________________
૧૫૫
વસવાટ કર્યો હોવાથી) અહીં વિપુલ જનસંખ્યા હતી. કવિ ત્યાંની વસ્તી વિશે કહે છે કે, રાજગૃહી નગરીના એક નાલંદાપાડા વિસ્તારમાં જ સાડાબાર ક્રોડ ઘરો હતા.
...૮૦૦ નાલંદાપાડાના કોઈ એક વ્યાપાર કરનારના ઘરમાં એકસો માણસો સાથે રહેતા હતા. (અહીં પરિવારજનો પ્રત્યે સંપ, સહકાર અને સંયુક્ત ભાવનાના દર્શન થાય છે.) એમની ત્રણ પેઢીઓ સંપથી એક જ ઘરમાં એકત્રિત રહેતી હતી.
... ૮૦૧ આવી ગીચ વસ્તીવાળું નાલંદાપાડા ક્ષેત્ર અને વૈભવશાળી રાજગૃહી નગરી આ બને સ્થાનોમાં મળીને ચૌદ ચાતુર્માસ ભગવાન મહાવીર સ્વામી રહ્યા હતા.
... ૮૦૨ મહારાજા શ્રેણિકની રાજગૃહી નગરી વિવિધતાઓથી ભરપૂર હતી. આ રાજગૃહી નગરીમાં મમ્મણ શેઠ નામના કંજૂસ શિરોમણિ ધનાઢય શ્રેષ્ઠી પણ રહેતો હતો. તેના ઘરે એક હજાર વાણોત્તર (ગુમાસ્તા) હતા. તેના ઘરની સમૃદ્ધિ કહી ન શકાય તેટલી અપાર હતી.
..૮૦૩ તેની પાસે અપાર સંપત્તિ હોવા છતાં ન કદી દાન-પુણ્ય કરતો કે ન કદી સારાં વસ્ત્રો પહેરતો. તે દરરોજ ચોળા અને બરટી જેવો તુચ્છ અસાર આહાર કરતો. તે અતિશય લોભી હોવાથી અને મન અસંતુ રહેવાથી બબળાટ કરતો ફરતો રહેતો. એક દિવસ નદીમાં મોટું પૂર આવ્યું ત્યારે તે લાકડાં લેવા ગયો..૮૦૪
તે સમયે આકાશમાં ભયંકર મેઘ ગર્જના થતી હતી. ગગનમાં ભારે વીજળી ચમકતી હતી. અનરાધાર વરસાદ વરસતો હતો. તેવા સમયે મહેલના ઝરૂખામાં ચલણા રાણી અને મહારાજા શ્રેણિક બેઠાં હતા. રાણીએ વીજળીના ચમકારામાં નદી તરફ જતાં કોઈ વ્યક્તિને જોયો. રાણીને દુ:ખ થયું. તેમણે મહારાજાને કહ્યું.
...૮૦૫ રવામીનાથ! તમારા રાજ્યમાં ઘણા લોકો દુઃખી હોય તેવું દેખાય છે (મેઘગર્જના અને વીજળીના ચમકારા થઈ રહ્યા છે, મુશળધાર વરસાદ વરસે છે, નદીમાં ભયંકર પૂર આવ્યું છે.) આવી ભયંકર વેળાએ મેં કોઈ દીન-દુઃખી વ્યક્તિને નદીના પૂરમાં અલ્પવસ્ત્રમાં ફરતો જોયો.”
..૮૦૬ રાજાનું કોમળ હૃદય દ્રવી ઉઠયું. તેમણે તરત જ સેવકોને તે વ્યક્તિને લઈ આવવા માટે દોડાવ્યા. સેવકોએ નદી કાંઠે જઈ મમ્મણ શેઠને પકડયા. શેઠને મહારાજા સમક્ષ લાવવામાં આવ્યા. શેઠ દેખાવે મહાકાળ જેવો ઊંચો અને પડછંદ હતો. જાણે મધપૂડાને દોરડા વડે બાંધ્યો હોય તેમ શેઠને બાંધીને સેવકો રાજા પાસે લાવ્યા.
..૮૦૭ તેણે કમ્મરમાં ફક્ત એક લંગોટી (અલ્પ વસ્ત્રો પહેરી હતી. તેના ખભા ઉપર લાકડા કાપવાનો કુહાડો હતો. મહારાજા શ્રેણિકે તેને પાસે બોલાવી કહ્યું, “એવું શું દુઃખ આવી પડયું કે જેથી તને નદીના પૂરમાં જવું પડયું?'
...૮૦૮ મમ્મણ શેઠે કહ્યું, “મહારાજ! મને બળદની જોડ જોઈએ છે.” મહારાજા શ્રેણિકે કહ્યું, “બળદની જોડ હું તને આપું છું. મારી બળદ શાળામાં ઘણા બળદો છે. તેમાંથી જે સરસ બળદ હોય તે તું છોડી લે પરંતુ આવી કપરી પરિસ્થિતિમાં વિકટ કામ કરી તારા આત્માને દુઃખી ન કર.”
...૮૦૯ મમ્મણ શેઠે કહ્યું, “મહરાજા! મને આવા બળદો નથી જોઈતા. આવા બળદોને હું શું કરું? મારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org