________________
૧૬૧
બુદ્ધિને પરિણામિકીબુદ્ધિ કહેવાય. અભયકુમાર આ પ્રકારની બુદ્ધિથી સંપન્ન હતા. ...૮૩૮
વિધિ(બ્રહ્મા)એ એક મુનિને પૂછ્યું, “મનુષ્ય જન્મનાં સ્થાનનો સ્વાદ કેવો?' મુનિએ કહ્યું, “તે શરીર પાસેથી કામ લેતાં ન આવડે તો કડવો રવાદ જાણવો. કડવો જાણ્યા પછી પણ એનાથી જ મુક્તિ મળે છે. આ રીતે મુનિએ જીવોનો સંદેહ દૂર કર્યો. આ તાત્કાલિક જવાબતે ઔયાતિકી બુદ્ધિ છે...૮૩૯
વૈનાયિકી બુદ્ધિનો માલિક બધી વાત જોયા વિના કહી શકે છે. બે શિષ્ય ભણતાં હતાં. તેમાંથી એક શિષ્ય કહ્યું, “આગળહાથિણી જાય છે. તે ડાબી આંખે આંધળી છે. તેનાં ઉપર રાણી બેઠેલી છે....૮૪૦
તે રાણી ગર્ભવતી છે. તે પુત્રને જન્મ આપશે. તે કુંવર કોઢી હશે.” આવું તે કેવી રીતે જાણ્યું. તેણે કહ્યું, “હાથિણી મૂતરી હતી કેમકે તેનાં રેલા નીકળ્યાં હતાં તે હાથી કરતાં જુદાં હતાં. ...૮૪૧
વળી ડાબી બાજુ જે પત્તાવાળી વાડી હતી, તે એમ જ રહી (જમણી બાજુનાં પત્તા ખાધેલાં) તેથી જાણ્યું કે તે ડાબી આંખે આંધળી હશે. વળી સ્ત્રીએ તેનાં ખભા ઉપર લાલ વસ્ત્ર નાંખેલ છે. (સ્ત્રીએ લાલ સાડી પહેરી છે.)
...૮૪ર રસ્તામાં કાંટાવાળા નાના વૃક્ષ ઉપર રાતા તાંતણા હતાં. સાડીનો છેડો ભરાવવાથી ત્યાં તાંતણા લાગેલાં હતાં. વળી જ્યારે તે લઘુશંકા કરીને ઉઠી ત્યારે તે બે હાથે થંભી દીધી હતી. તેથી નજીકમાં જ પ્રસવ કરશે અને માર્ગમાં તે થોડીવાર ચાલી ત્યારે જમણો પગ રેતીમાં ઊંડો ગયો હતો તેથી તે પુત્રને જન્મ આપશે તેમ કહ્યું.” આ બધી વાત સાચી નીકળી.
..૮૪૩ હવે પારિણામિકી બુદ્ધિનું દૃષ્ટાંત સાંભળો. એકવાર સૂતરનો દડો લાવીને તેના ઉપર મીણ ચોપડવામાં આવ્યું, જેથી તેનો છેડો જડે નહીં. ત્યાર પછી છેડો શોધવા કહ્યું. ઉષ્ણ જલમાં તે દડો નાંખીને સ્ટેજ છેડો ઊંચો થતાં છેડો શોધી કાઢયો.
..૮૪૪ એક વખત બંને બાજુથી છોલીને પાતળો કરેલો વાંસ લાવીને પૂછવામાં આવ્યું કે, “આનો છેડો ક્યાં છે?” તે એક જાણ પુરુષને લઈને નદીએ ગયો અને નદીમાં તે વાંસ ઊભો રાખ્યો. જે બાજુ વાંસ નમે તે તેનો છેડો (નીચેનો ભાગ) છે; એવું જાણવું.
...૮૪૫ અભયકુમારે દડાને ગરમ પાણીમાં બોળ્યો. ગરમીના કારણે મીણ ઓગળી ગયું. મીણ દૂર થતાં દડામાં સૂત્રનો છેડો મળી ગયો. હવે કાર્મિકી બુદ્ધિ વિશે સાંભળો. તેમાં રત્નનો અધિકાર કહ્યો છે.... ૮૪૬
એક શેઠે વિશ્વાસુ(મિત્ર) નોકર સાથે ચાર રત્નો ઘરે મોકલ્યાં. રત્ન લાવનાર નોકરની દાનત બગડી. તેણે અસલી રત્નાહારને બદલે બનાવટી રત્નહાર શેઠને ત્યાં આપ્યો. થોડા દિવસ પછી શેઠે તેને પૂછ્યું, “મેં તને રત્નાહાર આપ્યો હતો તે ઘરે મોકલ્યો કે નહીં? તે રત્નાહાર ક્યાં છે?” ...૮૪૭
નોકરે કહ્યું, “મેં તો રહાર ઘરે આપી દીધો છે. તમે મને ખોટાં શા માટે ગૂંચવો છો?” (શેઠે જોયું કે રનહાર બનાવટી છે. હવે સાચા ખોટાનો નિર્ણય શી રીતે થાય? શેઠ અભયકુમાર પાસે આવ્યા. અભયકુમારે રનો પાછાં મેળવવાં યુક્તિ કરી.) તેમણે લોટની કણક બનાવી થાળીમાં રત્નોની આસપાસ મૂકી. જો રત્ન સાચા હશે તો પક્ષી તેનાથી દૂર રહેશે. ખોટાં હશે તો કણેકની ગોળીઓ ખાઈ જશે. પક્ષીઓ તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org