________________
૩૯
રાજકુમારે શેઠની સ્વપ્નની વાત જાણી. તેમણે વિચાર્યું, ‘‘આ શેઠ ઘણાં જ ભોળા છે. તેમણે મને અજાણ્યો હોવા છતાં સ્વપ્નની બધી જ હકીકત કહી છે. તે કાંઈ છૂપાવતા નથી.'' કુમારે શેઠ પ્રત્યે મનમાં કરુણા ધરી. શેઠની ઈચ્છા અનુસાર કુમાર પેઢી પર બેઠા.
... ૧૪૦
૧૪૧
રાજકુમારે પેઢીના એક ખૂણામાં તેજંતૂરીનો ઢગલો જોયો. તે ચકિત બન્યા. કુમારે કહ્યું, ‘“શેઠજી ! આવી અમૂલ્ય વસ્તુ આમ ખુલ્લી મૂકાય ? તેને આમ ખૂણામાં રખડતી શા માટે મૂકી છે ?’’ શેઠે કહ્યું, ‘‘યુવાન ! આ - જહાજમાં જે માટી (ધૂળ) હતી તે છે. તે નિરર્થક હોવાથી તેને દુકાનના ખૂણામાં મૂકી છે. તે માટી વર્ષા ઋતુમાં કામમાં આવશે. વર્ષા કાળે હાટની સામે કાદવ થશે ત્યારે આ માટી કાદવ પર નાખવા મદદરૂપ થશે.’
,,
... ૧૪૨
રાજકુમારે કહ્યું, ‘“શેઠજી ! આ જગતમાં કોઈ પણ વસ્તુને ખરી રીતે પારખવી અતિ મુશ્કેલ છે. સૂત્રના જાણપણાથી ઘણાં શાસ્ત્રો ભણી શકાય છે. પ્રાયઃ ઘોડાઓ પણ રથમાં જોડાવા માટે જાણકારીપૂર્વક લેવાય છે, છતાં કોઈ પણ વસ્તુને ખરી રીતે પારખવી મુશ્કેલ છે. કવિ ઋષભદાસ તેવું કહે છે દુહા ઃ ૯ અક્ષર મંત્ર વિના નથી, ધન વિન મહી ન હોય; મૂલ નહી ઉષધ વિના, દૂર્લભ આમના સોય
...૧૪૩
પ્રથવી તો રનિં ભરી, ભૂમિં ત્રણિ મરેહ; ઉપાય ન સુઝઈ આલસુ, ભાયગ હીણા નર જેહ ૧૪૫ ચં. અર્થ :- કોઈપણ મંત્ર અક્ષર વિનાનો નથી. આ પૃથ્વીનું પેટાળ ધન-સંપત્તિ વિનાનું નથી. કોઈ પણ વૃક્ષનું મૂળ ઔષધ વિનાનું નથી. કોઈ પણ વસ્તુની કિંમત પણ ભાગ્ય વિના સમજાતી નથી.
-
૧૪૪
આ પૃથ્વી રત્નોથી ભરેલી છે, છતાં ત્રણ પ્રકારના વ્યક્તિઓ સદા ભૂખે મરે છે. (૧) જેને કોઈ જાતનો ઉપાય ન સૂઝે તેવો મૂર્ખ, (૨) આળસુ, (૩) ભાગ્યહીન.
...૧૪૫
ઢાળ : ૮
ભાગ્યોદયથી પ્રાપ્તિ
ચતુર ચંદ્રાનની એ દેશી. રાગ : મલ્હાર. ભાયગ વિના રે સુઝઈ નહી, એહનો આમના આજ રે; સેનિં વેગિ બોલાવીઉ, સારું તુમ તણું કાજ રે તેજનતુરીય એ સહી, બહુ મૂલિ વેચાય રે; એહવી વસ્તુ જસ મંદિહિં, દૂખી તે કિમ થાય રે કુમર કહઈ ધિન આવહૂં, કિહાં થયું તુમ પાસિં રે; સેઠ કહઈ તુમ્યો નર ભલા, કરો કાં મુઝ હાંસિ રે
આગિં લોક હાંસી કરઈ, લીયા રાય મુઝ દામ રે;
Jain Education International
...
For Personal & Private Use Only
...
૧૪૪ ૨.
...
૧૪૬ ચં.
૧૪૭ ૨.
ઋષભ કહઈ કુંપર ઠગ કાં કરઈ, નહી તુમ તણું કામ રે અર્થ :- ભાગ્યવિના કોઈપણ વસ્તુની ખરી કિંમત સમજાતી નથી. એની જાણકારી હું આજે આપીશ. કુમારે
... ૧૪૯ ૨.
૧૪૮ ચં.
www.jainelibrary.org