________________
૧૪૧
ધર્મ વિના બધું બંદ્ધ છે. ધર્મથી જ શુભ સંયોગો પ્રાપ્ત થાય છે. ત્યારે મારા મનમાં એક કુરણા થઈ, આ તીવ્ર વેદનામાંથી જો એકવાર છૂટકારો થાય તો હું સંયમ ધર્મ ગ્રહણ કરું.” ... ૭૨૪
હે નરપતિ! શુભ ધ્યાનનું ચિંતન કરતાં(હું સૂઈ ગયો, મારી તીવ્ર વેદના ક્ષીણ થતી ગઈ. હું નીરોગી બન્યો.(બીજે દિવસે પ્રાતઃકાળે) મેં અણગાર ધર્મ અંગીકાર કર્યો. હું મુનિ બન્યો. હું ચોર્યાશી લાખ જીવાયોનિના જીવોનો રક્ષણહાર બન્યો.(આ મારી સનાથતા હતી).
... ૭૨૫ હું અસત્ય બોલતો નથી. હું અદત્ત વસ્તુ ગ્રહણ કરતો નથી. હું સ્ત્રી સંગ અને ભોગોનો પરિહારક છું. હું પરિગ્રહનો તેમજ રાત્રિભોજનનો ત્યાગી છું. બીજા અનેક સંયોગો જે મારા આત્માના વિઘાતક છે, તેનો મેં ત્યાગ કર્યો છે.
... ૭૨૬ હું (મંત્ર-તંત્ર વિદ્યા વડે આશ્રવના દ્વારોનું સેવન વર્જી) અરિહંત પરમાત્માનું જ ધ્યાન કરું છું. ચારિત્રાચારના ગુણોથી યુક્ત અરિહંતનો માર્ગ સર્વોત્તમ, શાશ્વત અને મોક્ષ પ્રાપ્ત કરાવનાર છે. હે રાજનું! સનાથ થવા માટે મેં અણગાર ધર્મ અપનાવ્યો છે. આ નિગ્રંથ પ્રવચનના સંસ્થાપક પ્રભુ મહાવીર છે.... ૭૨૭
(મહારાજાને અનાથતા અને સનાથતાનું રહસ્ય સમજાયું.) તેમણે મુનિવરની વાણી શ્રવણ કરી મિથ્યાત્વ છોડી સમકિત આદર્યું. (આત્મા સ્વયં દુઃખોના કર્તા-વિકર્તા છે. સત્યવૃત્તિમાં સ્થિત આત્મા પોતાનો મિત્ર છે, દુષ્પવૃત્તિમાં સ્થિત આત્મા પોતાનો શત્રુ છે.) તેઓ અનાથી મુનિની યથાર્થ સંયમ પરિચર્યાની અનુમોદના કરી વારંવાર પ્રશંસા કરતા રહ્યા.
.. ૭૨૮ તેમણે કહ્યું, “મહર્ષિ! તમે સાચા સંત છો. મેં આપને પ્રશ્નો પૂછી આપના ધ્યાનમાં વિક્ષેપ કર્યો છે, તે સર્વ પાપોને આપ ક્ષમા કરજો.
... ૭૨૯ હે મુનિવર! તમે જગતના સર્વ પ્રાણીઓના રક્ષણહાર છો. તમે નિઃશંક થઈ સંસારનો ત્યાગ કર્યો છે. કામભોગ વિષ અને શલ્ય તુલ્ય છે. તેને મારા જેવો નિર્બળ કઈ રીતે છોડી શકશે?” ... ૭૩૦
મહારાજા શ્રેણિક અનાથી મુનિને પ્રદક્ષિણા કરી, મસ્તક નમાવી, વંદન કરી, તેમની ગુણ સ્તવના કરી પાછા પોતાના સ્થાને આવ્યા. મહારાણી તેમજ તેમના પુત્રો હલ-વિહલાદિ રાજકુમારોએ અનાથી મુનિને ચરણ સ્પર્શ કરી નમસ્કાર કર્યા.
... ૭૩૧ અનાથી મુનિ શુદ્ધ સંયમનું પાલન કરી કાળક્રમે સર્વ કર્મનો ક્ષય કરી મુક્તિશિલાએ પહોંચ્યા. તેમણે મહારાજા શ્રેણિકને સાચો ધર્મ સમજાવ્યો. જિનેશ્વર ભગવંતે કહ્યું કે “મહારાજા શ્રેણિકનાં પૂર્વકૃત સંચિત ઘણાં કર્મો ક્ષીણ થયાં.”
... ૭૩૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૦ અધ્યયનમાં પરમાત્મા મહાવીર સ્વામી દ્વારા આ કથા કહેવાઈ છે. આ કથાનું શ્રવણ કરતાં પૂર્વકૃત પાપ કર્મોનો ક્ષય થાય છે. એવું કવિ ઋષભદાસ કહે છે. . ૭૩૩
દુહા : ૩૯ નરપતિ સમકિત પામીઉં, ત્રણ વર્ગ સાહ; અકર અન્યાય બંધન નહી, નીજ પરજા પાલેહ
... ૭૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org