________________
ત્યારે કૌશાંબી નગરી ઉપર અચાનક સંકટ આવી પડયું.
૧૦૨૪
ચંપાનગરીના દધિવાહન રાજા અચાનક આક્રમણ કરવા કૌશાંબી નગરી તરફ આવ્યા. તેમણે નગરને ચારે બાજુથી ઘેરી લીધું. કૌશાંબીના શતાનીક રાજાએ નગરના દરવાજાઓ બંધ કરાવી દીધાં. તેઓ કિલ્લામાં જ રહ્યા.
૧૦૨૫
(દધિવાહન રાજા ઘણાં દિવસો સુધી કિલ્લાને ઘેરીને જ રહ્યા.) તેવામાં વર્ષાઋતુની મૌસમ આવી. ભોજન સામગ્રી ખૂટતાં દધિવાહન રાજા પાછા ફર્યા. ધીમે ધીમે સૈન્ય પણ નિરાશ થઈ પાછું વળ્યું. દધિવાહન રાજા એક સરોવરના કિનારે રહ્યા.
૧૦૨૬
એક દિવસ સેડુક બ્રાહ્મણ (પુષ્પો અને ફળો લેવા) સરોવરના કિનારે ગયો. ત્યાં તેણે શત્રુ સૈન્યને પાછું જતાં જોયું. તેણે શતાનીક રાજા પાસે જઈ વિનંતી કરતાં કહ્યું, ‘“મહારાજ ! દધિવાહન રાજાના હતાશ સૈન્યને પાછળથી લપડાક મારી પરાજિત કરવાનો આ સુવર્ણ અવસર છે.
...૧૦૨૭
રાજન્ ! મારું કહ્યું માનો, આવી તક નહીં મળે. શત્રુઓ પાછાં જઈ રહ્યાં છે. તમે તેનો પીછો કરો. તેમની પાસે અલ્પ પ્રમાણમાં લશ્કર છે. તેઓ જરૂર અચાનક આક્રમણથી ડરીને ભાગી જશે.’’... ૧૦૨૮ ‘આ તક ઉત્તમ છે’, એવો દીર્ઘ વિચાર કરી શતાનીક રાજાએ સેડુક બ્રાહ્મણની સલાહ માની. કવિ કહે છે કે, ધર્મના કાર્યો પ્રારંભ કરવા માટે વિચાર કરો પરંતુ ધર્મ કાર્યો કરવાનું પ્રારંભ કરો પછી ક્ષણવાર પણ વિલંબ ન કરો.
૧૦૨૯
ગર્વ-અભિમાન, અગ્નિ અને મૃત્યુ આવે ત્યારે તેને દૂર કરવા પ્રબળ પ્રયત્ન કરો. જ્ઞાન પ્રાપ્ત કરવામાં સહેજ પણ વિલંબ-આળસ ન કરો. અગ્નિ, રોગ, કન્યાની ઊંચાઈ, સુવચનો અને તપ ક્યારે વધે (ફેલાય, વિસ્તરે) છે; તે નિશ્ચિત નથી.
... ૧૦૩૦
તેમ રાજા ક્યારે અને ક્યાં પ્રસન્ન થશે ? તે સ્થાન નિશ્ચિત નથી. શત્રુનો સંહાર કરવા માટે તત્ક્ષણ તૈયાર થવું જોઈએ. ત્યાં વિલંબ ન કરાય.
... ૧૦૩૧
કૌશાંબી નરેશ શતાનીક પોતાના સૈન્ય સાથે ચઢાઈ કરવા નીકળ્યા. તેમણે ચંપાનગરીના દધિવાહન રાજાના સૈન્યનો પીછો કર્યો. શતાનીક રાજાનું શૂરાતન જોઈ ચંપાનગરીનું સૈન્ય અહીં તહીં ભાગવા માંડયું. ચંપાનરેશ દધિવાહન પલાયન થઈ ગયા.
... ૧૦૩૨
કવિ ઋષભદાસ કહે છે કે, કદી દુર્બળ-નબળા રાજાને જોઈ કોઈ મનમાં અભિમાન ન કરશો. હું સર્વથી શ્રેષ્ઠ-બળવાન છું; એવું મૂર્ખ પ્રાણીઓ જ માને છે.
૧૯૩
Jain Education International
...
૧૦૩૩
કુંડલીઉં – કવિ કહે છે કે, ‘‘હે વાદળ ! તું મનમાં મોટાઈ ધારણ ન કરીશ કે મારાં પસાયથી મેઘ વરસે છે કારણ કે સમુદ્ર કહે છે કે મારાં પાણીની વરાળ ઉપર (આકાશમાં) ગઈ તેથી વાદળ બંધાયા, માટે પાણી તો મેં જ આપ્યું છે ; જેથી તું વરસે છે.’’ હવે સમુદ્રને ઉદ્દેશીને કવિ ઋષભદાસ કહે છે કે,‘હે સમુદ્ર ! તું પણ મિથ્યા અભિમાન કરે છે. તને તો અગત્સ્ય ઋષિ આખોને આખો પી ગયા છે, તેથી ચાંગળું જેટલું પાણી રહ્યું. વળી દેવોએ તારું મંથન કર્યું. તેમાંથી અમૃત નીકળ્યું. તે દેવલોકમાં દેવો લઈ ગયા. તું આકાશ વિના ક્યાં
For Personal & Private Use Only
...
www.jainelibrary.org