________________
હતી.
ત્યાં રાજકુમારી સુલોચનાદાસીઓ સાથે રાજસભામાં આવી. તે વર્ગની દેવાંગના જેવી સ્વરૂપવાન
.. ૨૮૮ શેઠે રન નવાણનું નીર લીધું.(નવકારમંત્રનું સ્મરણ કરી) તે પાણી રાજકુમારીની આંખો પર ચોપડવું. (ત્યાં તો ચમત્કાર થયો !) રાજકુમારીના બને નયનો નિર્મળ થતાં તેને દૃષ્ટિ મળી. ...૨૮૯
રાજાના હરખનો પાર ન રહ્યો.(રાજકુમારી પણ ખુશીથી નાચવા લાગી. રાજા ઊભા થઈ ધનાવાહ શેઠને ભેટી પડવા) રાજાએ કહ્યું, “શેઠજી!(તમે મારા પરિવાર પર ઘણો ઉપકાર કર્યો છે.) તમે જે માંગશો તે હું આપીશ. તમે માંગો તમને શું જોઈએ છે?'
શેઠે કહ્યું, “મારી પુત્રી સુનંદાને એક દોહદ ઉત્પન થયો છે પરંતુ તે દોહદ કહેતાં મારી જીભ ઉપડતી નથી. મને લજ્જા-સંકોચ થાય છે.”
. ૨૯૧ રાજાએ કહ્યું, “શેઠજી! તમારી પુત્રી એ મારી પુત્રી છે તેથી તમે બોલો તેની શી ઈચ્છા છે? તમે શરમ છોડી જે હોય તે કહો. વિષમ કાર્ય હશે તો પણ તમારી પુત્રીની ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે.”... ર૯૨
શેઠે કહ્યું, “રાજ્યમાં અમારિ પ્રવર્તન થાય. મારી પુત્રી સુનંદા હાથીની અંબાડી પર બેસે. તેની સાથે તમારી પુત્રી પણ પાછળ બેસે.”
... ર૯૩ રાજાએ કહ્યું, “અરે ! આટલા નજીવા કાર્ય માટે તમે આટલી ચિંતા કરો છો? તેનો દોહદ અતિ ઉત્તમ છે. અમારિ પ્રવર્તન કરી જીવ જંતુઓને બચાવવાની ભાવનાથી હું ખુશ થયો છું.” ... ર૯૪
રાજાએ ધનાવાહ શેઠની પુત્રી સુનંદાને બોલાવી પટ્ટહસ્તિ પર રાજરાણીની જેમ અંબાડીમાં બેસાડી તેની પાછળ પોતાની પુત્રી સુલોચનાને પણ બેસાડી.
... ર૯૫ પટ્ટહસ્તિ પર સુલોચનાની પાછળ રાજા પણ બેઠા. તેમણે માર્ગમાં ભંભા વગાડી.(મંત્રી, સેનાપતિ અને હજારો સ્ત્રી-પુરુષોનું સરઘસ સાથે ચાલ્યું. સુનંદા અને સુલોચનાએ ગરીબોને મુક્ત હાથે દાન આપ્યું) તેમની સવારી જિનમંદિર પાસે આવી. સુનંદાએ જિનમંદિરોમાં જઈ જિન દર્શન કર્યા. .. ૨૯૬
સુનંદા અને સુલોચનાએ જિનચરણોની પૂજા કરી. સુનંદાની સર્વ મનોરથો પૂર્ણ થયા.... ૨૯૭
ધનાવાહ શેઠ અને રાજકુમાર શ્રેણિક પણ સુનંદાનો વિષમ દોહદ પૂર્ણ થવાથી ખુશ થયા. સુનંદા પણ આનંદિત થઈ. સુનંદાએ સુલોચનાને પોતાની સહિયર બનાવી.
... ર૯૮ સુલોચના નિત્ય અનેક સાધુ-સાધ્વીજીને આમંત્રિત કરી સુપાત્રદાન આપતી. તે નિત્ય જિન પૂજા કરતી. તે નમસ્કાર મહામંત્રનું સદા સ્મરણ કરતી.
... ર૯૯ તેણે રાજ્યમાં ઘીનાં ડબ્બાની લહાણી પ્રભાવના કરી તેમજ ઘણાં ગરીબોને વસ્ત્રો વગેરે દાનમાં આપ્યા. તે સદા શુભ ધ્યાનમાં રહી પુણ્યનાં કાર્યો કરતી રહી.
... ૩૦૦ એક દિવસ રાજકુમાર શ્રેણિક હવેલીના શયનખંડમાં બેઠા હતા. ત્યારે તેમણે સુનંદાને પ્રેમપૂર્વક
.. ૩૦૧ દેવી! તમને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. તેને અભયકુમાર જેવું અર્થસભર સુંદર નામ આપશું
કહ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org