________________
૧૦૮
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
શ્રેણિકનું પટ ઉપર ચિત્ર જોયું. દાસી ચિત્ર જોઈ મનમાં ખુશ થઈ ગઈ. તેણે પૂછયું, “આ સ્વરૂપવાન પુરુષ કોણ છે? ''
અભયકુમારે કહ્યું, “આ રાજગૃહી નગરીના(ધર્મપ્રેમી અને ન્યાય સંપન) મહારાજા શ્રેણિક છે. તેઓ કર, દંડ અને અન્યાયના વિરોધી છે તેથી હું તેમના ચરણોનું પૂજન કરું છું. આવા ગુણવાન રાજા દુનિયામાં બીજે કોઈ સ્થળે નહીં મળે.'
... પ૩૧ અભયકુમારના વચનો સાંભળી દાસી આનંદિત થઈ ગઈ. તે વારંવાર ચિત્રને ધારી ધારીને જોવા લાગી. દાસી મનોમન બોલી “રવર્ગના દેવો જેવાંકે બ્રહ્મા, વિષ્ણુ અને સુરેંદ્ર પણ મહારાજાના રૂપ અને ગુણ પાસે અધૂરાં લાગે.'
... પ૩ર દાસી પણ મહારાજા શ્રેણિકના સૌંદર્યથી મોહિત થઈ ગઈ. તેણે ઝડપથી રાજકુમારી સુજ્યેષ્ઠા પાસે આવી વિનંતી કરતાં કહ્યું, “કુંવરી બા! આપણા રાજમહેલની બાજુમાં એક વણિકે હાટ માંડી છે. તેની હાટમાં કામદેવથી પણ વધુ સુંદર એક નવયુવાનનું ચિત્ર દોરેલું છે.”
... પ૩૩ મેં વણિકને પૂછયું, “આ સ્વરૂપવાન પુરુષ કોણ છે?” વણિકે ઉત્તર આપતાં કહ્યું, “મારી રાજગૃહી નગરીના રાજા છે. કુંવરીબા!મેં આજ દિવસ સુધી આવો સુંદર આકૃતિવાળો અને સ્વરૂપવાન પુરુષ ક્યાંય જોયો નથી. તે અપાર સૌંદર્યવાન છે.”
... પ૩૪ (સુયેષ્ઠાએ દાસીના મુખેથી પરદેશી પુરુષના રૂપની પ્રશંસા સાંભળી) સુજ્યેષ્ઠાને પણ ચિત્ર જોવાની ઉત્કંઠા જાગી. તેણે સહિયર દાસીને બોલાવીને કહ્યું, “બહેન! જલ્દીથી હાટે જઈ વણિક પાસેથી તે સુંદર યુવકનું ચિત્ર લઈ આવ.”
... પ૩૫ દાસી તરત જ અભયકુમાર(વણિક)ની પેઢીએ આવી. તેણે અભયકુમારને બોલાવીને કહ્યું, “શેઠજી ! અમારી રાજકુમારીને જોવા આ સ્વરૂપવાન અને ગુણવાન રાજાનું ચિત્ર આપશો?''... ૫૩૬
(અભયકુમારે જોયું કે પોતાની યુક્તિ અનુસાર સર્વ કાર્યો અત્યાર સુધી સાંગોપાંગ ઉતર્યા છે.) અભયકુમારે મીઠા શબ્દોમાં કહ્યું, “જરૂર!” અભયકુમારે દાસીના હાથમાં મહારાજા શ્રેણિકનું ચિત્ર આપતાં કહ્યું. “રાજાનું આ ચિત્ર તમારી રાજકુમારીને બતાવજો."દાસી ચિત્ર લઈ સીધી રાજકુમારી સુજ્યેષ્ઠા પાસે આવી. સુજ્યેષ્ઠાએ ચિત્ર જોયું. સુજ્યેષ્ઠાના આનંદનો પાર નહતો.
... પ૩૭ સુજ્યેષ્ઠાએ કહ્યું, “બહેન! સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એમ ત્રણે લોકમાં ફરવા છતાં આવો સ્વરૂપવાન પુરુષ મળવો મુશ્કેલ છે.” સુયેષ્ઠાને મહારાજા શ્રેણિક પ્રત્યે અનુરાગ જાગ્યો. તેણે નિશ્ચય કર્યો કે, “પરણવું તો શ્રેણિકને જનહીંતર સંયમનો સ્વીકાર કરવો'.
... પ૩૮ દુનિયામાં બીજા કોઈ પુરુષ રૂપમાં અધિક હોઈ શકે પરંતુ તેઓ બધા મારા-માટે ભાઈ-બાપ સમાન છે. મેં કેટલાય પુરુષો જોયાં પણ આ કુમારનું રૂપ જ કંઈક અનોખું છે.(એક રાજકુમાર શ્રેણિક જ આ ભવમાં મારા સ્વામી બનશે) તેમને જ હું પરણીશ.
.. ૫૩૯ દાસીએ કહ્યું, “બહેન! આવો ઉતાવળો નિર્ણય ન કરો. બુદ્ધિપૂર્વક વિચાર કરી પછી કાર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org