________________
તેમણે ચેડારાજાને આ વાતની જાણ કરી.
૫૬૪
સુજ્યેષ્ઠાએ જ્યારે સાંભળ્યું કે બત્રીસ અંગરક્ષકોનું સુરંગના દ્વારે મૃત્યુ થયું છે ત્યારે તે પાપના ડરથી ભયભીત બની ગઈ. તેણે વિચાર્યું, ‘મારા થકી આ હત્યા થઈ છે તેથી આ હત્યાનું પાપ મારા આત્માને લાગશે. ચારિત્ર્ય ધર્મ સ્વીકાર કરી તપશ્ચર્યા કર્યા વિના આ પાપ દૂર નહીં થાય.
૫૬૫
મારે પણ મારી બહેનોનો મોહ ત્યજી દેવો જોઈએ. તે પણ મને એકલી મૂકીને જતી જ રહી. ખરેખર આ જગતમાં કોઈ કોઈનું નથી. તેથી હું પણ દીક્ષા લઈ વિતરાગ માર્ગે પ્રયાણ કરું.' ... ૫૬૬
સુજ્યેષ્ઠાને વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો. (સુજ્યેષ્ઠાએ બહેનની મમતા છોડી દીધી) તેમણે દીક્ષા લીધી. એક દિવસ સુજ્યેષ્ઠા સાધ્વી ધ્યાનમાં ઊભાં હતાં. કવિ ઋષભદાસ કહે છે કે, ચેડારાજાની પુત્રી સુજ્યેષ્ઠા સાધ્વીએ યૌવનવયમાં પ્રવેશ કર્યો હતો. તેઓ દેવાંગનાઓ જેવાં સ્વરૂપવાન હતાં.
૫૬૭
દુહા ઃ ૩૩ ઋષભ કહઈ યૌવન જદા, પ્રભુતા ધન વિવેક;
એ ગ્યાર અનરથ કરઈ, એકઈ ઠામિ વિસેક
રૂપિં રલી સુકુમાલિકા, જો લઈ સંયમ ભાર; તેહ ન છુટી સાધવી, યૌવન રૂપાધિકાર
૫૬૯
:
અર્થ કવિ ઋષભદાસ કહે છે કે, “જ્યારે યૌવન, પ્રભુતા-માલિકી, ધન-દોલત અને વિવેક એ ચારે એક સ્થાને અતિરેક માત્રામાં હોય છે ત્યારે અનર્થ કરે છે.’
૫૬૮
Jain Education International
અમરી સરીખું તેહનું રૂપ, પેઢાલિ દીઠું જસ રૂપ;
મન સ્યું કીધો અસ્યો વિચાર, એહનો ગરભ હોઈ નર સાર એક કુમર મુઝ જોઈઈ સહી, તે વિણ વિદ્યા ઉદરિ રહી; અસ્તું વિચારી નિં સાધવી, ભમર થઈનેિં તિહાં ભોગવી ન કરયો પાતિક તણો વિચાર, મુક્યો ઉત્તમ કુલ આચાર; ધિગ ધિગ પાપી કામ વિકાર, પંડિત નર જેણં કરયો ખોઆર મણિરથ નિંજ બંધવનિ હણઈ, ડાંભ્યો ચંડપ્રદ્યોતન તણઈ; નંદિષણ નિયાણું કરઈ, અષાઢો અબલા આદરઈ
...
...
'સુકુમાલિકા સાધ્વી અતિશય રૂપના કારણે સંસારમાં અટવાયા. તેમણે સંયમ સ્વીકાર્યો પરંતુ પોતાના રૂપના કારણે હ્રદયમાંથી સંસાર છૂટી ન શક્યો. અત્યાધિક યૌવન, રૂપ તને ધિક્કાર છે !... ૫૬૯ ચોપાઈ ઃ ૯ સત્યકી ચરિત્ર
For Personal & Private Use Only
૫૬૮
૧૧૩
૫૭૦
૫૭૧
૫૭૨
૫૭૩
(૧) ચંપાનગરીમાં સાગરદત્ત શેઠની સુભદ્રા નામની પત્નીની કુક્ષિએ સુકુમાલિકા (દ્રૌપદીનો પૂર્વભવ) જન્મી. તે સ્વરૂપવાન હતી પરંતુ તેનો સ્પર્શ અંગારા સમાન હોવાથી કોઈ પુરુષ તેનો સંગ કરવા તૈયાર ન થયા. તેણે આખરે દિક્ષા લીધી. ગુરુણીની ઈચ્છા વિરુદ્ધ વનમાં જઈ તપશ્ચર્યા કરી. તેવામાં એક વેશ્યાને પાંચ પુરુષોથી સેવાતા જોઈ તેણે નિયાણું કર્યું. પહેલા દેવલોકમાંથી ચ્યવી તે દ્રૌપદીપણે જન્મી. નિયાણાના બળે તેને પાંચ પતિ મળ્યા. (ભરહેસ૨ની કથા, પૃ. ૧૯૬)
www.jainelibrary.org