________________
૧૩૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
દાસી દોડતી દોડતી ચોર નજરે મહેલમાં પ્રવેશી. મહારાજા શ્રેણિકે દાસીને જોઈ. તેમની ચતુર નજરથી કાંઈ અજાણ્યું ન રહ્યું. (કંઈક રહસ્ય છે) એવું જાણી તેમણે દાસીને તરત જ બોલાવી. ....૬૫
મહારાજાએ (ઉગ્ર સ્વરમાં) કહ્યું, “દાસી! તું ક્યાં ગઈ હતી?'' દાસીએ (ભયથી કંપતા) રાજાને સત્ય બતાવતાં કહ્યું, “મહારાણીના કહેવાથી મેં બાળકને જંગલમાં અશોકવૃક્ષની નીચે મૂક્યો છે.” ... ૬૯૬
દાસીની વાત સાંભળી મહારાજા શ્રેણિકનું પિતૃહૃદય દ્રવી ઉઠ્યું. મહારાજા વન તરફ દોડવા. તેઓ અશોકવૃક્ષની નીચે આવ્યા. રાજાએ પોતાના પુત્રને ઉપાડી હૃદય સરસો ચાંપ્યો.
મહારાજા શ્રેણિક ચંદ્રના બિંબ જેવા તેજસ્વી પુત્રને જોઈ રહ્યા. (પુત્રને જોઈ પિતાના હૃદયમાં સાગર જેવો વહાલ ઊભરાયો.) તેઓ પુત્રને ઘરે લાવ્યા. તેમણે ચેલણા રાણીને પુત્ર સોંપી ઠપકો આપતાં કહ્યું, “નિર્દયી! આવા ફૂલ જેવા કોમળ બાળકને વનમાં કેમ મૂકાવ્યો?
...૬૯૮ દેવી! તમે કેવી જનેતા છો? બાળક ભલે લૂલો, લંગડો, કદરૂપો કે વાંકા અંગ વાળો હોય તો પણ કોઈ જનેતા પોતાના બાળકને ત્યજી દેતી નથી.”
...૬૯૯ ચેલણાં રાણીએ કહ્યું, “નાથ! તમે સાંભળો, મને બાળક પ્રિય છે, પરંતુ આ બાળક ગર્ભમાં આવ્યો ત્યારથી તમારા માટે અત્યંત દુઃખદાયી બન્યો છે.(જો અત્યારથી આ સ્થિતિ છે તો) તે ભવિષ્યમાં શું સુખ આપશે?
.. ૭૦૦ જે મારા પ્રાણનાથનો વૈરી હોય તેના ઉપર કેવી મહેર કરવી? તેને તો દૂર કરવો જ યોગ્ય છે. તમે તેને પાછો મહેલમાં શા માટે લાવ્યા?'
... ૭૦૧ મહારાજા શ્રેણિકે કહ્યું, “દેવી! આ બાળકથી આપણી વંશવૃદ્ધિ થશે.(આ આપણું પ્રથમ બાળક છે. તે કુલદીપક છે.) રાણી !તમે તેનું વાત્સલ્યપૂર્વક પોષણ કરી તેનો ઉછેર કરો.” ... ૭૦૨
પતિની આજ્ઞાથી, તેમના વચન અનુસાર ચેલણા રાણીએ પુત્રનું લાલન પાલન કર્યું પરંતુ રાણીના મનમાં સતત વિચાર આવતાં કે, “સર્પને દૂધ પીવડાવી મારું જ અહીત કરું છું.' ... ૭૦૩
આ બાળકને દાસીએ અશોકવૃક્ષની નીચે મૂક્યો હતો તેથી તે બાળકનું નામકરણ “અશોકચંદ પડયું. નગરજનો તેજસ્વી બાળકને જોઈ તેની પ્રશંસા કરવા લાગ્યા.
.. ૭૦૪ અશોકવૃક્ષની નીચે મૂકેલા નવજાત શિશુની આંગળીને કૂકડાએ ચાંચ મારી કરડી ખાધી તેથી (ધૂલ ક્રીડા કરનારા બાળકોએ) તેનું નામ “કોણિ (કોણિક | કુણિક) પણ પડયું. આ બાળકને જોઈ મહારાજા શ્રેણિક અત્યંત ખુશ થયા.
.. ૭૦૫ ત્યાર પછી સમય જતાં ચેલણા રાણીએ હલ-વિહલ નામના બે પુત્રોને જન્મ આપ્યો. કવિ ઋષભદાસ કહે છે કે તે કોણિકના સગા ભાઈઓ હતા.
.. ૭૦૬ દુહા : ૩૮ એહસંબંધ કોણી તણો, આગલિઅવર કથાય; અભયકુમાર બુધિં કરી, સુખ ભોગવતો રાય
••• ૭૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org