________________
૧૩૩
ચેલણા રાણી નવયુવતી હતા. તેમનું સૌંદર્ય અદ્ભુત હતું. મૃગના નયન જેવી તેની ઝીણી અને વિશાળ આંખો હતી. તેમની સૌમ્ય અને પૂર્ણિમાના ચંદ્ર જેવી ગોળ મુખાકૃતિ હતી. (સુગઠિત અંગોપાંગ. જાણે રતિનો અવતાર જોઈ લો!) ચેલણા રાણીએ પૂર્વે આ સૃષ્ટિના સર્જક એવા વિષ્ણુ ભગવાનની ઉપાસના કરી હશે તેથી દેવે તેમને અપાર સૌંદર્ય બક્યું હતું.
...૬૭૮ મહારાજા શ્રેણિકને પ્રચુર પુણ્યના ઉદયથી આવી પદ્મિની જેવી મહારાણી મળી હતી. ચેલણા રાણી ગજગામિનીની ચાલે, ઝાંઝરના રૂમઝૂમ નાદે મંદ મંદ હસતાં, મનોહર મૃખાકૃતિ સાથે મહારાજા શ્રેણિકના મહેલે આવ્યા.
ચેલણા રાણીનું નિર્દોષ હસતું મુખડું અને ગૌરવર્ણ જેવું દેહ સૌંદર્ય કોઈ પણ પુરુષને આકર્ષિત કરે તેવું હતું. મહારાજા શ્રેણિક અને ચેલણારાણીને ચક્રવાક અને ચક્રવાકી જેવો પરસ્પર અતૂટ પ્રેમ હતો.. ૬૮૦
ચેલણા રાણી સગર્ભા બન્યા. તેમને (ત્રીજે મહીને) વિચિત્ર દોહદ ઉત્પન થયો તેથી રાણીનાં મનમાં ધૃણાજનક વિચારો આવવાં લાગ્યાં. (તેઓ ઉદાસીન રહેવા લાગ્યાં) તેમના શરીરનું સૌદર્ય નષ્ટ થયું.(કમળ જેવા મુખ પર કાલિમા છવાઈ ગઈ. આંખોનું તેજ લુપ્ત થયું. શરીર કુશ બન્યું.)
...૬૮૧ એકવાર મહારાજા શ્રેણિકની દષ્ટિ ચલણા રાણી પર પડી. રાણીનું શરીર અત્યંત દુર્બળ બન્યું હતું. (તે ચાલી પણ શકતાં ન હતાં) મહારાજા શ્રેણિક ચિંતિત થયા.(મહારાજા શ્રેણિકે જ્યારે કારણ પૂછ્યું ત્યારે રાણીએ “કહેવાય નહીં અને સહેવાય નહીં એવી સ્થિતિ હોવાથી વાતને ટાળી દીધી.) ..૬૮૨
મહારાજા શ્રેણિકે રાણીની અંગત પરિચારિકાને બોલાવી પૂછ્યું, “તમારી રાણીનું શરીર દુર્બળ કેમ બન્યું છે? તેમની તબીયત નાજુક કેમ છે? તેમને કયું કાર્ય કરવું છે?”
...૬૮૩ પરિચારિકા તરત જ ચલણા રાણી પાસે આવી. તેણે અત્યંત પ્રેમથી પૂછયું, “ચલણાદેવી! તમે અત્યંત નાજુક-દુર્બળ શામાટે દેખાવ છો? તમારા મનમાં કોઈ દોહદ ઉત્પન્ન થયો છે? તમે કેમ કંઈ કહેતા નથી?”
..૬૮૪ ચેલણા રાણીએ કહ્યું, “(જૈન કુળમાં જન્મી, અહિંસા અને દયાના સંસ્કારો ગળથૂથીમાંથી મળ્યા. ધર્મના પવિત્ર વાતાવરણમાં મોટી થઈ, છતાં મને અપવિત્ર અને ધૃણાજનક વિચારો આવે છે. રાક્ષસી વૃત્તિવાળા વિચારો મને મૂંઝવે છે) પતિના કલેજાનું લોહી અને માંસ ખાવાનો દુષ્ટ અને અસાર દોહદ ઉત્પન થયો છે. સખી! મારી કુક્ષિમાં પિતાનો શત્રુ હોય તેવો ગર્ભ ઉત્પન થયો છે.”
...૬૮૫ ચેલણા રાણીની વાત સાંભળી પરિચારિકા તરત જ મહારાજા શ્રેણિક પાસે આવી. તેણે મહારાજાને કહ્યું, “મહારાણીને તમારું કાળજાનું માંસ ખાવાની ઈચ્છા ઉત્પન થઈ છે.” ... ૬૮૬
ચેલણા રાણીનો વિચિત્ર દોહદ પૂર્ણ થવાની અશક્યતાની ચિંતાથી મહારાજા ઉદાસ બન્યા. (દરરોજના નિયમ અનુસાર અભયકુમાર પિતાજીને પ્રણામ કરવા રાજસભામાં આવ્યા. પિતાજીની અકથ્ય વેદનાને વિનીત અને પ્રાજ્ઞ પુત્ર સમજી ગયો. પિતાજીને મનોવ્યથાનું કારણ પૂછ્યું. મહારાજાએ ચેલણા (૧) ચલણા રાણીનો દોહદ - શ્રેણિક રાજાના કાળજાનું માસ તવા ઉપર શેકી, તેલમાં તળી કે અગ્નિમાં શેકીને દારૂ સાથે સ્વાદ લેતી અને પરસ્પર સખીઓને આપી પોતે ખાય. (શ્રી નિરયાવલિકા સૂત્ર - વર્ગ-૧, અ.૧, સૂ.૧૪, પૃ.૧૭/૧૮).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org