________________
વાળમાં તેલ ન હતું. કપાળે કંકુનો ચાંદલો ન હતો. શરીરે સુગંધી ચંદનનું વિલેપન ન હતું. તેના શરીરની દુર્બળતા પરથી જણાતું હતું કે સુનંદાએ પતિના ગયા પછી સરસ, મિષ્ટ ભોજનનો ત્યાગ કર્યો હશે...૪૮૨
સુનંદાએ પોતાના શીલની રક્ષા માટે) ઉજળાં વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો. તેના શરીરે પહેરેલાં વસ્ત્રો, ચણિયો અને કાંચળી પણ મેલાં હતાં. તેણે પાન તંબોલનો ત્યાગ કર્યો હતો. માથાના અંબોડા પર ફૂલની વેણી કે શરીરે આભૂષણોનો શણગાર ન હતો. સુનંદાની કાયાકુશ બની હતી. ... ૪૮૩
સુનંદાની દયનીય સ્થિતી જોઈને મહારાજા શ્રેણિકને મનમાં ખૂબ જ રંજ થયો. બીજી બાજુ સુનંદા અભયકુમારની માતા છે, એવું જાણી મહારાજા ખુશ થયા. તેઓ પોતાની પત્ની અને પુત્રને હાથીની અંબાડી પર બેસાડી રાજમહેલમાં લાવ્યા. તેમની સર્વ ઈચ્છાઓ મહારાજા શ્રેણિકે પૂર્ણ કરી. પોતાની બહેન સુસેનાની પુત્રી સાથે અભયકુમારના વેવિશાળ નક્કી કર્યા.)
... ૪૮૪ મહારાજાએ અભયકુમારને કહ્યું, “પુત્ર! હું તને મહામાત્યાની પદવીથી પ્રતિષ્ઠિત કરું છું તેમજ રાજ્યનું ઉત્તરદાયિત્વ તને સોપું છું.” અભયકુમારે રાજ્ય વ્યવસ્થા કુશળતાપૂર્વક સંભાળી. મગધદેશમાં મહારાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. મહામંત્રી અભયકુમારની કીર્તિ સર્વત્ર પ્રસરી. ... ૪૮૫
મહારાજા શ્રેણિકને પ્રચુર પુણ્યના પ્રભાવે અભયકુમાર જેવા બુદ્ધિનિધાન પુત્ર અને સુનંદા રાણી જેવી સ્વરૂપવાન તેમજ ગુણીયલ પત્ની પ્રાપ્ત થઈ. હવે મહારાજા શ્રેણિક રાજ્યની જવાબદારી પુત્રને સોંપી પોતાના અંતઃપુર સાથે દેવી સુખો ભોગવવા લાગ્યા.
... ૪૮૬ શ્રેણિકરાસ કૃતિનો આ બીજો ખંડ પૂર્ણ થયો. બીજો ખંડ આટલા સુધી હતો. કવિ ઋષભદાસ કહે છે કે, “હે ભવ્ય જીવો! તમે હવે આગળની કથા સાંભળો.”
... ૪૮૭ ખંડ : ૩
દુહા ઃ ૨૯ જૈન દર્શનના મહાપુરુષો અભયકુમાર બુધેિવડો, લબધિંગૌતમ સ્વામી, દશાનભદ્ર માની ખરો, જિન વાંદેવા કામિ
. ૪૮૮ સાલિભદ્ર સમ ઋધિ નહી, જંબૂ સમ વયરાગ; કયવનાના સારિખો, કુણ લહઈ સઈ સોભાગ
•.. ૪૮૯ નંદીષેણની દેસના, સનતકુમાર સરૂપ; કુમારપાલ સરીખો વલી, કો નવિ હુઉ ભૂપ
... ૪૯૦ યૂલિભદ્ર સમ નવિ હવો, જગમાં જોગી જાણો; તિમ વલી અભયકુમાર સમ, કોય નવિ બુધિ ખાણિ
... ૪૯૧ અર્થ :- બુદ્ધિમાં અભયકુમાર સૌથી શ્રેષ્ઠ હતા. ગૌતમ સ્વામી શ્રેષ્ઠ લબ્લિનિધાન હતા. દશાર્ણભદ્ર રાજા (૧) મોટી સાધુવંદના : ભાગ-૪, લે.-ડૉ. પદ્મચંદ્રજી મહારાજ સાહેબ. પૃ.-૩૪, પ્ર.-શ્રી જયમલ જૈન પાર્શ્વ પદ્ધોદય ફા., ચેન્નઈ, ઈ.૨૦૦૬ (૨-૩) ગૌતમ સ્વામી અને દશાર્ણભદ્ર રાજા જુઓ પરિષ્ટિ વિભાગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org