________________
તેઓ રોજ જિનવાણીનું શ્રવણ કરાવી સંયમ ધર્મની પ્રભાવના કરતા હતા. તેમણે અનેક આત્માનેએ પ્રતિબોધ્યા હતા. તેમણે નૃત્યકારો, વ્યાભિચારી અને હલકી જાતિના મનુષ્યોને પ્રતિબોધ્યા. ...૯૭૬ તેઓ નિત્ય કોશાના ઘરમાં આવતા દેશ વ્યક્તિઓને પ્રતિબોધિ ભગવાન મહાવીર સ્વામી પાસે
૧૮૫
સંયમિત થવા મોકલતા હતા. આ વ્યક્તિઓ ઉત્કૃષ્ટ ભાવે શુદ્ધ સંયમ અંગીકાર કરતા હતા. (નંદીષેણ મુનિ ચારિત્રથી ભ્રષ્ટ થયા હતા પરંતુ દર્શન-શ્રદ્ધાથી ભ્રષ્ટ થયા ન હતા. )
તેમણે બાર વર્ષમાં તેતાલીસ હજાર અને બસો (૪૩,૨૦૦) થી પણ વધુ વ્યક્તિઓને સંયમની મહત્તા સમજાવી ઉલ્લાસપૂર્વક પ્રતિબોધ્યા. (તેમણે ભીષણ પુરુષાર્થ કરી) તે સર્વને વીર પ્રભુ પાસે મોકલ્યા. તેઓ સર્વેએ સંયમ લઈ આત્માનું કલ્યાણકર્યું.
662***
...૯૭૮
એક દિવસ નંદીષેણ મુનિની ધર્મ સભામાં નવ આત્માઓ બોધ પામ્યા. દસમો ધૂર્ત વ્યક્તિ મળ્યો જે અનેક ઉપાયો કરવા છતાં ન સમજ્યો. તે અનેક કુતર્ક કરી આખરે ઝઘડો કરી ત્યાંથી ભાગ્યો. ૯૭૯ સૂર્યના સહસ્ત્ર કિરણો માથા પરથી ઢળ્યા (અર્થાત્ બે પ્રહર પૂર્ણ થયાં) છતાં (પતિદેવ) નંદીષેણ કુમાર જમવા ન આવ્યા. ત્યારે ગણિકાએ એક પત્ર લખ્યો. તે પત્ર નોકર (પુત્ર) ના હાથમાં આપી જલ્દીથી ભોજન કરવા આવવા માટે આમંત્રણ મોકલ્યું.
...૯૮૦
નંદીષેણકુમારની દશ વ્યક્તિઓની પ્રતિબોધિ પછી જ જમવું એવી પ્રતિજ્ઞા પૂર્ણ ન થવાથી તે જમવા ઉઠયા નહિ. તેમણે નોકરને મધુર વાણીમાં કહ્યું, ‘ દશમો પ્રતિબોધ ન પામે ત્યાં સુધી હું ભોજન ગ્રહણ નહીં કરું.''
...૯૮૧
સેવકના વચનો સાંભળી કોશા ઉતાવળી પતિદેવ પાસે આવી. તેણે શરમ છોડી મજાકમાં કહ્યું, ‘હવે ઉઠો સ્વામી ! તમે રોજ બીજાને પ્રતિબોધો છો, આજે એમ સમજો કે હું પોતે જ દશમો છું.''.. ૯૮૨ ( ‘તેજીને ટકોરો બસ’ એ ન્યાયે તેમનો આત્મા જાગી ગયો.) નંદીષેણકુમાર બગડેલું કાર્ય સુધારવા તરત ઉતાવળા ત્યાંથી ઉઠયા. આજે જ દૂધમાંથી માખણ મેળવવું હોય તો શી રીતે મળી શકે ? (ઉતાવળે આંબા ન પાકે.)
...૯૮૩
મનુષ્યએ અવસર જોઈને એકાએક સારાં શબ્દો બોલવાં જોઈએ. અવસર વિના ગમે તેમ બોલનારને લોકો મૂઢ-ગમાર કહે છે.
...૯૮૪
સમજ્યા વિના પોપટીયા જ્ઞાનથી ક્યારેક નુકસાન થાય છે. (પોપટ ‘બિલાડી આવે ત્યારે ઉડી જવું એવો જાપ કરતો રહ્યો પરંતુ જ્યારે ખરેખર બિલાડી આવી ત્યારે પોતે ઉડચો જ નહીં તેથી બિલાડીએ તેનું ભક્ષણ કર્યું’) એક મૂર્ખાએ ક્યાંક સાંભળ્યું કે, ‘‘હરડેનો આહાર ખાવાથી નિરોગી રહેવાય. તે નિત્ય હરડે લેતો તેથી દિવસમાં બે-ચાર વાર સ્થંડિલે જવું પડતું.તેને ઝાડા થવાથી અસક્તિથી રોગ થયો.’’... ૯૮૫
Jain Education International
(૧) નંદીષેણની દિનચર્યા ઃ તેઓ સવારે પ્રતિક્રમણ, દશ વ્યક્તિઓને પ્રતિબોધ પમાડવા, ત્યાર પછી ભોજન, આરામ, હળવો વાર્તા વિનોદ, શાસ્ત્ર સ્વાધ્યાય, સાંજનું પ્રતિક્રમણ, બાર ભાવનાઓનું ચિંતન કરતાં કરતાં નિદ્રાવશ થતા. કામલતા નંદીષેણની
પ્રિયતમા બની.
(૨) કામલતાએ પુત્ર દ્વારા પતિને જમવા બોલાવ્યા. (સંસાર સપના કોઈ નહિ અપના, પૃ.૧૯૬)
For Personal & Private Use Only
www.jainelibrary.org