________________
૧૧૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
સુયેષ્ઠા સાધ્વીજી બોલ્યા, “ગુરુણી ! હું આ વાત જાણતી નથી. મેં મન અને વચનથી પણ પાપ કર્યું નથી તો કાયાથી હું શી રીત પાપ કરી શકું? કેવળજ્ઞાની ભગવંતો જ આ વાત કહી શકે.” ...૫૭૬
તે સમયમાં ભગવાન મહાવીર સ્વામી નગરમાં પધાર્યા. મોટા સાધ્વીજી તેમના દર્શન કરવા ગયા. સાધ્વીજીએ વંદન કરી (યોગ્ય સ્થાને ઊભા રહી) પ્રભુ મહાવીરને પોતાના મનની વાત(સંશય ટાળવા) પૂછી, “પ્રભુ! સુજ્યેષ્ઠા સાધ્વીએ સંયમ લીધો છે, છતાં તેમને ગર્ભ શી રીતે રહ્યો?'
.. પ૭૭. કેવળજ્ઞાની જિનેશ્વર ભગવંતે કહ્યું, “ચેડારાજાની સાત પુત્રીઓ છે. સાત પુત્રીઓ શીલવંત અને સુકુમાર છે. પેઢાલે ભ્રમર બની તેમની સાથે ભોગ ભોગવ્યો છે.”
... ૫૭૮ જિનેશ્વવર ભગવંતોના વચનો સાંભળી ગુરુણીએ સાધ્વીજીને થોડા સમય માટે કોઈ શ્રાવકના ઘરે રાખવાનો વિચાર કર્યો. સવા નવ માસે સાધ્વીજીએ પુત્રને જન્મ આપ્યો. તે બાળકનું અનુપમ રૂપ હતું. તેના શરીરની તેજસ્વી કાંતિ હતી. તેનો દેખાવ અત્યંત સુંદર હતો.
... પ૭૯ સત્યકી વિદ્યાધર જેનું નામ હતું, તેણે મિથ્યાત્વ ટાળી સમ્યકત્વ મેળવ્યું. તેણે વીર પ્રભુને વંદન કરી કહ્યું કે, “જો હું હવે અસત્ય બોલું તો પાતાળ (સાગર) માં પેસી જાઉં.”
... ૫૮૦. કેવળજ્ઞાની જિનેશ્વર ભગવંતે કહ્યું, “બાળક ! તારાથી મિથ્યાત્વ ધર્મ દીપશે. તું મિથ્યાત્વ ધર્મનો પ્રચારક બનીશ.' સત્યકી આવું સાંભળી દિલગીર થયો. પ્રભુ મહાવીર કદી જૂઠું ન બોલે. ... પ૮૧
સત્યની ચિંતાતુર થયો. પિતાએ તેની ચિંતા ટાળવા માટે તેને વિવિધ વિદ્યાઓ શીખવી. સત્યકીએ અનેક વિદ્યાઓ ગ્રહણ કરી. રોહિણી અને પરદત્તા જેવી વિદ્યાઓ તેના કપાળમાં રહી. ..૫૮૨
સત્યની તીવ્ર બુદ્ધિશાળી અને તેજસ્વી હતો. રોહિણી, પરદત્તા જેવી વિદ્યાઓની સાથે સાથે બીજી અનેક વિદ્યાઓ પણ તત્કાલ શીખ્યો. વિદ્યાદેવીએ આવીને કહ્યું, “મને રહેવાનું ક્યું સ્થાન છે?" સત્યકીએ વિદ્યાદેવીને મસ્તકે રહેવાનો ઈશારો કર્યો.
... ૫૮૩ સત્યકીના મસ્તકે વિદ્યા રહી તેવું જ વિદ્યાના તેજથી તેનું ત્યાં ત્રીજું લોચન ખૂલ્યું. હવે સત્યકીનું નામ ‘ત્રિલોચન' પડ્યું. વિદ્યાના મદમાં સત્યકી વિદ્યાધરે ભયંકર નઠારાં કાર્યો પ્રારંભ કર્યા. .. ૫૮૪
તેણે સૌ પ્રથમ વિદ્યાદાતા પોતાના પિતા પેઢાલને જ માર્યો કારણકે પિતાજીએ સાધ્વીજી સાથે ભ્રમરનું રૂપ લઈ અબ્રહ્મનું સેવન કરી પાપ કર્યું હતું. પિતાએ અન્યાય કર્યો છે એમ સમજી તેણે વધ કર્યો. (તેણે કાળસંદીપન નામના વિદ્યાધરને સમુદ્રમાંથી પકડી માર્યો તેથી તેનું નામ ‘ત્રિપુરારિ' પડ્યું.)... ૫૮૫
સત્યની વ્યાભિચારી હતો. સ્ત્રીને જોઈ તે કામાતુર બની જતો. કોઈ સ્ત્રીને તેણે પોતાની વાસનાનો શિકાર બનાવી છોડી ન હતી. રાજાના અંતઃપુરમાં વિદ્યાના બળે(શિવાદેવી સિવાય અન્ય) રાણીઓ પાસે પહોંચી જતો. ત્યાં જઈ પોતાની વાસના સંતોષતો.
... ૫૮૬ તે વેશ પરિવર્તન કરી પરસ્ત્રીગમનનું પાપ કરતો. તે અત્યંત વિલાસી હતો. તે મારી સાથે ભોગ ભોગવ્યા વિના રહી શકતો ન હતો. તે સ્વરૂપવાન સ્ત્રીઓને ઘરે ગુપ્તપણે જઈ મેઘની જેમ ખૂબ ભોગ ભોગવતો.
... ૫૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org