________________
૧૫૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
ઘરે સુવર્ણનાં બળદ છે. તેમાં કિંમતી રત્નો જડેલાં છે. હું રાજગૃહી નગરીનો મમ્મણ શ્રેષ્ઠી છું. મારી પાસે અપાર સમૃદ્ધિ છે.”
મહારાજા શ્રેણિકને આશ્ચર્ય થયું. તેમણે નવાઈ પામતાં કહ્યું, “શેઠ! તારી પાસે આટલી સંપત્તિ હોવા છતાં તું વિષમ કાળે નદીના પ્રવાહમાં શું કરે છે? તું સારો પોશાક કેમ નથી પહેરતો?” શેઠે કહ્યું, “મહારાજ! હું કિંમતી વસ્ત્રો પહેરું છું ત્યારે શરીરે શસ્ત્રની ધાર ભોંકાય એવો અનુભવ થાય છે....૮૧૧
મહારાજ ! ચોખા, દાળ, અને ધી જેવું પૌષ્ટીક ભોજન જમું ત્યારે મને આખો દિવસ પેટમાં દુઃખે છે. મને સુંવાળી શય્યા, કાંટા જેવી તીક્ષ્ણ ધારદાર વાગતી હોય તેવો અનુભવ થાય છે તેથી ભોંય પરની પથારી જ મારા મનને વધુ પ્રિય લાગે છે.
..૮૧૨ મહારાજ! મને સંગ્રહ કરવાનો સ્વભાવ છે. મારી પાસે રત્નજડિત બળદોની જોડો છે. તે નગર નાથ! મને હવે ફક્ત એક જ રત્ન જોઈએ છે. તે માટે હું નદીના પૂરના પ્રવાહમાં તણાતાં લાકડાં પકડી કિનારે એકઠાં કરું છું.”
...૮૧૩ મહારાજા શ્રેણિકે ઉદારતા દર્શાવતાં કહ્યું, “શેઠ! હું તને રત્ન આપું છું.” મમ્મણ શેઠે કહ્યું, “રાજન્!તમારા રત્નને હું શું કરું? મને એ રત્ન ન જોઈએ. મારી પાસે કિંમતી અમૂલ્ય રત્નો છે. મને તેવું રત્ન જોઈએ છે. તમે મારા ઘરે પધારો તો હું તમને એ રત્ન બતાવું.”
...૮૧૪ મહારાજા શ્રેણિક મમ્મણ શેઠના ઘરે ગયા. તેની સાત માળની ઉંચી હવેલી જોઈ મહારાજા આશ્ચર્યચકિત થયા. હવેલીની દિવાલો બંને બાજુ અરીસાથી જડેલી હતી. જાણે શાલિભદ્રનો સુંદર આવાસ જોઈ લ્યો!
..૮૧૫ હવેલીના ભોંયતળિયાની નીચે એક ભોંયરું હતું. મહારાજા શ્રેણિક શેઠની સાથે ભોંયરામાં નીચે ઉતર્યા. મહારાજાએ જોયું કે શેઠે સુવર્ણના ચાર બળદો બનાવ્યા હતા. તેમાં સાચા રત્નો જડયાં હતાં...૮૧૬
આટલો શ્રીમંત છતાં આટલો લોભી!' એવા વિચારો કરતાં મહારાજા શ્રેણિક ભગવાન મહાવીર સ્વામી પાસે પહોંચ્યા. પ્રભુને વંદન કરી, હાથ જોડી મમ્મણ શેઠની કથા કહેતાં પૂછયું, “પ્રભુ! મમ્મણ શેઠ શ્રીમંત હોવા છતાં ઝાઝું (સારું) ભોજન કેમ નથી જમતો?”
...૮૧૭. ભગવાન મહાવીરે ઉત્તર આપતાં કહ્યું, “મગધેશ્વર! મમ્મણશેઠ પૂર્વ ભવમાં શ્રાવક હતો. કોઈના ઘરે શુભ પ્રસંગે હોવાથી ગામમાં કેસરીયા મોદકની લ્હાણી થઈ. મમ્મણ શ્રાવકના ઘરે લ્હાણામાં લાડુ આવ્યો. તે જ સમયે એક તપસ્વી મુનિરાજ તેના ઘરે વહોરવા પધાર્યા.”
... ૮૧૮ સાધુ મહાત્માને જોઈ તેણે અહોભાવપૂર્વક આખો લાડુ વહોરાવ્યો. થોડીવારમાં પાડોશીઓએ લહાણામાં મળેલો લાડુ ખાઈને તેના સ્વાદની ખૂબ પ્રશંસા કરી. હવે મમ્મણ શેઠના મનમાં પસ્તાવો થયો. મુનિને સુપાત્રદાન આપવાનો તેનો આનંદ જતો રહ્યો. તેને ખૂબ ખેદ થયો.
...૮૧૯ તેણે વિચાર્યું, “મારી બુદ્ધિ જ નાશ પામી છે. હાય હાય ! મેં આખો લાડુ મુનિરાજને આપી દીધો થોડો પણ મારી માટે ન રાખ્યો. હું કેવો બદનસીબ છું કે લાડુ આવ્યા તે જ સમયે મુનિને વહોરવા આવવાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org