________________
૧૬૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
તો એહનિ આપણ દુખ દીજઈ, જન્મ લગિં સંભારઈ રે;
ઋષભ કહઈ હવઈ તાપસ સઘલા, કેહી પરિ બુધિ વિચારઈ રે. ... ૮૮૧ એ. અર્થ:- હાથિણી તાપસોના વચનો સંભળી ખુશ થતી ત્યાંથી પાછી વળી પોતાના ટોળામાં આવી મળી ગઈ. હાથી-હાથિણીઓનું જૂથ નિત્ય જંગલમાં ચરવા માટે જતું ત્યારે હાથિણી તેમની સાથે ચાલવાનું ટાળતી. ૮૬૮
તે ધીરે ધીરે લંગડી ચાલી ટોળા (જૂથ)ની પાછળ રહી પતિને છેતરતી હતી. હાથિણી હળવે હળવે ચાલી કેટલાક દિવસે હાથીને મળતી. (હાથીના પૂછવા પર તે કહેતી કે મને પગમાં વાગી ગયું છે. તેથી જલ્દી ચલાતું નથી. ધીરે ધીરે ચાલવાથી હું મોડી આવી. ચૂથપતિને તેના પર શંકા ન ગઈ.) તેમ કરતાં પ્રસવ સમય નજીક આવ્યો.
...૮૬૯ (તાપસોના આશ્રમની પાછળ સઘન વટ-વૃક્ષોનું ઝુંડ હતું. આ સ્થળ સુરક્ષિત હતું.) હાથિણી તાપસીના આશ્રમની આસપાસ રહેવા લાગી. તેણે અષ્ટમીના દિવસે પોતાના બાળકને જન્મ આપ્યો. ગજરાજને (ચૂથપતિ) કોઈ વાતની ખબર ન પડી. હાથિણીએ સરોવરમાં જઈ પોતાનું શરીર સાફ કર્યું. ત્યારપછી હાથિણી પુનઃજૂથમાં આવી મળી ગઈ.
... ૮૭૦ તાપસી નિત્ય હાથીના શાવકને (બચ્ચા) પર્ણશાળામાં લઈ જતા. તેઓ બાળકની જેમ તેનું જતન કરતા હતા. તાપસોએ તેને પુત્રની જેમ ઉછેર્યો. તેને વિવિધ સ્થળોએ ફરવા લઈ જતા. ...૮૭૧
તાપસો તેને ગંગાનદીમાં લઈ જતાં જ્યાં તે સૂંઢમાં પાણી ભરી નાન કરતો. હસ્તિ શાવક સૂંઢમાં પાણી ભરી આશ્રમના વૃક્ષો, પધાઓ પર પાણી સીંચતો.
...૮૭૨ આ હસ્તિનું તાપસો દ્વારા સ્નેહ અને વાત્સલ્યથી પાલન પોષણ થતું હતું. હસ્તિ પોતાની સૂંઢમાં પાણી ભરી વનમાં વૃક્ષો પર સીંચતો તેથી તાપસોએ આ હસ્તિ-શાવકનું નામ “સેચનક' રાખ્યું. તાપસો વન માંથી ફળો લાવી તેને ખાવા આપતાં.(તે હૃષ્ટપુષ્ટ બળવાન હાથી બચો.)
... ૮૭૩ (કાળક્રમે તે જુવાન બન્યો. એક દિવસ સેચનક હસ્તિ સરોવરમાં પાણી પીવા ગયો. ત્યાં યૂથપતિ હાથી પણ આવ્યો. સેચનક હસ્તિએ યૂથપતિ હાથીને જોયો. યૂથપતિએ પોતાનો બીજો પ્રતિકંઠી હતિ જાણી તેના પર હુમલો કર્યો. ચૂથપતિ વૃદ્ધ થયો હોવાથી યુવાન સેચનક હસ્તિને મારી ન શક્યો.) એક દિવસ બળવાન અને યુવાન સેચનકે દંતપ્રહારો વડે ચૂથપતિને માર્યો. સેચનક યૂથપતિ બન્યો. તે હાથિણીઓના પરિવાર સાથે વનમાં રહી વિવિધ ક્રીડાઓ કરવા લાગ્યો.
...૮૭૪ (પોતાની જન્મદાત્રી હાથિણી દ્વારા સેચનક હસ્તિને ખબર પડી કે યૂથપતિના ભયથી તેણે તાપસીના આશ્રમમાં પોતાને જન્મ આપ્યો હતો.) સેચનક હસ્તિએ વિચાર્યું કે, “હું તાપસો વચ્ચે ઉછર્યો છું. રખે! ભવિષ્યમાં મારી માતાની જેમ અન્ય કોઈ હથિણી તાપસ આશ્રમમાં જઈ બાળકને જન્મ આપે. તે બાળ હસ્તિનો તાપસો દ્વારા ગુપ્તપણે ઉછેર થાય.
...૮૭૫ ભવિષ્યમાં મારો પ્રતિદ્વન્દ્રી હાથી ઉત્પન થશે. તે મને મારી ચૂથનો સ્વામી બને તેથી (ન રહે બાંસ ન બજે બાંસૂરી) તાપસીના આશ્રમની વગોવણી થશે; એવું વિચારી સેચનક હસ્તિ આશ્રમમાં ગાંડોતુર બની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org