ મિત્ર. મારા માટે સુવર્ણ હોય કે માટી હોય બંને સમાન છે. પરિવારજનોએ કાષ્ટની નારી સમાન છે. તેમની પ્રત્યે નથી મને રાગ કે નથી મને દ્વેષ.” ... ૧૨૪૫
આ પ્રમાણે ઉપશમ ભાવની વૃદ્ધિ થતાં મુનિનાં સર્વ કર્મો ક્ષીણ થયાં. તેઓ શુભ ધ્યાનની શ્રેણીએ ચઢયા. ઉત્તરોત્તર વર્ધમાન પરિણામ થતાં તેઓ સર્વ ઘાતી કર્મના પડળોને કાપી કેવળી બન્યા.... ૧૨૪૬
મહારાજા શ્રેણિકને પ્રસનચંદ્ર રાજર્ષિના મનોગત ભાવોની વૃદ્ધિ અને હાનિ સમજાઈ ગઈ. (હીયમાન પરિણામથી દુર્ગતિ મળે છે. વર્ધમાન પરિણામથી સદ્ગતિ મળે છે.) ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં વંદન કરી, બે હાથ જોડી નમસ્કાર કરી મહારાજા શ્રેણિકે પુનઃ એક પ્રશ્ન પૂછયો. ... ૧૨૪૭
ભાવધર્મની શ્રેષ્ઠતા: ‘જીરણ શ્રેષ્ઠી અને અભિનવ શ્રેષ્ઠી જીરણ સેઠ તુમ વંદતો એ, કરત નિમંત્રણ સારતો; ચ્ચાર માસ નઈ પારણઈ એ, લેયો મુઝ ધરિ આહાર તો.
૧ર૪૮ તુમો ગયા અભિનવ ઘરિ એ, હવું પારણું ત્યાહિં તો; જીરણ લાભ કાંઈ હવો એ, મુઝ સંદેહ મનમાંહિદ તો.
.. ૧૨૪૯ વીર કહઈ ઈહલોકનું એ, ફલ હવું અભિનવ સાહિ તો; સોવિન વૃષ્ટિ હવી બારણાઈ એ, દાન તણો મહિમાય તો.
. ૧૨૫૦ જીરણ સેઠ ભાવિ ચઢયો એ, આવઈ જિન હવડાય તો; બાંધિઉં ઊંચું આઉખું એ, ભાવ વડો જગમાંહિ તો.
• ૧૨૫૧ ભાવિ જીંરણ બહુ ચઢયો એ, કેવલ ન્યાય ઉપાંત તો; દુંદુભિ નાદ કાને સુણ્યો એ, તવ રસ ઉછો થાત તો.
•.. ૧રપર તેણઈ કારણિ નૃપ સાંભલો એ, ભાવ વડો સંસારિ તો;
પુત્ર એલાચી કેશરી એ, પોહતો મુગતિ મઝારિતો. (૧) કથાકોશ પ્રકરણમ્ ભા.-૧, પૃ.ર૧૧ થી ર૧૭
.. ૧૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org