________________
૧૦૩
નાઠો પાછે પાઉલઈ, આહી આવ્યો દાસો; કહો શ્રેણિક મુકિઈ, કન્યાની આસો; દૂત વચને શ્રવણે સુણિ, નપ ધરતો શોકો; આસ રહિત ઈમ ચીંતવઈ, થયું સહુઈ ફોક
•.. પર૩ વદન વિરૂપ શ્રેણિકનું, નવિ ભાવઈ અનો; કાયા જીવ દહો દશ ભમઈ, કન્યા કિ મનો; મોટાઈ માન જ તજઈ, જગિ દુર્જય કામો, ચતુર સાધ સ્ત્રી આગલિં હોય નર નામો
•.. પર૪ રહનેમિ ઋષિ ખલભલ્યો, મુનિ આદ્ર કુમારો; નંદિષેણ આરણિક મુનિ ખોઈ સંયમ સારો; ઈદ્ર ચંદ્ર જખ્ય શિષ્યનાં, ઉતારયાં નીરો, શ્રેણિક કન્યા કારણિ, હુંઉં દલગીરો
•.. પર૫ અભયકુમાર કહઈ રાયનિ, મ ભમી મન સુનઈ; એ અરતિ તુમે કાં કરો, એ ચિંતા મુહનિ, અભયકુમારની બુદ્ધિ જુઉ, કિમ પૂરઈ આસો, સાંગણ સુત બુધિ કેલવઈ, કવિ ઋષભદાસો
•.. પર૬ અર્થ:- હે માનવો! હવે તમે મહારાજા શ્રેણિકના પુત્ર મહામંત્રી અભયકુમારની વાતો આગળ સાંભળો. (સિંધુ દેશની વિશાલા નગરીમાં) મહારાજા ચેટક(જેઓ જૈન ધર્મના ચુસ્ત અનુરાગી હતા.) તેમની સાત પુત્રીઓ હતી. પ્રભાવતી અને પદ્માવતી સીતા જેવી પવિત્ર હતી. જ્યેષ્ઠા, સુયેષ્ઠા, મૃગાવતી અને ચલણા દેવી શીલવાન હતી.
... ૫૦૭ સાતમી પુત્રીનું નામ શીવાદેવી હતું. આ સાતે પુત્રીઓ સ્વરૂપવાન હતી. તેમાંથી પાંચ પુત્રીઓનાં લગ્ન પ્રતાપી રાજાઓ સાથે થયાં હતાં. સુચેષ્ઠા અને ચેલણા આ બને કન્યાઓ કુંવારી હતી. એકવાર વિશાલા નગરીમાં એક સ્થવિરા તાપસી આવી.
... પ૦૮ રાજકુંવરી સુયેષ્ઠા શુદ્ધ શ્રાવિકા હતી. તેણે તાપસીને આદરમાન ન આપ્યું તેમજ બોલાવી પણ નહીં. તાપસીએ કન્યા સાથે ધર્મચર્ચા કરી. તેમાં તે પરાજિત થઈ. રાજકુંવરી દ્વારા અપમાનિત થવાથી તેને ઘણું દુઃખ થયું. તાપસીએ પોતાનો મત દર્શાવતાં કહ્યું, “હરીહર, બ્રહ્મા, સિયારામ જેવા વિવિધ નામો ધારણ કરી પરમેશ્વર જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે. પરમેશ્વરનાં અનેક નામો છે.”
.. ૫૦૯ તાપસીની વાત સાંભળી સુજ્યેષ્ઠા બોલી, “જો તમારો ભગવાન સર્વત્ર છે તો અશુચિમાં કે દુષ્ટ વસ્તુમાં પણ હશે ખરું? શું તમારા ઈશ્વરને રહેવા માટે અન્ય કોઈ સ્થાન ન મળ્યું? (જેથી અશુચિમાં પણ રહ્યા.) જો ઈશ્વરે જગતમાં સર્વને બનાવ્યા છે તો જગતમાં નાના-મોટા જેવા ભેદ શા માટે? એક સુખી વ્યક્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org