________________
૧૨૦
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ”
સત્યકીએ ઉમિયાની વાત ગણકાર્યા વિના અભિમાનપૂર્વક કહ્યું, “પ્રિયે ! તું સાંભળ. તું ખૂબ ભોળી છે. આ જગતમાં મને કોઈ મૃત્યુ દંડ આપી શકે તેમ નથી. હું રવર્ગ, મૃત્યુ અને પાતાળમાં કોઈની પણ સહાયતા વિના એકલો પ્રવેશી શકું છું. મારો કોઈ પ્રતિકાર કરી શકતા નથી. મારી સામે પણ કોઈ જોતા નથી.”૬૦૦
સત્યકીએ ગર્વથી મૃત્યુનું રહસ્ય બતાવતાં કહ્યું, “ઉમિયા! હું જ્યારે તારી સાથે ભોગ ભોગવું ત્યારે કોઈ મને પાછળથી પ્રહાર કરે તો તે સમયે મારા મનનું કાંઈ ન ચાલે. (વિષય ભોગવતાં વિદ્યાને હું તલવારમાં મૂકું છું. તે તલવાર મારી પાસે ન હોવાથી હું વિદ્યાવિનાનો બનું છું.) અન્યથા મારું બળ અપાર છે.”... ૬૦૧
(ઉમિયાએ સત્યકીની નબળાઈ જાણી લીધી. પોતાને જે કાર્ય કરવાનું છે, તેમાં સફળતા મળતી જોઈ) ઉમિયા ખુશ થતી બોલી, “વામી ! તમે મારા મહેલમાં સુખેથી રહો.”(ગણિકા ધનની લાલચી હતી) તે ભામિની બની ભાવ વિનાની ભક્તિ કરતી હતી. હવે ગણિકાએ કપટ વિદ્યા આદરી. ...૬૦૨
ગણિકા ચંડપ્રદ્યોતન રાજા પાસે આવી. તેણે રાજાને સત્યકીના મૃત્યુ વિશેની ગુપ્ત માહિતી આપી. ગણિકાએ કહ્યું, “રાજનું! જ્યારે સત્યકી મારી સાથે ભોગ ભોગવતો હોય ત્યારે પાછળથી આવીને તેને મારજો. તમે મને મારતા નહિ.”
રાજા ચંડપ્રદ્યોતને પોતાના નિશાનબાજ સુભટને બોલાવ્યો. તેણે પોતાની કુશળ બાણ વિદ્યાની કળા દેખાડી. એક બાળકનાં પેટ ઉપર વૃક્ષનાં પુષ્કળ પાંદડાઓ મૂક્યાં. રાજાએ જેટલા પાંદડાઓ વીંધવાનું કહ્યું તેટલા બધા જ પાંદડાઓ તે સુભટે વીંધ્યા.
... ૬૦૪ રાજાએ ગણિકાને કહ્યું, “આ કુશળ પત્રછેદ બાણાવળીની કળા જોઈ ઉમિયા તું ખુશ થજે. મારો સુભટ આવી સત્યકીનો શિરચ્છેદ કરશે પણ તે નિશ્ચિંત રહેજે તને આંચ પણ નહીં આવે.' ... ૬૦૫
રાજાના વચનો સાંભળી ખુશ થતી ગણિકા પોતાના આવાસે આવી. રાજાએ ગણિકાના ઘરે સુભટ મોકલ્યો. ત્યાં સુભટને વિચાર આવ્યો કે, “જે સ્ત્રી પોતાના પતિની ન થઈ તે આપણી શું થશે? તેથી બંનેને મારી નાખવા જ યોગ્ય છે.”
વિશ્વાસઘાતી, કૃતબી, ગુરુદ્રોહી અને પોતાના પતિની હત્યા કરનાર જગતમાં દુઃખી થાય છે. બાલચંદ્ર (હીરવિજયસૂરિના શિષ્ય), સુરિકતા (પ્રદેશી રાજાની પત્ની), ગોશાળો વિશ્વાસઘાત કરી દુઃખ પામ્યા. મહામાત્ય (શડકાલ)મંત્રીનું વિશ્વાસઘાતના કારણે અકાળે મૃત્યુ થયું.
...૬૦૭ તેમ ઉમિયા ગણિકાએ વિશ્વાસઘાત કરી પતિનો ઘાત કરવા જતાં સ્વયં દુઃખ મેળવ્યું.(સુભટના હાથે તેનું મૃત્યુ થયું.) શાસ્ત્રમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, જે વ્યક્તિ પરાઈ વસ્તુને ખેંચીને બળજબરીથી પોતાની કરે છે, તે પોતાનું અસ્તિત્વ ગુમાવે છે.”
..૬૦૮ સંધ્યા સમયે સુભટ સજ્જ બનીને ગણિકાના ગૃહે આવ્યો. તે રાત્રિના અંધકારમાં બાણ લઈ સાવધાન બની ઊભો રહ્યો. (સત્યકીએ વિદ્યાને ખગ્નમાં મૂકી.) ઉમિયા ગણિકા અને સત્યકીને ભોગ ભોગવતાં જોઈ સુભટે તરત જ પાછળથી બાણ છોડ્યું. સુભટના બાણ વડે બંને વીંધાયા. બંનેનું મૃત્યુ થયું. (કુવ્યસનથી અને વિશ્વાસઘાતથી) તેઓ નરકમાં ગયાં.
... ૬૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org