________________
૨૨૮
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
••• ૧૨૪
સમભાવ મુનિ ભાવતાં એ, પાડયાં પાતલાં પાપ તો; શુભ ધ્યાનિ ચઢતો ગયો એ, હુઉં કેવલી આપ તો.
••• ૧૨૪૬ સમઝયો શ્રેણિક રાજીઉં એ, વંદ્યા પ્રભુના પાય તો; બેકર જોડી પુછતો એ, પ્રશ્ન એક તેણઈ ઠાય તો.
••• ૧૨૪૭ અર્થ - મહામંત્રી અભયકુમારે જ્યારે જ્યારે દીક્ષાની અનુમતિ માંગી ત્યારે ત્યારે મગધ નરેશ ભંભાસાર શ્રેણિકે તેમને કોઈ પણ રીતે અટકાવીને ના પાડી.
... ૧૨૨૧ બુદ્ધિનિધાન મહામંત્રી અભયકુમારે છેવટે એક દિવસ મહારાજા શ્રેણિકને પૂછ્યું. “પિતાજી ! તમે મને દીક્ષા લેવાની ઈચ્છા થાય તો અનુમતિ ક્યારે આપશો?' મહારાજા શ્રેણિકે કહ્યું, “વત્સ ! હું તને જ્યારે જા, જા' કહું ત્યારે તું જઈને દીક્ષા લેજે.”
અભયકુમારે અનેક પ્રકારના ઉપાયો કર્યા પરંતુ તેમને સફળતા પ્રાપ્ત ન થઈ. એવા સમયમાં ભગવાન મહાવીર સ્વામી રાજગૃહી નગરીના ઉદ્યાનમાં પધાર્યા. ત્યારે તેમને વંદન કરવા મહારાજા શ્રેણિક પણ ગયા.
... ૧૨૨૩ મહારાજા શ્રેણિકે ભગવાનના વંદન કરવા જતાં રસ્તામાં એક પ્રતિમાધારી અણગારને જોયા. તે મુનવિર ધ્યાનસ્થ અવસ્થામાં એક જગ્યાએ ઊભા હતા. તે મુનિવર મેરૂ પર્વતની જેમ સ્થિર અચલ, મૌનપણે, ધ્યાનમાં ઊભા હતા.
તેમને વંદન નમસ્કાર કરી મહારાજા શ્રેણિક ત્યાંથી નીકળ્યા. તેઓ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા. તેમણે ભગવાનને વંદન કરી પ્રેમથી પૂછયું. તેમને મનમાં અત્યંત ઉત્સુકતા હતી. ... ૧રર૫
પ્રભુ! પ્રસનચંદ્ર નામના મુનિ ધ્યાનમાં ઉભા છે. એ મુનિ અચાનક કાળધર્મ પામે તો અત્યારે કયા સ્થાનમાં ઉત્પન્ન થાય?” ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ રાજાને ઉત્તર આપતાં કહ્યું. ... ૧૧ર૬
રાજનું! તમે સાંભળો. જો પ્રસન્નચંદ્ર મુનિવર હમણાં કાળધર્મ પામે તો તે મરીને પ્રથમ નરકમાં જાય. (ત્યાં ભયંકર દુઃખ છે.) નરકમાં આદુઃખથી બચાવનાર કોઈનું શરણ ન મળે.” ... ૧રર૭
થોડીવાર પછી ફરી મહારાજા શ્રેણિકે પૂછયું, “ભગવન્! તે મુનિવર હમણાં કાળધર્મ પામે તો મરીને કઈ ગતિ થાય?' ભગવાન મહાવીર સ્વામી બોલ્યા, “રાજન્ ! હમણાં જ પ્રસન્નચંદ્ર મુનિવર કાળધર્મ પામે તો બીજી નરકમાં નારકી થશે?'
... ૧રર૮ આ પ્રમાણે થોડી થોડી વારે ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછતાં ઉત્તરોત્તર ક્રમથી નરકો વધતી જગઈ. પ્રભુ મહાવીરે ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી નરકે જવાની વાત કરી. ... ૧રર૯
ભગવાન મહાવીર સ્વામીનો આવો જવાબ સાંભળી મહારાજા શ્રેણિકને અચંભો થયો. “આ જિનેશ્વર દેવ શું કહે છે? કાંઈ સમજાતું નથી. આ જરૂર મારા કાનનો દોષ છે કે મને બરાબર સંભળાતું નથી? હું પૂરું કંઈ સમજ્યો નથી.”
... ૧ર૩૦ (મહારાજા શ્રેણિકના ચિત્તમાં સતત પ્રશ્નોની હારમાળા સર્જાણી. પોતાની શંકાઓનું સમાધાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org