________________
માતૃ હ્રદયની કરુણ વ્યથા રુદન કરઈ પડઈ દુખ ધરઈ, ગયા કુમર તે કિંહાંઈ રે; એહ વધ કાલ મુઝ પાલસઈ, હુતિ આસ મન માંહિ રે જીવ અનેરૂંઅ ચીંતવઈ, હોય છઈ વલી અન્ય રે; ઉજડ પ્રથવીઅ ફરી વસઈ, વસતી હોય વન રે કહઈ સુલસા કર્યું ચિંતવ્યું, થયું સ્યું મુઝ બારિ રે; પુત્ર વિના ઘર તે કહ્યું, જીવીત સ્યું જ સંસાર રે રુદન કરતી રહઈ નહી યદા, ૠષભ હઈ તવ રાય રે; અભયકુમાર આવી ક૨ી, વારઈ કુમરની માય રે સુલસા સમ નહી શ્રાવિકા, સમકીત સીલ અપાર; પુત્ર મરણ દુખ પામતી, વારઈ અભયકુમાર
Jain Education International
ચોપાઈ ઃ ૧૧ આયુષ્યની ક્ષણભંગુરતા વારઈ સુલસા તે શ્રાવિકા, અમર પડઈ છઈ સરગહ થકા; જિન ચક્રી બલદેવ જેહ, આયુ ખૂટઈ ચાલ્યા તેહ
૬૬૧ આ.
... ૬૬ર આ.
For Personal & Private Use Only
...
૬૬૫ આ.
અર્થ:- બત્રીસ યુવાન પુત્રોનાં મૃત્યુના સમાચાર સાંભળી સતી સુલસા કલ્પાંત કરવા લાગ્યા. તેમણે દુઃખી હ્રદયે કહ્યું, “મારા કાળજાના કટકા જેવા વહાલાં કુમારો ક્યાં ગયા ? પુત્રો !(તમે તો અમારી વૃદ્ધાવસ્થાના આધાર હતા.) મને મનમાં આશા હતી કે વૃદ્ધાવસ્થામાં તમે અમારી સાર-સંભાળ લેશો. (ન જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થશે ?)’’
૬૬૧
સાચું જ કહ્યું છે કે, ‘મનુષ્ય વિચારે છે કંઈક અને થાય છે કંઈક અન્ય ! (કુદરતી આફતોને કારણે) આ પૃથ્વી ઉપર જ્યાં આજે વેરાન પ્રદેશો દેખાય છે ત્યાં સમય જતાં લોકોનો વસવાટ પણ થઈ શકે છે અને જ્યાં આજે ખૂબ ગીચ વસ્તી છે ત્યાં ભવિષ્યમાં ઉજ્જડ વન સર્જાય છે.’
... 552
"
સુલસાએ વલોપાત કરતાં કહ્યું, “મેં શું વિચાર્યું હતું અને મારા ઘરે શું થયું ? (પુત્ર વિનાનું ઘર એટલે ઉજ્જડ ધરતી. પુત્ર વિનાનું જીવન એટલે વનની ભેંકાર શાંતિ !) પુત્ર વિનાનું ઘર કેવું ? પુત્ર વિના સંસારમાં શું જીવવું?’'
૬૬૩ આ.
૬૬૪ આ.
...૬૬૩
સતી સુલસા એક સાથે બત્રીસ પુત્રો યમલોક પહોંચ્યાના આઘાતથી ડુસકાં ભરી ભરીને રડતાં રહ્યા, ત્યારે મહામંત્રી અભયકુમાર સતી સુલસા પાસે આવ્યા. કવિ ઋષભદાસ કહે છે કે, તેમણે બત્રીસ કુમારોની માતા સતી સુલસાને સાંત્વના આપી, રુદન કરતાં અટકાવ્યાં.
...૬૬૪
સતી સુલસા જેવી આ જગતમાં કોઈ દઢધર્મ શ્રાવિકા નથી. તે શુદ્ધ સમકિતધારી અને અપાર શીલવંત સન્નારી હતી. પુત્રોના અકાળ મૃત્યુથી માતા શોકાતુર બની કલ્પાંત કરતી હતી. ત્યારે તેમને સમજાવવા મહામંત્રી અભયકુમાર આવ્યા.
૬૬૫
૧૨૯
...
૬૬૬
www.jainelibrary.org