________________
૧૩૧
“હે માતા! તમે આગામી કાળમાં જિનધર્મ પ્રાપ્ત કરશો. તમે ઉત્સર્પિણી કાળમાં પંદરમા તીર્થંકર તરીકે જગતમાં વિખ્યાત થશો. તમારું નામ “નિર્મમ' જિન હશે. સતી સુલતા તમે મનમાં ખેદન કરો...૬૭૦
ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીને એકસો પુત્રો હતા. તેઓ મહાભારતની લડાઈમાં મૃત્યુ પામ્યા ત્યારે ગાંધારીએ પોતાનું મન વાળી જલીધું. સગર ચક્રવર્તીના સાઠ હજાર પુત્રો એક સાથે મૃત્યુ પામ્યા...૬૭૧
પુત્રોના અવસાનના સમાચાર સાંભળી સગર ચક્રવર્તી મૂછિત થઈ ધરતી પર ઢળી પડયા. તે સમયે સ્વર્ગમાંથી દેવેન્દ્ર આવી ચક્રવર્તીને સાંત્વના આપી હતી. જગતના સર્વ પ્રાણીઓને મૃત્યુના પંથે જવાનું છે તેથી જ ઉત્તમ જીવો કદી સ્વજનોની પાછળ કલ્પાંત, ખેદ કે ઝૂરણા કરતા નથી.
...૬૭૨ મહામંત્રી અભયકુમારની સંસારની વાસ્તવિકતા દર્શાવતી વાણી સાંભળી સતી સુલસાએ પણ પુત્ર મોહનો ત્યાગ કર્યો. હવે સતી સુલસા ધર્મધ્યાનમાં દિવસો પસાર કરવા લાગ્યા. કવિ ઋષભદાસ કહે છે કે ધર્મધ્યાન કરવાથી પુણ્યનો સંચય થાય છે. (પુણ્યના સંચયથી પાપ નષ્ટ થાય છે.) તેથી તે જીવ સર્વત્ર સન્માનિત થાય છે.
... ૬૭૩ દુહા ઃ ૭૩ પુષ્યિ સુખ બહુ ભોગવઈ, શ્રેણિક રાય સુજાણ; ચિલણાનિ પરણ્યો સહી, અભય બુધિ પ્રમાણ
... ૬૭૪ અભયકુમાર મંત્રી થકી, ચાલઈ સુપરિ રાજ; ચિંતા નહી શ્રેણિકનિ, કરતો મંત્રી કાજ
•.. ૬૭૫ અર્થ:- ચતુર અને જ્ઞાની શ્રેણિક મહારાજા પુણ્યથી ખૂબ સુખો ભોગવતા હતા. બુદ્ધિનિધાન અભયકુમારની ભૂહરચનાથી મહારાજા શ્રેણિક ચેલણાને પરણ્યા.
...૬૭૪ (ઓત્પાતિક બુદ્ધિના સવામી એવા) અભયકુમાર જેવા મહામંત્રીની સહાયતાથી મગધ દેશનું સંચાલન સુચારુ રીતે ચાલતું હતું. રાજ્યનું દરેક કાર્ય મંત્રી દ્વારા વ્યવસ્થિત રીતે થતું હતું તેથી મહારાજા શ્રેણિક ચિંતામુક્ત બન્યા હતા.
...૬૭૫ ઢાળ : ર૯ ચેલણાનો દોહદ
ત્રિપદીનો એ દેશી. કાજ કરઈ મંત્રીસર ત્યાહિં, રાજ કરઈ શ્રેણિક પુરમાંહિં; અકર અન્યાય નહિ, હો રાજન. ઈન્દ્ર સરીખુ રાજ કરતો, ચિલણા સ્યું બહુ નેહ ધરતો; કામ ભોગ વિલસંતો,હો રાત્ર મૃગનયણીનિ મોહનગારી, તે પામઈ સસી વદની નારી; પુજયો દેવમુરારી, હો રાત્ર
...૬૭૮
••.૬૭૬
..૬૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org