________________
૧૮૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
ગણિકા વગર વિચાર્યું ઉતાવળમાં ગમે તેમ બોલી ગઈ. (તેણે મુનિને ચાનક મારી જગાડવા) તેમની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. તેમણે કહ્યું, “મારી પ્રતિજ્ઞા હતી કે જે દિવસે તું મને “જા કહેશે ત્યારે હું આ હવેલી છોડી જતો રહીશ. મારી આ પ્રતિજ્ઞા આજે પૂર્ણ થાય છે.”
...૯૮૬ નંદીષેણ મુનિની ભોગાવલી કર્મોની અવધિ પૂર્ણ થઈ. તેમણે ખીંટીએ રહેલા સંયમના ઉપકરણો ઉતારી તે પહેર્યા. તેઓ ઓઘો લઈ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા. તેમણે સંયમનો પુનઃ રવીકાર કર્યો.(સુવર્ણ પિંજરનું દ્વાર ખૂલી જતાં પોપટ ઉડી ગયો.)
જ્ઞાની વ્યક્તિ કર્મના ઉદયથી પતિત થવા છતાં નિમિત્ત મળતાં પુનઃ જાગૃત થાય છે, જ્યારે મૂર્ખ વ્યક્તિ સમજણના અભાવને કારણે જાગૃત થતાં જ નથી. દોરા સહિતની સોય કચરામાંથી પણ મળી જાય છે પરંતુ દોરા વિનાની સોય કચરામાં ખોવાઈ જાય છે.
...૯૮૮ નંદીષેણ મુનિ જ્ઞાની હતા. તેમણે દુષ્કર સંયમ ગ્રહણ કરી તેનું શુદ્ધપણે આરાધના કર્યું. ઉગ્ર તપશ્ચર્યા કરી, અંતે અનશન કરી તેઓ પ્રથમ સુધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન થયા. ત્યાં તેઓ અપાર સંપત્તિથી સંપન્ન બન્યા.
... ૯૮૯ શ્રેણિક રાસનો આ ત્રીજો ખંડ પૂર્ણ થયો. કવિ ઋષભદાસ કહે છે કે હવે ચોથા ખંડમાં ઘણો સુંદર કથારસ છે.
... ૯૯૦ ૪થો ખંડ
દુહા : ૪૯ નંદીષણ નરની કથા, હુઈ સંપૂરણ સાર; ડાહા વેધક સાંભલ, શ્રેણિકનો અધિકાર
•.. ૯૯૧ અર્થ:- સંયમમાં પરાક્રમી નંદીષેણકુમારની કથા અહીં પૂર્ણ થઈ. હે ડાહ્યા અને ચતુર જીવો! હવે તમે મગધેશ્વર શ્રેણિક રાજાની કથા આગળ સાંભળો.
...૯૯૧ ઢાળ : ૪૦ દુર્દરાંક દેવાગમન - ચાર છીંક
રાગ : અશાવરી સિંધુ શ્રેણિક સૂરતરૂ કંદો રે, આણંદો રે ધુણતા આજ; સામકિત ધારી હોય મહારાજ, જેજની માનઈ હો સુરવર લાજ જોહનિ નામિં હો સીઝઈ કાજ, શ્રેણિક સુરતરૂ કંદોરો. એ આંચલી . ૯૯૨ છે. એક દિન વીર જિPસરુ, આવ્યા રે રાજગૃહીમાંહિ;
સમોસરણ સુર સહી રચઈ, દીઈ દેસના હો બેઠી ત્યાંહિં. ... ૯૯૩ છે. (૧) ગણિકાએ ઘણી વિનંતી કરી માફી માંગી. નાનો પુત્ર નંદીષેણના પગ પાસે ક્રીડા કરતો હતો. માતા-પિતાની વાતચીત સાંભળી પિતાના પગ દોરીથી વીંટાળવા લાગ્યો. તેણે કહ્યું, “પિતાજી હું તમને નહીં જવા દઉં! ' બાળપુત્રના વચન સાંભળી ગણિકાએ દોરાના આંટા જેટલા વર્ષ ઘરમાં રાખ્યા. નંદીષેણ પણ હજી ભોગાવલિ કર્મ બાકી છે તેમ સમજી બીજા સાત વર્ષ, કુલ બાર વર્ષ સંસારમાં રહ્યા. (સંસાર સપના કોઈ નહીં અપના-પૃ.૧૯૭.) (૨-૩) ત્રિ.શ.પુ.ચ., પર્વ-૧૦, સર્ગ-૯, પૃ.૧૬૭ થી ૧૭૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org