________________
૧૬૩
..૮૬ર સો.
..૮૬૩ સો.
લક્ષભાજી બાંભણ મરી જી, નહી સુભ ગતિનો લાગ; પાંચ સાત ભવ તું બકરી જી. હુઉં વનમાંહિ નાગ
૮૬૧ સો. માતા તેહની હાથિણી જી, ધરતિ ગરભ જી વારી; રખે હણે પતી હાથિલજી, કરતી આપ વિચાર જૂથભ્રષ્ટ થઈ હાથિણી જી, ગઈ તાપસનિ રે સંગી; કરી પ્રણામ સંજ્ઞા કરી છે, એક બાલક મુઝ અંગિ તે રહઈ તુમથી જીવતો જી, જો કરો રે સંભાલ; તાપસ કહઈ આવજે જી, રહીનિ પ્રસવે બાલ
...૮૬૪ સો. ઉપગારી પરધન તજઈ જી, નહી પર સ્ત્રીનો રે સંગ; તે થોડા જત્તમાં વલી જી, ન કરઈ યાચના ભંગ
. ૮૬૫ સો. યાચી વસ્ત દઈ તાપણા જી, કરતા પર ઉપગાર; ઋષભ કહઈ નર સાંભલો જી, હસ્તિનો વિસ્તાર
. ૮૬૬ સો. અર્થ :- પૂર્વ ભવમાં નંદીષેણ કુમારના આત્માએ સુપાત્ર દાન આપ્યું હતું. તેથી તેઓ ત્યાંથી મૃત્યુ પામી પુણ્યના યોગે મહારાજા શ્રેણિકને ત્યાં રાજકુમારપણે અવતર્યા. હે ભવ્ય જીવો! આ નંદીષેણ કુમારની કથા તમે સાંભળો.
... ૮૫૦ પૃથ્વીભૂષણ નામના નગરમાં ઘણાં લોકો રહેતાં હતાં. ત્યાં એક મુખપ્રિય નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેણે લક્ષભોજનનું આયોજન કર્યું. આ પ્રસંગે અનેક બ્રાહ્મણો આવ્યા.
..૮૫૧ શ્રેષ્ઠીને કામ કરવા માટે તેમજ સાર સંભાળ કરવા માટે એક મહેનતુ નોકરની જરૂર હતી. તેણે જાહેરાત કરી કરી કે જે, “વ્યક્તિ આવનાર મહેમાનોની મહેમાનગતિ કરશે, તેમજ ભોજન પીરસશે, તેને ઘણું ધન આપીશ.”
... ૮પર એક (ભીમ નામના) ગરીબ વ્યક્તિએ આ કાર્ય કરવા માટે હા પાડી. તેણે કહ્યું, “શ્રેષ્ઠીવર્ય જો આપની અનુમતિ હશે, તો સગા સંબંધી જમી રહ્યા પછી લાડુ અને ખાજા જેવી વધેલી મીઠાઈ હું લઈશ.”(તેનો ઉપયોગ હું મારી મરજી પ્રમાણે કરીશ. શેઠે અનુમતિ આપી.)
...૮૫૩ એવો ઠરાવ કરી તે નોકર બ્રાહ્મણને ત્યાં રહ્યો. તે નિત્ય મહેમાનોનું સારી રીતે સ્વાગત કરતો તેમજ બ્રાહ્મણોને વિધિપૂર્વક પ્રેમથી ભોજન જમાડતો અને બચેલી રસોઈ પોતે લેતો.
...૮૫૪ આ આહાર તે નિત્ય પંચમહાવ્રતધારી અને તપસ્વી શ્રમણોને ગામમાંથી લઈ આવી વહોરાવતો. તે પુણ્યનું કાર્ય કરી મનોમન ખુશ થઈ ખૂબ અનુમોદના કરતો હતો. તે નોકર માનવભવનું આયુષ્ય પૂર્ણ કરી મરીને દેવગતિમાં દેવનો અવતાર પામ્યો.
...૮૫૫ થોડું અન અતિ હર્ષોલ્લાસથી, વિધિપૂર્વક, તપસ્વી સંતો અને મહાત્માઓને વહોરાવીને અનેક જીવો ઋદ્ધિ-સમૃદ્ધિ પામ્યા છે.
...૮૫૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org