________________
૧૯૪
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ”
રહીશ? માટે બધે ભાગ્ય બળવાન છે. ફોગટ અભિમાન મનમાં ન કરવું.”
... ૧૦૩૪ દુહા : પર પીલ વંકા નવિ ચાલીઉ, વંકાં લાગઈ ખોડિ; વંકાનિ ચુકાં મિલઈ, જાય જોબન ત્રોડિ.
... ૧૦૩૫ અર્થ - પ્રિયતમ! વાંકા ન ચાલવું. વાંકા ચાલવાથી હંમેશાં ખોડ (ક્ષતિ) વાળા હોય તેવું લાગે છે. જો વાંકાને ચૂંકો (ભૂલ ભરેલો, ખામીવાળો, માર્ગ ભૂલેલો) મળી જાય તો તેનું આખું યૌવન તૂટી જાય છે, ઝૂરતા પસાર થાય છે. તેના કરતાં સીધા ચાલવું.
... ૧૦૩૫ ઢાળ ઃ ૪૩ ભાગ્યહીન સેડુક
ઉલાલાની એ દેશી. શતાનિક જીતીનિ આવ્યો, વિપ્રનિંવેગિં બોલાવ્યો; માગિ સેડૂક તુઠો નાથો, વાવરિ જીભનિ હાથો.
... ૧૦૩૬ પણિ સેડૂક નિર ભાગ્યો, નાવઈ માગતાં લાગ્યો; કહઈ નૃપનિ અવધારો, કરૂં ઘરિ જઈ વિચારો.
... ૧૦૩૭ પછઈ આવું તુમ પાસ્યો, પૂરજ્યો મન તણી આસો; ઋષભ કહઈ ઘરિ આવી, વિપ્રીં નારિ બોલાવી.
... ૧૦૩૮ અર્થ - કૌશાંબીના શતાનીક રાજા વિજય મેળવી પાછા આવ્યા. તેમણે સેતુક બ્રાહ્મણને જલ્દીથી રાજદરબારમાં બોલાવ્યો. શતાનીક રાજા બ્રાહ્મણ ઉપર પ્રસન્ન થયા. તેણે રાજાને યોગ્ય સલાહ આપી મદદ કરી તેથી રાજાએ તેને ઈચ્છિત વરદાન માંગવાનું કહ્યું.
.. ૧૦૩૬ સેતુક બ્રાહ્મણ દુર્ભાગ્યશાળી હતો. તેણે ખૂબ વિચાર કર્યો. પરંતુ તેને પ્રસંગે માંગતા ન આવડવું. તેણે અંતે વિચાર કરીને કહ્યું, “રાજનું! હું ઘરે જઈ (પત્નીને પૂછી) વિચારીને પછી તમને કહીશ.... ૧૦૩૭
હું ત્યાર પછી તમારી પાસે આવીશ. તમે મારા મનની અભિલાષા પૂર્ણ કરજો. (રાજનું!તે માટે મને થોડી મુદત આપો.) સેતુક બ્રાહ્મણ રાજાની આજ્ઞા મળતાં ઘરે આવ્યો. કવિ ત્રઋષભદાસ કહે છે કે, બ્રાહ્મણે ઘરે જઈ(સલાહ લેવા) પોતાની પત્નીને બોલાવી.
... ૧૦૩૮ દુહા : પ૩ વિપ્ર કહઈ નારી સુણો, તુઠો નરપતિ આજ; ગજ રથ ઘોડા આપતો, દેતો પ્રથવી રાજ.
•.. ૧૦૩૯ નારી મનસ્ય ચિંતવઈ, નર વાવ્યો દુખ દેએ; સ્ત્રી ઘર મંત્રી પાછિલા, તે સિર સહી પડે.
... ૧૦૪૦. અર્થ - સંડુક બ્રાહ્મણે કહ્યું, “દેવી! મારા ઉપર આજે મહારાજા પ્રસન્ન થયા છે. તેઓ મને હાથી, ઘોડા અને રથ બક્ષીસમાં આપતા હતા. મેં તે ન લીધાં.) તેઓ મને તેમના રાજ્યમાંથી એક દેશ ભેટમાં આપતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org