________________
૧૨૪
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ”
પ્રથમ સુલસા શ્રાવિકાને જ શા માટે યાદ કરી? તેમનામાં એવી કઈ વિશેષતા છે તેની હું પરીક્ષા કરું.’..૬૨૬
અંબડ સંન્યાસી પ્રથમ રાજગૃહી નગરીની પૂર્વ દિશાના દરવાજે ગયા. તેમણે બ્રહ્માજીનું રૂપ લીધું નગરજનોએ જાણ્યું કે બ્રહ્માજી સ્વયં સ્વર્ગમાંથી ધરતી પર આવ્યા છે. લોકો તેમના દર્શન કરવા ઉમટયા. આખા નગરનાં લોકો બ્રહ્માજીને વંદન કરવા ગયા.
એક માત્ર સતી સુલસા બ્રહ્માજીના દર્શન કરવા ન ગયા. ત્યાર પછી અંબડ સંન્યાસી રાજગૃહી નગરીની દક્ષિણ દિશામાં ગયા. ત્યાં જઈ તેમણે શંકર ભગવાનનું રૂપ લીધું. નગરજનો પુનઃ શંકર ભગવાનનાં દર્શન કરવા ઉમટયા પરંતુ સતી સુલતા ત્યાં ન ગયા.
...૬૨૮ - ત્યાર પછી અંબડ સંન્યાસી રાજગૃહી નગરીની પશ્ચિમ દિશામાં ગયા. ત્યાં તેમણે શ્રી કૃષ્ણનું રૂપ લીધું. નગરજનોએ સમાચાર સાંભાળ્યા. સતી સુલસા સિવાય સંપૂર્ણ નગરના લોકો શ્રી કૃષ્ણનાં દર્શન કરવા ગયા. સતી સુલસાએ મનથી પણ તેમને જાણવાની(વંદન) રુચિ પ્રગટ કરી.
..૬૨૯ ત્યાર પછી અંબડ સંન્યાસીએ રાજગૃહી નગરીના ઉત્તર દિશાના દ્વારે જઈ તીર્થંકર પરમાત્માનું રૂપ ધારણ કર્યું. હું પચ્ચીસમો તીર્થકર છું.” એવું અંબડ સંન્યાસીએ જાહેર કર્યું.
...૬૩૦ રાજગૃહી નગરીના અનેક લોકો તીર્થકરનું નામ સાંભળી દર્શન કરવા ગયા. સતી સુલસાએ મનમાં વિચાર્યું, “આ અવસર્પિણી કાળના ભરત ક્ષેત્રમાં તીર્થકર હંમેશા ચોવીસ જ થાય છે, પચ્ચીસમા તીર્થંકર ન હોય તેથી આમિથ્યા છે. આજ સુધીમાં કોઈ પચ્ચીસમા તીર્થંકર થયા નથી.
...૬૩૧ આ કોઈ તીર્થકર નથી પરંતુ કોઈ ઈન્દ્રજાલીયો હોય તેવું લાગે છે. અત્યારે સાચા તીર્થકર તો ભગવાન મહાવીર સ્વામી છે. હું જિનેશ્વર ભગવંત સિવાય અન્ય કોઈને મસ્તક નમાવતી નથી. કોણ બ્રહ્મા? કોણ શંકર? કોણ માધવ?(આ બધા સરાગી દેવો છે. મારા તીર્થકર વીતરાગી છે.)' ...૬૩૨
અંબડ સંન્યાસીએ જાણ્યું કે “સતી સુલસા શુદ્ધ સમકિતી છે. તેના સમકિતમાં ક્યાંય મલિનતા નથી.” અંબડ સંન્યાસી સતી સુલતાના ઘરે આવ્યા. સંન્યાસીને જોઈ સતી સુલસા તેનો આદર-સત્કાર કરવા ઊભા ન થયા.
...૬૩૩ સુલસાની પોતાના ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા જોઈ અંબડ સંન્યાસીએ કહ્યું, “તમને પ્રભુ મહાવીરે ધર્મલાભ' કહ્યા છે.” (તીર્થંકર પરમાત્મા સ્વયં પોતાના મુખે મારા જેવી શ્રાવિકા માટે “ધર્મલાભ મોકલાવે એવું સાંભળી સતી સુલતાના સાડા ત્રણ કરોડ રોમરાય પુલકિત થયાં.) સતી સુલસા પ્રભુનો સંદેશો સાંભળી તે જ ક્ષણે ઉક્યા. તેમણે જિનેશ્વર ભગવંતની ક્ષેમકુશળતા પૂછી.
..૬૩૪ અંબડ સંન્યાસી એક શ્રાવક છે', એવું જાણી સતી સુલસાએ પ્રસનતાપૂર્વક સાધર્મિક બંધુને વંદન કર્યા. તેનું માન-સન્માન આપી રવાગત કર્યું. અંબડ સંન્યાસીએ ખુલાસો કરતાં સતી સુલતાને કહ્યું, “બહેન! મેં રૂપ પરિવર્તન કરી તમારી શ્રદ્ધાની પરીક્ષા કરી હતી.
..૬૩૫ તમે હરિહર, બ્રહ્મા આદિ લૌકિક દેવોને મનથી પણ નમસ્કાર ન કર્યા. ધન્ય છે તમને! તમે જિનશાસનના મર્મને બરાબર સમજ્યા છો. (હરિહર આદિલૌકિક દેવોને નમસ્કાર કરવાથી આપણું સમકિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org