________________
૧૧૫
મારયો નવિ જાય તે જસિં, પઢો વજડાવ્યો રાઈ તસિં; એ સતકી નઈ જે મારેહ, મોહ માંગ્યું તસ રાજા દેઆ
• ૫૮૯ ઉમિયા નામિ ગુણિકા જેહ, આવી પઢો છબતી તેહ; સતકી વિદ્યાધરનિ હણું, વચન પ્રમાણ કરું નૃપ તણું
પ૯૦ તેડી રાયકનિ તસ જાય, બોલી ગુણિકા તેણઈ ઠાય; સતકી મિ મારેવો સહી, તવ રાજા બોલ્યો ગહઈ ગહી
.. ૫૯૧ જા તું જઈ સતકીનિ મારી, આપું ગજરથ હયવર હારિ;
લેઉ બિડુ ગણિકા ઘરિ જાય, ઋષભ કહઈ નર સુણો કથાય .. પ૯૨ અર્થ:- સુજ્યેષ્ઠા સાધ્વીજી દેવાંગના જેવા સ્વરૂપવાન હતાં. (તેઓ ધ્યાનમાં ઊભા હતા ત્યારે) એક પેઢાલે તેમને જોયા. પેઢાલે વિચાર્યું, “જો આ સાધ્વીજીને ગર્ભ રહે તો તેનું બાળક સાત્ત્વિક અને બળવાન થશે. ૫૭૦
મને એક ઉત્તમ બાળકની જરૂર છે, જેને હું મારી વિદ્યા શીખવી શકું. અન્યથા (મારી પાસે રહેલી શ્રેષ્ઠ વિદ્યાઓ હું કોને આપીશ?) મારી વિદ્યાઓ બધી મારા ઉદરમાં મારી પાસે જ રહેશે.(મારા મૃત્યુ બાદ એ વિદ્યાઓનું શું?)'' એવું વિચારી તેણે વિદ્યાના બળે ભ્રમરનું રૂપ લીધું. તેણે ભ્રમર બનીને (યોનિ પ્રવેશ કરી) સાધ્વીજી સાથે ભોગ ભોગવ્યો.
... ૫૭૧ પેઢાલે સાધ્વીજી સાથે અકૃત્ય કરી પાપકર્મ બાંધ્યું. તે પાપીએ પાપ કર્મનો વિચાર પણ ન કર્યો. તેણે પોતાના ઉત્તમ કુલાચાર અને મર્યાદાનો ત્યાગ કર્યો. ધિક્કાર છે ! આવા કામ વિકારને. બુદ્ધિમાન વ્યક્તિઓને પણ વિષય વાસનાએ ખુવાર કર્યો છે !
... ૫૭૨ (પ્રસંગોપાત કવિ વિવિધ દ્રષ્ટાંતો પ્રસ્તુત કરે છે) મણિરથ રાજાએ(પોતાના ભાઈની પત્ની મદનરેખા પ્રત્યે અનુરાગ થતાં) પોતાના સગા બાંધવ યુગબાહુને હણ્યો. રાજા ચંડપ્રદ્યોતન માથે “મારી દાસીનો પતિ' તેવો ડામ દેવાયો. નંદીષેણ મુનિએ સ્ત્રીવલ્લભ થવાનું નિયાણું કર્યું. 'અષાઢાભૂતિ મુનિ વેશ્યાને વશ પડયાં.
... પ૭૩ કામ વિકારને જીતવો અત્યંત દુર્લભ છે. પેઢાલે પણ ભૂલ કરી. તેણે કામી અને વિલાસી બની પોતાના ઉત્તમ કુલાચારને કલંક લગાવી સાધ્વીજીના બ્રહ્મચર્યનો ભંગ કર્યો. સાધ્વીને ગર્ભનું કલંક આપ્યું... ૫૭૪
સુજ્યેષ્ઠા સાધ્વીજીના મોટા ગુરુણીએ આ વાત જાણી. તેમણે સુજ્યેષ્ઠા સાધ્વીજીને શાંતિથી પૂછ્યું, “સાધ્વીજી ! તમે તો સદ્ગુણી અને બ્રહ્મચર્યનું પાલન કરવાવાળા છો. તમને આ ગર્ભની પ્રાપ્તિ કેવી રીતે અને ક્યાંથી થઈ?'
••• ૫૭૫ (૧) સુયેષ્ઠા ચરિત્ર: ભરોસરની કથાઓ, પૃ. ૧૮૭ થી ૧૮૯ (૨) મહાસતી મદનરેખા મિથિલા નગરીના નમિ રાજર્ષિની માતા હતી. તેમના લગ્ન મણિરથ રાજાના નાના ભાઈ યુગબાહુ સાથે થયા હતા. મણિરથ રાજાની મહાસતી ઉપર દાનત બગડી. વસંતત્રતુમાં લતામંડપમાં સૂતેલા યુગબાહુને તલવારના ઝાટકે મણિરથ રાજાએ મારી નાખ્યો. (ભરડેસરની કથાઓ, પૃ. ૧૫૪) (૩) નંદીષેણ મુનિ એજ, પૃ.૩૬. (૪) અષાઢાભૂતિ : એજ, પૃ. ૧૩૪ થી ૧૩૬.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org