________________
૧૯૭
કવિ ઋષભદાસ કહે છે કે, એક આંખવાળાને લોચન ન મળવાથી કોઈ તેને કાણો' કહે તે તેના હૃદયને ખેંચે છે, તેમ લોક લજ્જાનો ત્યાગ કરનારી કેટલીક સ્ત્રીઓના ચરિત્ર ઈતિહાસના પાને ખટકે છે. ... ૧૦૪૪
જગતમાં જે વ્યક્તિઓ સ્ત્રીનો અતિશય વિશ્વાસ કરે છે, તેનાં સઘળાં મનોરથો (કાર્યો) નિષ્ફળ જાય છે. સેતુક બ્રાહ્મણે પોતાની પત્ની સાથે “રાજા પાસેથી શું માંગવું?' એ વિશે મંત્રણા-વાતચીત કરી. બ્રાહ્મણીએ ખૂબ વિચાર કરી પોતાના પતિ સમક્ષ કહ્યું.
... ૧૦૪૫ હે સ્વામી! રખે, તમે અધિકાર કાંઈ માંગતા. તમે અધિકાર માંગશો તો તમને પળભરની પણ નવરાશ નહીં મળે. દરેક ઘરે (આપણું પેટ ભરાય તેટલું સારું) પ્રતિદિન ભોજન અને દક્ષિણામાં એક સુવર્ણ મળે એવું માંગી લેજો.”
... ૧૦૪૬ સેતુક બ્રાહ્મણ મૂર્ખ હતો. તેણે પત્નીના વચનો પર વિશ્વાસ કર્યો. તે રાજા પાસે પહોંચ્યો. તેણે કહ્યું, “રાજનું! મને દક્ષિણા અને ભોજન મળે તેવી વ્યવસ્થા કરો. તમારા રાજ્યમાં જેટલાં ઘરો છે ત્યાંથી હું ભોજન અને દક્ષિણા લઈશ.”(ગાગર સાગરમાં જાય તો પોતાની યોગ્યતા પ્રમાણે જળ મેળવે છે.) ... ૧૦૪૭
રાજા બ્રાહ્મણની મૂર્ખતા પર હસ્યા. રાજાએ કહ્યું, “વિખ!તે માંગીને શું માંગ્યું? દેશ, ગામ, નગર કે રાજ્ય માંગવું હતું?” બ્રાહ્મણે કહ્યું “રાજનું! મારી પત્નીએ મને અધિકાર લેવાની ના પાડી છે તેથી મારા માટે ભોજન જ શ્રેષ્ઠ છે.”
... ૧૦૪૮ - હવે સેતુક બ્રાહ્મણ નિત્ય આમંત્રિત ઘરે જઈ ઠાંસીઠાંસીને ભોજન કરતો તેમજ રોજ સોનામહોર મળતી તે પત્નીને આપતો. સેડૂકની પત્ની ખૂબ લોભી હતી. તેણે વિચાર્યું. “જો પતિદેવ નિત્ય એકથી વધુ ઘેર જમે તો વધુ સોનામહોર મળશે અને તેથી ઘરમાં સંપત્તિ વધશે.'
... ૧૦૪૯ બ્રાહ્મણીએ પોતાના પતિને આ વાત કહી. સેડુક બ્રાહ્મણ સ્ત્રીના કહ્યા પ્રમાણે નિત્ય ઘણાં ઘરોમાં જઈ જમવા લાગ્યો. તેમ કરવાથી તેના ઘરે સોનામહોરોની વૃદ્ધિ થઈ પરંતુ નિત્ય વધુ ખોરાક ખાવાથી અજીર્ણ થતાં તેનો દેહ વણસી ગયો.તેને (ત્વચાદુષિત થવાથી) કુષ્ઠ રોગ થયો.
.. ૧૦૫૦ નગરજનોએ સંપર્કથી રોગ ફેલાશે તેવા હેતુથી તેને આમંત્રણ આપવાનું બંધ કર્યું) નગરજનોએ તેને અટકાવતાં કહયું, “તમે અમારા ઘરના દ્વારે ન આવશો. તમે તમારા પુત્રને ભોજન કરવા મોકલજો. અમે તેને ભોજન સાથે સોનામહોર આપશું.”
... ૧૦૫૧ પુત્રવધૂએ વિચાર્યું, ‘આ કુષ્ઠ રોગીની સાથે રહેવું યોગ્ય નથી. તેમની સંગતિથી આપણને પણ રોગ થવાની સંભાવના છે. આ પ્રમાણે વિચારી પુત્રએ ઘરની બાજુમાં જ બીજું ઘર બનાવ્યું. ત્યાં કોઢિયા (કુષ્ઠ રોગી)નો ખાટલો રાખ્યો. (પુત્રવધૂઓ જુગુપ્સાપૂર્વક ખવડાવતી અને મોટું વાંકું કરી ઘૂંકતી હતી પુત્રો પણ તેની આજ્ઞા માનતા નહતા.)
... ૧૦પર સેતુક બ્રાહ્મણ કુષ્ઠ રોગની વેદનાથી કણસતો હતો. તે પીડાથી બૂમો પાડતો હતો પરંતુ ઘરનાં સભ્યો તેની દેખભાળ કરતાં ન હતાં. તેણે વિચાર્યું, “મેં પુત્રોને શ્રીમંત બનાવ્યા પરંતુ પરિવારજનો મારી સેવા નથી કરતા માટે હવે હું તેમને દુઃખી કરું (તેણે પુત્રને કહ્યું, “હું મૃત્યુ પૂર્વે આપણી કુળપરંપરા પ્રમાણે એક મંત્રેલો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org